દુનિયામાં જાતજાતના લોકો હોય છે. જેમ સલમાન ખાને બીઈંગ હ્યૂમન એનજીઓ બનાવીને ગરીબ અનાથો અને કેન્સર હોય તેવા બાળકોની મદદ કરી છે. તેમ હૉલિવૂડમાં જૈકી ચેને પોતાની બધી સંપત્તિ દાન કરવાનો નિર્ણય લીધો છે.


તેમણે 8 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને 1982માં જૉન લી નામની યુવતી સાથે લગ્ન કર્યા. એમને બે સંતાનો પણ છે. હાલ જૈકી પાસે 350 મિલિયન ડૉલરની સંપત્તિ છે. ભારતીય નાણાંમાં એને કન્વર્ટ કરીએ તો આશરે 24 અરબ રૂપિયા થાય. આ તમામ સંપત્તિ ગરીબ અનાથોને દાન કરવાનો તેમણે સંકલ્પ કર્યો છે. આ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "જો સંતાન કમાઈ શકે છે તો તે પોતે પૈસા  ભેગા કરશે." જો એ લોકો કમાઈ ના શક્યાં તો આ બધા પૈસા બરબાદ કરશે. 


જૈકી ચૈન હિંમતનો અંદાજ તેમના સ્વભાવ પરથી લગાવી શકાય છે. અરબોના માલિક હોવાછતાં તેમનામાં ઘમંડ નથી. તે હોંગકોંગ શહેરના બ્રાન્ડ એમ્બેસેડર છે અને સુરક્ષાગાર્ડ વિના જ ફરે છે. જ્યારે બોલિવૂડ સ્ટાર્સને મળવું તો દૂર એમના ઓટોગ્રાફ લેવાનું પણ અઘરું હોય છે. from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

આ એક્ટર 24 અરબ રૂપિયાની સંપત્તિ દાન કરશે


નવી દિલ્હી, 25 જૂન 2019, મંગળવાર

ગૂગલ મેપ્સ પર લાખોની સંખ્યામાં ફેક અકાઉન્ટ એક્ટિવ હોવાની વાત પ્રકાશમાં આવ્યા બાદ ગૂગલએ કડક કાર્યવાહી કરી છે. કંપનીએ એક બ્લોગમાં જણાવ્યું છે કે તેમણે ગૂગલ મેપ્સમાંથી 30 લાખથી વધારે ફેક અકાઉન્ટને દૂર કરી દીધા છે. આ અકાઉન્ટના માધ્યમથી યૂઝરને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવતો. ગૂગલ લોકોને વિવિધ બિઝનેસ સુધી પહોંચવા અને તેમનો સંપર્ક સરળતાથી સાધી શકાય તે માટે રસ્તો દર્શાવે છે. 

ગૂગલ મેપ્સના ઉત્પાદ નિદેશક ઈથન રસેલના જણાવ્યાનુસાર છેતપિંડી કરતા વેપારીઓ ગ્રાહકો પાસેથી એવી સેવાના પૈસા લેતા હોય છે જે હકીકતમાં ફ્રી હોય છે. ફેક અકાઉન્ટ બનાવી ગ્રાહકો સાથે ફ્રોડ કરવા માટે સ્થાનીય તરીકે તેઓ ગૂગલ પર લિસ્ટિંગ કરે છે. રસેલના જણાવ્યાનુસાર ગૂગલએ ગત વર્ષમાં 30 લાખથી વધારે નકલી અકાઉન્ટને બ્લોક કર્યા છે. જો કે તેમાંથી 90 ટકા અકાઉન્ટ એવા હતા જેને ગ્રાહકોએ જોયા પણ નથી.  ગ્રાહકોએ અઢી લાખથી વધારે નકલી અકાઉન્ટની રિપોર્ટ કરી છે. તેમાંથી 85 ટકા અકાઉન્ટને હટાવી દેવામાં આવ્યા છે જ્યારે થોડા અકાઉન્ટને ઓળખીને તેને દૂર કરવાનું કામ સિસ્ટમ કરી રહી છે. 
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

Googleની કડક કાર્યવાહી, 30 લાખથી વધારે ફેક અકાઉન્ટ કર્યા બ્લોક


અમદાવાદ, 25 જૂન 2019, મંગળવાર

સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન તો સૌ કોઈ કરે છે. પરંતુ સરકારી નોકરી બધા જાતકોના ભાગ્યમાં હોતી નથી. અનેક પ્રયત્ન અને પરીશ્રમ કરવા છતા પણ સરકારી નોકરી મળવી શક્ય નથી હોતી. આમ થવાનું કારણ ગ્રહ હોય છે. જાતકને સરકારી નોકરી મળશે કે ખાનગી તેનો આધાર શનિ ગ્રહ પર રહેલો છે. કારણ કે શનિને નોકરીનો કારક માનવામાં આવે છે. એટલા માટે જ જરૂરી હોય છે કે જન્મ કુંડળીમાં શનિ મજબૂત સ્થિતીમાં હોય. 

સરકારી નોકરી કઈ સ્થિતીમાં મળે

 - જો જન્મ કુંડળીમાં શનિ મજબૂત હોય અથવા શુભ ભાવમાં હોય તો.

 - જન્મ કુંડળીમાં સૂર્ય દશમ ભાવમાં અથવા એકાદશ ભાવમાં મજબૂત સ્થિતીમાં હોય.

 - કુંડળીમાં પંચ મહાપુરુષ યોગમાંથી કોઈ એક હોય તો સરકારી નોકરી સરળતાથી મળી જાય છે. 

કયા ગ્રહ નોકરીમાં બને છે બાધારૂપ

 - કુંડળીમાં સૂર્ય, રાહૂ અથવા ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ હોય.

 - ગુરુ મજબૂત સ્થિતીમાં હોય.

 - દશમ, છઠ્ઠા કે એકાદશ ભાવનો સ્વામી શુભ સ્થિતીમાં ન હોય.

 - નોકરીનો કારક ગ્રહ શનિથી પીડિત હોય.

 - દશમ ભાવનો સ્વામી છઠ્ઠા, આઠમા કે બારમા ભાવમાં પાપી ગ્રહ સાથે હોય.

સરકારી નોકરી મેળવવાના સરળ ઉપાય

 - સવારે વહેલા જાગી અને ઉગતા સૂર્યને તાંબાના કળશથી પાણી ચઢાવો.

-  નારંગી અને લાલ રંગનો વધારે પ્રયોગ કરો.

-  રવિવારે સવારે તાંબાના પાત્રમાં ગોળ અને લાલ વસ્ત્ર રાખી દાન કરવું.

-  ભોજપત્ર પર ત્રણવાર ગાયત્રી મંત્ર લખી સાથે પર્સમાં રાખવું. મંત્ર ચંદનથી લખવો.

 - લાલ ચંદનની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવો. શક્ય હોય તો સૂર્ય સમક્ષ બેસીને મંત્ર જાપ કરવો.

 - કુંડળી નિષ્ણાંતને દેખાડી અને માણેક અથવા નીલમ ધારણ કરવો. 
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ગ્રહોના પ્રભાવથી નક્કી થાય છે સરકારી નોકરી મળશે કે નહીં, સમજો ભાગ્યના લેખ


નવી દિલ્હી, 25 જૂન 2019, મંગળવાર

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને માઈક્રોસોફ્ટના કોફાઉંડર બિલ ગેટ્સને એ વાતનું દુ:ખ છે કે આજે જે ગૂગલનો એંડ્રોયડ છે તેમ માઈક્રોસોફ્ટને બનાવી ન શક્યા. તેમણે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, એ મારી સૌથી મોટી ભુલ હતી કે જેના કારણે માઈક્રોસોફ્ટ આજે એંડ્રોયડ છે તે બની ન શક્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એંડ્રોયડ એક એવી વસ્તુથી બન્યો છે જે બનાવવી માઈક્રોસોફ્ટ માટે સરળ કામ હતું. બિલ ગેટ્સએ આ વાત એક મુલાકાત દરમિયાન જણાવી હતી. 

મોબાઈલ માટે હાલ બે ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. જેમાં એંડ્રોયડ અને આઈઓએસનો સમાવેશ થાય છે. દુનિયામાં સૌથી વધારે એંડ્રોયડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ પહેલા માઈક્રોસોફ્ટએ પણ નોકિયા ફોનને વિંડોઝ સિસ્ટમ સાથે રજૂ કર્યું હતું જે 2017 સુધી  જ ચાલી શક્યું. 

ઉલ્લેખનીય છે કે ગૂગલએ આ વર્ષે એંડ્રોયડને 5 કરોડ ડોલરમાં ખરીદ્યું હતું અને આજે દુનિયાના સૌથી લોકપ્રિય મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે તે આગળ છે. હાલમાં જ એંડ્રોયડનું 10મું વર્ઝન એંડ્રોયડ ક્યૂ જાહેર થયું છે. 
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

માઈક્રોસોફ્ટને એંડ્રોયડ ન બનાવી શક્યો તે મારી ભુલ છે : બિલ ગેટ્સ

નવી દિલ્હી, તા. 25 જૂન 2019, મંગળવાર

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન પામનાર માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સને આજે પણ એક ભૂલનો પસ્તાવો છે.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે સ્વીકાર્યુ હતુ કે, ગૂગલને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવાની તક આપીને મેં સૌથી મોટી ભૂલ કરી હતી. જો મને એન્ડ્રોઈડ સિસ્ટમ અંગે ગૂગલના પ્લાનિંગની સ્હેજ પણ જાણકારી હોત તો કદાચ માઈક્રોસોફ્ટ જ એન્ડ્રોઈડ સિસ્ટમ ખરીદત અને આજે માઈક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી કંપની હોત.

ગેટસે કહ્યુ હતુ કે, સોફ્ટવેરની દુનિયામાં અને ખાસ કરીને મોબાઈલ પ્લેટફોર્મ પર જીતનાર જ માર્કેટ પર રાજ કરે છે. મારી સૌથી મોટી ભૂલ એ હતી કે તે સમયે હું ઘણી બાબતોને યોગ્ય રીતે હેન્ડલ ના કરી શક્યો. આ જ કારણ છે કે, આજે જ્યાં એન્ડ્રોઈડ છે તે જગ્યાએ માઈક્રોસોફ્ટ નથી પહોંચી શકી.

ગેટસે એવુ પણ કહ્યુ હતુ કે, એપલ સિવાય તે વખતે માર્કેટમાં એક જ ઓપરેટિંગ સિસ્ટમ માટે તક હતી. આ ખાલી જગ્યા ભરવાની તક ગૂગલે સમય ગુમાવ્યા વગર ઝડપી લીધી હતી. ગૂગલે જે કર્યુ તે માઈક્રોસોફ્ટ પણ કરી શકી હતી. એન્ડ્રોઈડ ગુમાવીને અબજો રૂપિયાનુ નુકસાન કર્યુ હતુ અને ગૂગલ કંપની બાજી મારી ગઈ હતી.

એક કલાકના ઈન્ટરવ્યૂમાં બિલ ગેટસે પોતાની સફળતાઓનો પણ ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, વિન્ડોઝ અને ઓફિસ જેવી પ્રોડક્ટના કારણે આજે કંપનીએ સફળતાના નવા શિખરો સર કર્યા છે.

જણાવી દઈએ કે, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમને ગૂગલે 2005માં લગભગ 50 મિલિયન ડોલર એટલે કે 347 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જોકે, તે સમયે ગૂગલે તેની પાછળના પ્લાનિંગની કોઈ જાણકારી આપી નહોતી.

ગૂગલની એન્ડ્રોઈડ સિસ્ટમ સામે માઈક્રોસોફ્ટે વિન્ડોઝ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ 2010માં લોન્ચ કરી હતી. જોકે તેને ખાસ સફળતા મળી નહોતી.from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસને પોતાની આ ભૂલનો આજે પણ છે અફસોસ

લોસ એંજલ્સ તા.25 જૂન 2019 મંગળવાર

જગવિખ્યાત જેમ્સ બોન્ડ સિરિજની પચીસમી ફિલ્મના સેટ પર ટોયલેટમાં મિનિ કેમેરા છૂપાવીને ફિલ્મના ફોટોગ્રાફ્સ લેવાના પ્રયાસો કરતા એક માણસની ધરપકડ કરવામાં આવી હતી.

થેમ્સ વેલી પોલીસના પ્રવક્તાએ સીએનએનને આપેલી માહિતી મુજબ ૪૯ વર્ષના આ માણસની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. પોતે યુનિટ મેમ્બર છે એવો દાવો કરીને એ સેટ પર ઘુસી ગયો હતો.

આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ વધુ એક વખત જેમ્સ બોન્ડનો રોલ કરી રહ્યો છે. બોન્ડ સિરિઝની આ તેની પાંચમી ફિલ્મ છે. સેટ પર બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ આવ્યા હતા અને તેમણે ડેનિયલ ક્રેગ ઉપરાંત નાઓમી હેરિસ (મનીપેનીનું પાત્ર ) તથા રાલ્ફ ફિયેનેસ (સિક્રેટ સર્વિસના વડા મિસ્ટર એમ) સાથે થોડો સમય વીતાવ્યો હતો. ઓસ્કાર વિજેતા અભિનેતા રેમી મલેક આ ફિલ્મમાં વિલન તરીકે ચમકી રહ્યો છે
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

જેમ્સ બોન્ડના સેટ પર અજનબીની ધરપકડ

લોસ એંજલ્સ તા.25 જૂન 2019 મંગળવાર

દુનિયાભરના સ્પીડ ઘેલા લોકોને ઘેલું લગાડનારી સિરિઝ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની નવમી કડી ફ્લોર પર ગઇ હતી અને શૂટિંગ શરૃ થયું હતું.

એક્શન હીરો વીન ડિઝલ અને મિશેલી રોડ્રીગ્સે શૂટિંગ શરૃ કર્યું હતું અને સોશ્યલ મિડિયા પર એની ઔપચારિક જાહેરાત પણ કરી હતી. આ બંનેએ લખ્યું, ફર્સ્ટ ડે કમ્પલીટેડ...ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ૨૦૨૦...અમને અત્યાર સુધી મળેલા સપોર્ટ માટે અમે દુનિયાભરના દર્શકોનો જાહેર આભાર માનીએ છીએ... 

મિશેલીએ આ સિરિઝમાં પાછાં ફરવા માટે પૂર્વશરત મૂકી હતી કે એકાદ સ્ક્રીપ્ટ રાઇટર મહિલા હોવી જોઇએ. મહિલા પાત્રને મહિલા લેખકજ સારો ન્યાય આપી શકે. ફિલ્મ સર્જકોએ એની એ પૂર્વશરત સ્વીકારી હતી. ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની છેક પહેલી કડીથી મિશેલી આ સિરિઝ સાથે સંકળાયેલી છે અને આ સિરિઝમાં એ લેટ્ટી ઓર્ટિઝ નામનું પાત્ર કરી રહી છે. 
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ નાઇન ફ્લોર પર ગઇ

લોસ એંજલ્સ  તા.25 જૂન 2019 મંગળવાર

સ્પાઇસ ગર્લના નામથી વિશ્વવિખ્યાત બેન્ડની કલાકાર મેલાની સીએ બ્રાઝિલના એવેનીડા પૌલિસ્ટા વિસ્તારમાં ગયા રવિવારે યોજાએલી ટ્રાન્સજેન્ડર લોકોની પ્રાઇડ પરેડને ટેકો આપતાં પોતાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

જસ્ટજેરેડ ડૉટ કોમના એક અહેવાલ મુજબ મેલાનીએ આ પરેડ પ્રસંગે ડાન્સ કર્યો હતો અને ગીતો ગાયાં હતાં. તેણે પ્રાઇ પરેડના આયોજકોને સારું એવું પ્રોત્સાહન પૂરું પાડયું હતું. બ્રાઝિલમાં વસતા ટ્રાન્સજેન્ડર લોકોનેા ઉત્સાહ એણે પોતાના સંગીતમય કાર્યક્રમ દ્વારા વધાર્યો હતો.

મેલાનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા અને એના કેપ્શન રૃપે લખ્યું હતું- ફરી પાછી બ્રાઝિલમાં... આજે સવારે આવી અને અહીંના ખુશમિજાજ લોકોને મળીને આનંદમાં આવી ગઇ...

વચ્ચે થોડો સમય છૂટી પડી ગયેલા સ્પાઇસ ગર્લ્સ ફરી એક થઇ હતી અને તાજેતરમાં લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રિયુનિયન કોન્સર્ટ યોજી હતી જેમાં એડેલી જેવી અન્ય કલાકારે પણ હાજરી આપી હતી. વેમ્બલી સ્ટેડિયમ ફૂલ હતું અને સ્પાઇસ ગર્લ્સના ચાહકોએ એમને હર્ષનાદો દ્વારા બિરદાવી હતી. 
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

સ્પાઇસ ગર્લ મેલાની સીએ પ્રાઇડ પરેડને ટેકો આપ્યો

મુંબઇ તા.25 જૂન 2019 મંગળવાર

સામાન્ય રીતે ફિલ્મોમાં દેખાડાતી શિક્ષણ સંસ્થા આદર્શ ટાઇપની હોય છે. અમારી નોબલમેન ફિલ્મમાં અમે વાસ્તવિકતા દેખાડી છેે જ્યાં પંદર વર્ષના એક માથાભારે કિશોરની વાત છે એમ અભિનેતા કુણાલ કપૂરે કહ્યું હતું.

તાજેતરમાં સિનિયરોની કનડગતથી ત્રાસેલી એક મેડિકલ સ્ટુડન્ટ ડૉક્ટર પાયલ તડવીએ આત્મહત્યા કરી હતી.  આ ઘટનાએ દેશભરમાં પ્રત્યાઘાત સર્જ્યા હતા.

આપણે જેને રેગિંગ કહીએ છીએ એવી ઘટના પર આધારિત કથા ધરાવતી આ ફિલ્મ છે. અમે સંયમિત રીતે વાસ્તવિકતાને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે એમ પણ કુણાલે કહ્યું હતું. 'મારી દ્રષ્ટિએ સારી ફિલ્મ એટલે દર્શકને પ્રશ્નો પૂછવા પ્રેરે એવી ફિલ્મ' એમ કહીને કુણાલે ઉમેર્યું હતું કે હાલ સ્કૂલ કૉલેજોમાં અત્યંત વ્યાપક બની ગયેલા રેગિંગને કોઇ પણ રીતે અટકાવવું જરૃરી છે નહીંતર આ પ્રકારના આપઘાત વધતા જવાના છે એવું અમને લાગતાં અમે સ્કૂલોમાં થતા રેગિંગના વિષય પર ફિલ્મ બનાવી છે.

એણે ઉમેર્યું કે મારા પોતાના જીવનની કેટલીક ઘટનાઓ આ ફિલ્મમાં અમે ઉમેરી છે. વંદના કટારિયાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. 
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

અમારી ફિલ્મમાં સચ્ચાઇ પ્રગટ કરાઇ છે

મુંબઇ તા.25 જૂન 2019 મંગળવાર

જાણીતા ટીવી સ્ટાર અનુપ સોનીએ કહ્યું હતું કે કામની જરૃર હોય ત્યારે કામ માગવામાં શરમ શેની આવે ? મને તો કામ જોઇએ ત્યારે હું બેધડક માગી લઉં છું.

અગાઉ બાલિકા બધૂ, ક્રાઇમ પેટ્રોલ જેવી લાંબો સમય ચાલનારી સિરિયલોમાં ચમકી ચૂકેલા અનુપ સોની હાલ બોમ્બર્સ નામની વેબ સિરિઝ કરી રહ્યા છે. આ એમની બીજી વેબ સિરિઝ છે. આ પહેલાં તેમણે ધ ટેસ્ટ કેસ સિરિઝ કરી હતી. બોમ્બર્સમાં તેમનો ગ્રે શેડ ધરાવતો રોલ છે.

એક મુલાકાતમાં એણે કહ્યું કે ૨૦૧૪ સુધી હું ડ્રામા ટાઇપના રોલ કરતો હતો. છેલ્લાં આઠ વર્ષથી ક્રાઇમ પેટ્રોલ કરતો રહ્યો. હવે નવો વિકલ્પ સામે આવતાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઝંપલાવ્યું. કોઇ પણ કલાકાર વૈવિધ્ય ઇચ્છતો હોય છે. મને વૈવિધ્ય અનાયાસે મળ્યું છે.

સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ એેને ક્રાઇમ પેટ્રોલ પર પાછો લાવવાના પ્રયાસો પણ આ સિરિઝના સર્જકો કરી રહ્યા છે. બોમ્બર્સના પોતાના રોલ વિશે માહિતી આપતાં એણે કહ્યું કે આ રોલ વીલન ટાઇપનો નથી પરંતુ ગ્રે શેડ તો છે. આ એક એવા મહત્ત્વાકાંક્ષી આદમીનો રોલ છે જે જોડતોડ કરીને ગમે તે રીતે પોતાની મહત્ત્વાકાંક્ષા સાકાર કરવા માગે છે. 

શહેરોમાં રમતગમતનાં મેદાનો હવે ખતમ થઇ રહ્યા છે એવો વિષય આ સિરિઝનો છે. ફૂટબૉલના એક મેદાનને કબજે કરવા માગતા માણસનો મારો રોલ છે.  from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

કામ માગવામાં શરમ શેની આવે ?