આપણે બધા જાણીએ છીએ કે પૂજા કર્મમાં નારિયળનું મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈપણ દેવી-દેવતાની પૂજા નારિયલ વગર અધુરી માનવામાં આવે છે. ભગવાનને નારિયળ ચઢાવવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને પ્રસાદના રૂપમાં નારિયળનું સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે. અહીં જાણો નારિયળ સાથે જોડાયેલી 10 મહત્વની વાતો.

1. નારિયળને શ્રીફળ કહે છે. એવી માન્યતા છે કે શ્રીવિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે તેઓ પોતાની સાથે લક્ષ્મી, નારિયળનું ઝાડ અને કામધેનું લઈ આવેલાં.

2. નારિયળના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવાય છે. નારિયળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

3. શ્રીફળ ભગવાન શિવને પણ ખૂબ જ પ્રિય છે. નારિયળમાં બનેલી ત્રણ આંખોને શિવના ત્રિનેત્રના રૂપમાં જોવામાં આવે છે.

4. શ્રીફળ શુભ, સમૃદ્ધિ, સન્માન, ઉન્નતિ અને સૌભાગ્યનું સૂચક છે. એટલા માટે સન્માન કરતી વખતે શાલની સાથે શ્રીફળ આપવામાં આવે છે.

5. નારિયળ બીજરૂપ છે, તેને ઉત્પાદન ક્ષમતા સાથે જોડેલું છે. સ્ત્રીઓ પ્રજનનની કારક હોવાથી સ્ત્રીઓ માટે બીજરૂપ નારિયળ ફોડવાનું વર્જિત કરાયેલું છે.

6. દેવી-દેવતાઓને શ્રીફળ ચઢાવ્યા પછી તેને પુરુષ ફોડે છે. નારિયળમાંથી નીકળતા જળને ભગવાનની મૂર્તિઓ ઉપર અભિષેક કરવામાં આવે છે.

7. નારિયળની તાસીર ઠંડી હોય છે. તાજુ નારિયળ કેલરીથી ભરપૂર હોય છે. તેમાં અનેક પોષકતત્વો હોય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

8. આપણે નારિયળને વધેરીને દેવતાને ચઢાવીએ છીએ. તે વિશે માન્યતા છે કે આપણે નારિયળ ફોડી આપણી બુરાઇઓ અને અહંકારનો ત્યાગ કરીએ છીએ.

9. હનુમાનજીની મૂર્તિની સામે નારિયળ પોતાના માથા ઉપર 7 વાર ઊતારીને ફોડવું જોઈએ. તેનાથી ખરાબ નરકની અસર સમાપ્ત થઈ જાય છે.

10. નારિયળ ઉપરથી કઠોર અને અંદર નરમ-ગળ્યું હોય છે જે આપણને બહારથી કઠોર અને અંદરથી નરમ-મધુર બનવાનો સંદેશ આપે છે.

source: divyabhaksar.com

પૂજા-પાઠમાં વપરાતાં નારિયળની આ 10 વાતો બધા લોકો નથી જાણતા

Share Your Views In Comments Below