ભગવાન ગણેશ પ્રથમ પૂજ્ય દેવ છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવે ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવ તરીકેનું વરદાન આપ્યું છે. આ જ કારણે કોઇપણ કામની શરૂઆતમાં ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત શ્રીગણેશ અંક ગણેશજીને જ સમર્પિત છે. આ ગ્રંથમાં ગણપતિજીના જીવનની બધી જ ઘટનઓ અને ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે.

શ્રીગણેશ અંકમાં એવાં 12 નામો વિશે જણાવવામાં આવ્યું છે, જેનો રોજ સવારે જાપ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ગણેશજીનાં આ 12 નામનો જાપ કરવાથી બધાં જ દુ:ખોનો નાશ થાય છે. અહીં જાણો આ 12 નામોનો મંત્ર.

प्रथमं वक्रतुण्ड च एकदन्तं द्वितीयकम्, तृतीयं कृष्णपिड्गाक्षं गजवक्त्रं चतुर्थकम्।।
लम्बोदरं पंचमं च षष्ठं विकटमेव च, सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्ण तथाष्टमम्।।
नवमं भालचन्द्रं च दशमं तु विनायकम्, एकादशं गणपतिं द्वादर्श तु गजाननम्।।
द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः, न च विध्नभयं तस्य सर्वसिद्धिकरं परम्।।

ઉજૈનના ઈંદ્રેશ્વર મહાદેવના પુજારી પં. સુનીલ નાગરના જણાવ્યા અનુસાર આ મંત્રનો રોજ સવારે જાપ કરવો જોઇએ. તેના જાપથી ગણેશજીની પૂજા જેટલું જ પુણ્ય મળે છે.

જો તમે આ મંત્રનો જાપ ન કરી શકતા હોય તો, મંત્રમાં જણાવેલ ગણેશજીનાં 12 નામનો પણ જાપ કરી શકો છો. પહેલું નામ વક્રતુળ્ડ, બીજુ એકદંત, ત્રીજુ કૃષ્ણપિડ્ગાક્ષ, ચોથુ ગજવક્ત્ર, પાંચમું લંબોદર, છઠ્ઠું વિકટ, સાતમું વિધ્નરાજેન્દ્ર, આઠમું ધૂમવર્ણ, નવમું ભાલચંદ્ર, દસમું વિનાયક, અગિયારમું ગણપતિ અને બારમુ ગજાજન છે.

જે વ્યક્તિ રોજ સવારે ગણેશજીનાં આ 12 નામનો જાપ કરે છે, ગણેશજી તેનાં બધાં જ વિઘ્નો દૂર કરે છે.

કેવી રીતે કરવો આ મંત્રનો જાપ:
રોજ સવારે જલદી ઊઠી પોતાની બંન્ને હથેળીઓનાં દર્શન કરવાં. ત્યારબાદ સ્નાન કરી ચોખ્ખાં કપડાં ધારણ કરી ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરે અને 12 નામવાળા મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 11 વાર કરવો અથવા આ નામોનો જાપ 108 વાર કરવો.

source: divyabhaskar.co.in

ગમે તેવી સમસ્યા ભાગશે દૂર, રોજ સવારે કરો ગણેશજીનાં આ 12 નામનો જાપ

Share Your Views In Comments Below