ગરમીમાં તળબૂચ, ટેટી, દ્રાક્ષ વગેરે મોસમી ફળોની વધારે ડિમાન્ડ હોય છે. જો વાત કરીએ ટેટીની તો આ ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવાની સાથે સાથે ઘણા સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. ટેટીમાં પાણીનું વધારે પ્રમાણે હોય છે, જેને ખાઇને શરીરમાં પાણીની ખામીને પૂરી કરી શકાય છે. ટેટીને એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન 'સી'નો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે.

આ ઉપરાંત એમાં અન્ય ઘણા પોષકતત્વો છે, જે શરીરને ફીટ રાખવામાં મદદ કરે છે. આજે અમે તમને આ ખાવાના ફાયદા વિશે જણાવીશું, જે જાણીવે તમે દરરોજ ટેટીનું સેવન કરવાનું ચાલુ કરી દેશો.

વજનમાં ઘટાડો
ટેટીમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જેને ખાવાથી વજન વધવાનું કોઇ ટેન્શન રહેતું નથી. આ ઉપરાંત કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે અને એનર્જી બનાવી રાખે છે. એને ખાવાથી પેટ ભરેલું રહે છે.

સ્કીન
ટેટીમાં  વિટામીન 'સી' ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે સ્કીનની ચમક જાળવી રાખે છે, સાથે સાથે ચહેરા પરના ડાઘા મટાડે છે, ચહેરા પરની કરચલીઓને ઓછી કરે છે. એને ખાવાથી સ્કીન બધા જ પ્રોબ્લેમમાં મદદ મળી રહે છે.

ડાયાબિટીસ
ટેટીમાં ઘણા એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે, જે શરીરને ખતરનાક બિમારીઓથી દૂર રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ટેટી ખૂબ ફાયદકારક હોય છે. એને ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.

આંખોની રોશની વધારે
મોટાભાગના લોકોનું માનવું છે કે પપૈયું ખાવાથી આંખોની રોશની બરોબર થાય છે. પરંતુ ટેટીમાં વિટામીન A અને વિટામીન C નું ભરપૂર પ્રમાણ હોય છે, જે આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. એને ખાવાથી આંખોની રેટીનાના માંસપેશીઓને મજબૂત બનાવે છે.

હૃદય માટે ફાયદાકારક
હૃદય માટે ટેટી ખૂબ ફાયદાકારક છે. એને ખાવાથી હૃદયની બિમારીઓથી બચી શકાય છે. ટેટીમાં રહેલા એડનોસિન શરીરમાં લોહીને પાતળું કરે છે, જેનાથી લોહી જાડું થતાં બચી શકાય છે. એને ખાવાથી હાર્ટ અટેક, કાર્ડિયર અરેસ્ટ, સ્ટ્રોક વગેરેનું જોખમ ઓછું રહે છે.

હાડકાં અને માંસપેશિઓને મજબૂત રાખે
ટેટીમાં રહેલું વિટામીન સી શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે, જેનાથી વૃદ્ધ થવાની નિશાનીઓથી લાંબા સમય સુધી બચાવી શકાય છે. એનું સેવન કરવાથી હાડકાં અને માંસપેશિઓ મજબૂત રહે છે.

source: vtvgujarati.com

ગરમીમાં રોજ ખાવી જોઇએ ટેટી, મળશે આવા જોરદાર ફાયદા

Share Your Views In Comments Below