દેવી-દેવતાઓની પૂજામાં ઘણા પ્રકારનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાસણો કઈ ધાતુનાં હોવાં જોઇએ અને કઈ ધાતુનાં ન હોવાં જોઇએ, તે પણ પૂજાના નિયમોમાં જણાવવામાં આવ્યું છે. મોટાભાગના લોકો પૂજા-પાઠમાં સ્ટીલનાં વાસણોનો ઉપયોગ કરે છે. જ્યારે આ ધાતુ પૂજા-પાઠ માટે શુભ ગણાતી નથી. જે ધાતુઓને પૂજા-પાઠ માટે વર્જિત કરવામાં આવી છે, તેનો ઉપયોગ ન જ કરવો જોઇએ, નહીંતર કોઇપણ ધર્મ-કર્મનું પૂરું ફળ મળતું નથી. કોલકારાની એસ્ટ્રોલોજર ડૉ. દીક્ષા રાઠી જણાવી રહ્યાં છે પૂજા-પાઠમાં કઈ ધાતુઓનો ઉપયોગ ન કરવો જોઇએ.

પૂજાપાઠથી દૂર થઈ શકે મુશ્કેલીઓ:
ભગવાનની પૂજા એક એવો ઉપાય છે, જેનાથી જીવનમાં મોટામાં મોટી સમસ્યાઓ પણ હલ થઈ શકે છે. દરેક જાતની પૂજામાં વાસણોનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર અલગ-અલગ ધાતુ અલગ-અલગ ફળ આપે છે. તેની પાછળ ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક કારણો પણ છે. સોના, ચાંદી પિત્તળ અને તાંબાનાં વાસણો શુભ ગણાય છે. તો પૂજામાં સ્ટીલ, લોખંડ અને એલ્યુમિનિયમ વાપરવું વર્જિત છે.

આ કારણે આ ધાતુઓનો નથી થતો પૂજામાં ઉપયોગ:
પૂજા અને ધાર્મિક કાર્યોમાં લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમને અપવિત્ર ધાતુઓ માનવામાં આવી છે. આ ધાતુઓની મૂર્તિઓ પણ પૂજા માટે યોગ્ય નથી. લોખંડમાં હવા-પાણીથી કાટ લાગી જાય છે. એલ્યુમિનિયમમાંથી પણ કાળાશ નીકળે છે. પૂજામાં મૂર્તિઓને ઘણીવાર સ્નાન કરાવવામાં આવે છે અને સાફ કરવામાં આવે છે. એટલે લોખંડ અને અલ્યુમિનિયમમાંથી નીકળતો કાટ અને કાળાશ આપણી ત્વચાને નુકસાન કરી શકે છે. એટલે લોખંડ અને એલ્યુમિનિયમ પૂજા માટે વર્જિત છે. સ્ટીલ માનવ નિર્મિત ધાતુ છે, જ્યારે પૂજા માટે પ્રાકૃતિક ધાતુઓ શ્રેષ્ઠ ગણાય છે. પૂજામાં વર્જિત ધાતુઓના ઉપયોગથી પૂજા સફળ નથી થતી. માટે સ્ટીલનાં વાસણોનો પણ પૂજામાં ઉપયોગ ન કર્વો જોઇએ. પૂજામાં સોના, ચાંદી, પિત્તળ અને તાંબાના વાસણોનો જ ઉપયોગ કરવો જોઇએ. આ ધાતુઓ આપણી ત્વચા માટે પણ ફાયદાકારક છે.

સોના-ચાંદીનાં વાસણ છે બેસ્ટ:
પૂજા-પાઠ માટે સોના-ચાંદીનાં વાસણ સૌથી બેસ્ટ ગણાય છે. ઉપરાંત તમે તાંબાનાં વાસણોનો પણ પૂજામાં ઉપયોગ કરી શકો છો. સોનામાં ક્યારેય કાટ નથી લાગતો અને આ ધાતુ ક્યારેય ખરાબ પણ નથી થતી. તેની ચમક હંમેશાં જળાવાઇ રહે છે. આજ રીતે ચાંદી પણ પવિત્ર ધાતુ ગણાય છે. સોનુ-ચાંદી વગેરે ધાતુઓ માત્ર જળ અભિષેક કરવાથી જ શુદ્ધ થઈ જાય છે.

source: divyabhaskar.co.in

પૂજામાં ક્યારેય ઉપયોગ ન કરવો આ ધાતુનો, નહીં મળે ફળ ક્યારેય

Share Your Views In Comments Below