પાણી આપણી ત્વચા અને વાળ બન્નેના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. પાણી માત્ર શરીરને જ નહીં, તમારા વાળ અને ત્વચાને પણ હાઈડ્રેટેડ રાખે છે. પાણી તમારા શરીરને ડીટોક્સ કરે છે. તમારે કેટલું પાણી પીવું જોઇએ એ જાણવા સૌથી પહેલા તમારા વજન (કિલોમાં)ને તમારી ઉંમરના આંકથી મલ્ટિપ્લાય કરો. જે રકમ આવે એને 1000 વડે ભાગવાથી જે રકમ મળે એટલા લીટર પાણીની રોજ જરૂર છે એમ સમજવું.

ત્વચા પર દેખાશે ધબ્બા
શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હશે તો ત્વચા પર કાળા ડાઘ-ધબ્બા દેખાશે, કારણકે આપણી ત્વચાની કોશિકાઓ વ્યવસ્થિત કામ નથી કરી શકતી અને ત્વચામાં નવી કોશિકાઓ નથી બની શકતી.

ત્વચાને હાઈડ્રેટ કરશે
મોંઘી એન્ટી-એજિંગ ક્રીમ્સ અને ટ્રીટમેન્ટ્સના બદલે પાણીનો ઉપયોગ કરો. બની શકે તેટલું વધારે પાણી પીઓ અને ત્વચાને હાઈડ્રેટ કરો. વધતી ઉંમરમાં ત્વચા ડ્રાય થઈ જાય છે. આનું મુખ્ય કારણ છે સ્કિનમાં મોઈશ્ચરાઈઝર્સની કમી. પાણીથી ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે. પાણી ત્વચાને હાઈડ્રેટ કરીને મુલાયમ બનાવે છે.

ઉઠતાંની સાથે કરો આ કામ
દરરોજ સવારે ઉઠતાંની સાથે સૌથી પહેલા ઓછામાં ઓછુ એક લીટર પાણી પીઓ. તમને થોડાક અઠવાડિયામાં જ પરિણામ દેખાશે. પાણી મેટાબોલિઝમ વધારે છે, જેનાથી તમારું પેટ સાફ રહે છે. પેટ સાફ રહેવાનો અર્થ છે શરીરમાંથી ટોક્સિન્સ રીલિઝ થઈ રહ્યા છે. અને તેનાથી સ્કિન ગ્લો કરે છે.

બરફ
આ સિવાય સોરાઈસિસ, એક્ઝિમા જેવી ત્વચા સંબંધી સમસ્યાઓથી છૂટકારો મળે છે. ચહેરા પર બરફ ઘસવાથી અથવા ઠંડા પાણીથી ચહેરો સાફ કરવાથી સ્કિન ટાઈટ રહે છે. આનાથી મેકઅપ માટે પણ સારો બેઝ તૈયાર થાય છે, અને મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે.

વાળ માટે પણ ફાયદાકારક
આપણા વાળ હાઈડ્રોજન બોન્ડ્સથી બનેલા હોય છે. માટે વાળ માટે પાણી ખુબ જરુરી છે. વાળનો 1/4 ભાગ પાણીથી બનેલો હોય છે. માટે દિવસમાં 2-3 લીટર પાણી ઓછામાં ઓછુ પીવું જરુરી છે. ઠંડા પાણીથી વાળ ધોવાથી સ્કેલ્પ હેલ્ધી રહે છે અને વાળ મજબૂત બને છે.

By: iamgujarat

આ રીતે કરો પાણીનો ઉપયોગ, મોંઘા કોસ્મેટિક્સ નહીં ખરીદવા પડે

Share Your Views In Comments Below