મોટાભાગના લોકોની સવાર ચાથી થાય છે. જે લોકોને ચાની ટેવ હોય તે લોકો મસાલાવાળી કે આદુવાળી ચા પીવી પસંદ કરતા હોય છે. જેમાં દૂધ પણ વધુ હોય તેવો આગ્રહ રાખતા હોય છે. પરંતુ દૂધ વિનાની ચા એટલે કાળી ચા સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. કાળી ચા ચરબી ઘટાવામાં , ડાયાબિટીસ અને કેન્સરના રોગમાં ફાયદાકારક બને છે.

સંશોધકો મુજબ, રોજ એક કપ બ્લેક ટી પીવાથી વ્યક્તિ અનેક રોગોથી બચી શકે છે. ઘણા લોકો કાળી ચા નામ સાંભળીને જ મોઢું બગાડતા હોય છે. પરંતુ આ જ કાળી ચા તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ કાળા ચા પીવાથી થતાં ફાયદા વિશે.

હૃદય સ્વસ્થ બને છે
દિવસ દરમિયાન ચાર કપ કાળી ચાના સેવનથી શરીરમાં અનેક પ્રકારા ફેરપાર થાય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં હાજર પ્વેનોયડ્સના કારણે કેરોનરી હાર્ટ ડિસીઝનો ભય ઘટે છે. તેની સાથે હૃદય રોગનું કારણ બનનારા કોલેસ્ટ્રોલના સ્તર ઘટે છે. તેનાથી હૃદય રોગ થવાની શક્યતાઓમાં ઘટાડો થાય છે. તેથી કાળી ચાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

ઓવેરિયન કેન્સરથી બચાવ
કાળી ચામાં પોલિફિનોલ તત્ત્વ હોય છે. આ એક એન્ટઓક્સિડન્ટ છે. તે અંડાશયના કેન્સર ઉત્પન્ન કરનારી કોશિકાઓે વધતાં રોકે છે. રોજના બે કપ કાળી ચા પીવાથી ૩૦ ટકા કેન્સર થવાનો ભય ઓછો થાય છે.

બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે
કાળી ચા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કાળી ચામાં હાજર કેટેર્ચિસ અને થિયાફ્લોર્વિસ નામનું ત્ત્વ શરીરને સંતુલિત સેન્સેટિવ બનાવવામાં મદદ કરે છે. જેનાથી ટાઇપ-૨ ડાયાબિટીસ થવાનો ભય ઓછો રહે છે.

હાડકાં મજબૂત બનાવે છે
ઉંમર વધવાની સાથે શરીરના હાડકાં ઘસવાના કારણે નબળા બને છે. હાડકાંને મજબૂત બનાવવામાં કાળી ચા મદદ કરે છે. જો તમારા શરીરનાં હાડકાં પણ ઘસારાના કારણે નબળા પડી ગયા હોય અથવા શરીરના હાડકાંમાં દુખાવો સતત રહ્યા કરતો હોય તો દિવસમાં બે વખત કાળી ચાનું સેવન કરો.

દૂધ વિનાની કાળી ચાનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી, પીશો તો જાણશો

Share Your Views In Comments Below