ડુંગળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક રીતે લાભકારી છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો. તેમાં સલ્ફર, અમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. રોજ સલાડમાં ડુંગળી ખાવાથી કબજિયાત, કોલેસ્ટ્રોલ અને એનિમિયાની સમસ્યાથી છુટકાકરો મળે છે. સાથે જ તે કેન્સરનો ખતરો પણ દૂર કરે છે. ડાયટિશિયન અભિષેક દુબે જણાવી રહ્યાં છે ડુંગળીના ફાયદા.

કેન્સર
ડુંગળીમાં સલ્ફર વધુ પ્રમાણમાં હોય છે. જે કેન્સર સેલ્સને વધતાં રોકે છે અને કેન્સરનો ખતરો ઘટાડે છે. તે પેટ, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.

કબજિયાત
આમાં ફાયબર હોય છે. જે કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ
આમાં અમિનો એસિડ અને મિથાઈલ સલ્ફાઈડ હોય છે. જે ગુડ કોલેસ્ટ્રોલને વધારીને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તે હાર્ટની બીમારીઓથી પણ બચાવે છે.

બ્લડપ્રેશર
મિથાઈલ સલ્ફાઈડ અને અમિનો એસિડ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી બીપીની સમસ્યા થતી નથી.

ડાયાબિટીસ
કાચી ડુંગળી ખાવાથી બોડીમાં ઈન્સ્યૂલિનની માત્રા વધે છે. જે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

કઈ રીતે છે ફાયદાકારક?
ડુંગળીમાં કેલિસિન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન B6, B અને C ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે નેચરલ એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે.

ગર્ભવતી મહિલાઓએ ન ખાવી કાચી ડુંગળી
નિષ્ણાંતો મુજબ ગર્ભાવસ્થામાં કાચી ડુંગળી ખાવાથી મહિલાની છાતીમાં બળતરા અથવા ખાટાં ઓડકારની પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી ડોક્ટરની સલાહ વિના ડુંગળી ખાવી નહીં.

source: divyabhaskar.co.in

કેન્સર, કબજિયાત, કોલેસ્ટ્રોલથી બચાવે છે કાચી ડુંગળી, રોજ સલાડમાં ખાઓ

Share Your Views In Comments Below