પૂજા ઘરતી વખતે ભગવાનને અલગ-અલગ ફૂલ ચઢાવવામાં આવે છે. ફૂલોમાં સૌથી મહત્વનું ફૂલ છે ગુલાબ. ગુલાબ બધાં જ દેવી-દેવતાઓને ચઢાવવામાં આવે છે. ઉજ્જૈનની એસ્ટ્રોલોજર ડૉ. વિનિતા નાગરના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી ગુલાબના કેટલાક ખાસ ઉપાય કરવાથી, કુંડળીના દોષ અને દુર્ભાગ્ય દૂર થઈ શકે છે. અહીં ગુલાબના 7 ઉપાય જણાવવામાં આવ્યા છે.

પહેલો ઉપાય
દર શુક્રવારે મહાલક્ષ્મીના મંદિરમાં જાઓ અને દેવીને 11 ગુલાબ ચઢાવો. સાથે દેવી મંત્ર ऊँ महालक्ष्म्यै नम: નો 108 વાર જાપ કરો.

બીજો ઉપાય
નકારાત્મકતા દૂર કરવા માટે ઘરમાં રોજ સાંજે ગુલાબ પર કપૂરનો ટુકડો મૂકી સળગાવો.

ત્રીજો ઉપાય
સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે મંગળવારે લાલ ચંદન, લાલ ગુલાબ અને નારાસડીને એક લાલ કપડામાં બાંધી લો. ત્યારબાદ આ પોટલી કોઇ હનુમાન મંદિરમાં ભગવાનના ચરણમાં ધરાવી હનુમાનજીની પૂજા કરો. પૂજા બાદ આ પોટલી ઘરની તિજોરીમાં મૂકો.

ચોથો ઉપાય
મંગળ ગ્રહનો દોષ દૂર કરવા મંગળવારે શિવલિંગ પર લાલ ગુલાબ ચઢાવો.

પાંચમો ઉપાય
બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે એક પાન પર ગુલાબ અને થોડાં પતાસાં મૂકો. હનુમાનજીનું ધ્યાન ધરતાં-ધરતાં રોગીના માથાથી પગ સુધી 31 વાર વાળી લો. ત્યારબાદ આ પાન કોઇ ચાર રસ્તા પર મૂકી આવો.

છઠ્ઠો ઉપાય
એક પાનમાં ગુલાબની 7 પાંખડીઓ મૂકો અને દેવી દુર્ગાને ચઢાવો. આ ઉપાયથી કુંડળીના ઘણા દોષ દૂર થઈ શકે છે.

સાતમો ઉપાય
બધી જ મનોકામનાઓ પૂરી કરવા માટે દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને 11 ગુલાબ ચઢાવો અને ऊँ रामदूताय नम: મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાયથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

source: divyabhaskar.co.in

રોજ સાંજે ગુલાબ પર કપૂરનો ટુકડો મૂકી સળગાવો, 7 ઉપાયથી દૂર થશે દુર્ભાગ્ય

Share Your Views In Comments Below