દુનિયાની કોઈ પણ નાની કે મોટી હોટેલના બેડ પર પાથરેલી બેડશીટ મોટાભાગે સફેદ રંગની જ જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કરવા પાછળનું કારણ શું છે? આ અહેવાલ સાથે અમે તમને જણાવીશું આની પાછળના કારણો....

સૌથી મોટું અને ખાસ કારણ:
1990ના દાયકા પહેલાં હોટેલમાં રંગબેરંગી બેડ શીટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની જાળવણી રાખવી સરળ હતી કારણ કે તેમાં ડાઘને છુપાવી શકાય છે. તે પછી, હોટેલ ઇન્ડસ્ટ્રીના ડિઝાઇનર્સે એક સંશોધન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે મહેમાન માટે ખરેખર વૈભવી બેડનો અર્થ શું છે. ત્યાર બાદ મહેમાનની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સફેદ પથારીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો, જે આજ સુધી ચાલતો આવ્યો છે.

આરામ - એવું માનવામાં આવે છે કે સફેદ રંગ આંખોને આરામ આપે છે. સફેદ રંગને જોઈને તમને જેટલી શાંતિ લાગશે તેટલી અન્ય કોઈ રંગને જોઈને લાગશે નહીં.

સ્ટ્રેસને રાખે છે દૂર - ઘણીવાર લોકો રજાઓના તણાવને દૂર કરવા માટે મુસાફરી કરવા નીકળે છે. આ રીતે, હોટલના રૂમની સફેદ પથારીઓ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માનવામાં આવે છે કે હોટલમાં મહેમાન માટે રૂમ જેટલો સ્વચ્છ હશે તેટલું વ્યક્તિને ગમશે.

ગંદકી ઝડપથી પકડવા - પથારીનો રંગ સફેદ હોવાને કારણે, હોટેલ કર્મચારીની આંખોમાં ઝડપથી ગંદકી જોવા મળી જાય છે. તેથી તેને બદલવું સરળ બની જાય છે.

બ્લીચ કરવું સરળ - જો સફેદ પથારી પર ડાઘ હોય તો તેને બ્લીચ કરવું સહેલું છે. બ્લીચનો ઉપયોગ સામાન્ય રીતે હોટલમાં સફેદ બેડશેટ્સ સાફ કરવા માટે થાય છે અને તેના લીધે કાપડના તમામ જંતુઓ નાશ પણ પામે છે.

source: divyabhaskar.co.in

મોટાભાગની હોટેલના બેડ પર શા માટે સફેદ રંગની જ ચાદર પાથરવામાં આવે છે?

Share Your Views In Comments Below