ન્યૂયોર્ક / મુંબઇ તા. 15 મે 2019 બુધવાર

એક પછી એક સતત ચાર હિટ ફિલ્મો આપી ચૂકેલો અભિનેતા વીકી કૌશલ ગુરુવારે ૧૬મી મેએ ન્યૂયોર્કમાં પોતાનો બર્થ ડે ઊજવશે.

હાલ વીકી અમેરિકામાં  બે સપ્તાહના બર્થ ડે સેલિબ્રેશન વેકેશન પર છે. એની છેલ્લી ચારે ચાર ફિલ્મો હિટ નીવડી હતી જેમાં મેઘના ગુલઝારની રાઝી, રાજકુમાર હીરાણીની સંજુ, અનુરાગ કશ્યપની મનમર્ઝિયાં અને આદિત્ય ધરની ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકનો સમાવેશ થયો હતો. સ્વાભાવિક રીતેજ ચાર ચાર હિટ ફિલ્મો આપ્યા પછી વીકીની ડિમાન્ડ રાતોરાત વધી હતી તેમ વીકીએ પોતાની ફીમાં પણ સારો એવો વધારો કર્યો હતો.

જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ન્યૂયોર્કથી બે કલાકના કાર માર્ગે આવેલા વિસ્તારમાં વીકીએ એક વીલા ભાડે રાખ્યો છે જ્યાં એની સાથે ભણી ચૂકેલા દોસ્તો બોસ્ટન અને ન્યૂ જર્સીથી આવી રહ્યા છે. 

બર્થ ડે પાર્ટી નિમિત્તે વીકી દોસ્તો સાથે એમના માનીતા ફૂડ જોઇન્ટ્સમાં ખાવા પીવા ઉપરાંત બ્રોડવેમાં એક નાટક જોવાનો પ્રોગ્રામ પણ બનાવી ચૂક્યો છે.

વીકીએ એક નાઇટ જાઝ ક્લબમાં સંગીતની મોજ પણ માણી હતી અને કેટલાક આઇસક્રીમ પાર્લરમાં આઇસક્રીમની વેરાયટી પણ ટેસથી ખાધી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ગુરુવારે વીકી ન્યૂયોર્કમાં ૩૧મો બર્થ ડે મનાવશે

Share Your Views In Comments Below