લોસ એંજલ્સ તા. 15 મે 2019 બુધવાર

જાંબાઝ પોલીસ અફસરની દિલધડક કથા ધરાવતી કોપ થ્રીલર ફિલ્મ લિટલ થીંગ્સના એેક રોલ માટે ઓસ્કાર વિજેતા અભિનેતા રેમી મલેક સાથે વાટાઘાટો ચાલી રહી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

ધ બ્લાઇન્ડ સાઇડ અને ધ હાઇવેમેન જેવી હિટ ફિલ્મોના સર્જક જ્હૉન લી હેન્કોક આ ફિલ્મ બનાવી રહ્યા છે. વોર્નર બ્રધર્સના નેજા હેઠળ બનનારી આ ફિલ્મની સ્ક્રીપ્ટ હેન્કોકે પોતે લખી છે. 

ડેન્ઝલ વૉશિંગ્ટન આ ફિલ્મનો હીરો છે. સ્ટોરીલાઇન એવી છે કે બર્ન આઉટ થઇ ચૂકેલો કેર્ન કાઉન્ટીનો ડેપ્યુટી શેરીફ ડેકે (ડેન્ઝલ વૉશિંગ્ટન) એક સિરિયલ કીલરને પકડવા માટે લોસ એંજલ્સ પોલીસ ડિટેક્ટિવ બેક્સ્ટર સાથે હાથ મિલાવે છે.  

સાવ ઝીણી ઝીણી લાગતી બાબતો પરથી પણ રીઢા ગુનેગારને પકડી શકાય છે એવો ડેકેનો અનુભવ અહીં પણ કામ લાગે છે. પરંતુ જરૃર પડે ત્યાં કાયદો પોતાના હાથમાં લેવાની એની ટેવ બેક્સ્ટરને મૂંઝવે છે એવી કથા અહીં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

લિટલ થીંગ્સમાં ઓસ્કાર વિજેતા અભિનેતા જોડાશે

Share Your Views In Comments Below