-હોલિવૂડના મોખરાના સ્ટાર જેસન સ્ટેધમની ફિલ્મ હતી

મુંબઇ તા. 15 મે 2019 બુધવાર

મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ હવે હોલિવૂડના ટોચના અભિનેતા જેસન સ્ટેધમની સુપરહિટ ફિલ્મ સિરિઝ ટ્રાન્સપોર્ટરને હિન્દીમાં બનાવવાની યોજના ઘડી રહ્યો હોવાનું જાણવા મળ્યં  હતું.

અનિસ બઝ્મી નિર્દેશિત અને જ્હૉન અબ્રાહમ અભિનિત કોમેડી ફિલ્મ વેલકમ બેક રજૂ થઇ ત્યારે જેસન સ્ટેધમની આ સિરિઝની ફિલ્મ પણ ભારતમાં એક સાથે રજૂ થઇ હતી અને જ્હૉન આ ફિલ્મ સિરિઝથી આકર્ષાયો હતો. વેલકમ બેક હિટ નીવડયા બાદ જ્હૉને ટ્રાન્સપોર્ટર સિરિઝના રાઇટ્સ મેળવવાના પ્રયાસો શરૃ કર્યા હતા.

હોલિવૂડની આ મૂળ સિરિઝની અત્યાર સુધીમાં ચાર કડી રજૂ થઇ ચૂકી છે. પહેલી કડી ૨૦૦૨માં, બીજી કડી ૨૦૦૫માં, ત્રીજી કડી ૨૦૦૮માં અને ચોથી કડી ૨૦૧૫માં રજૂ થઇ હતી. ચારેચાર કડીએ બોક્સ ઑફિસ પર ધીકતી કમાણી કરી હતી. 

હિન્દીમાં બનનારી ટ્રાન્સપોર્ટરમાં જ્હૉન પોતે મુખ્ય રોલ કરશે. મૂળ ફિલ્મનો હીરો પોતાના કામની બાબતમાં એકદમ નિર્દયઅને ઠંડે કલેજે કામ પતાવી નાખવામાં માને છે. ઉપરાંત એ એક અચ્છો ડ્રાઇવર છે. આ બંને બાબતો પોતાનામાં છે એમ જ્હૉન અબ્રાહમ માને છે. એણે સ્ક્રીપ્ટ પર કામ શરૃ કરાવી દીધું છે.

from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

જ્હૉન અબ્રાહમ ટ્રાન્સપોર્ટર સિરિઝને હિન્દીમાં બનાવશે

Share Your Views In Comments Below