અમદાવાદ, 15 મે 2019, બુધવાર

આયુર્વેદમાં શંખપુષ્પીનો ઉપયોગ થાય છે. આ છોડ યાદશક્તિ વધારતી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આ છોડનો ઉપયોગ કેટલાક તંત્ર પ્રયોગમાં કરવામાં આવે તો તેનાથી ધન અને સમૃદ્ધિ વધે છે. આ છોડના મૂળનો ઉપયોગ કરી વર્ષોવર્ષની દરિદ્રતા દૂર કરી શકાય છે. આ મૂળને વિશેષ ગ્રહ યોગ અને નક્ષત્રમાં ઘરમાં લાવી તેને સિદ્ધ કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. જે ઘરમાં આ મૂળ હોય છે ત્યાં ધન અને ભોતિક સુખનો અભાવ રહેતો નથી. 

1. શંખપુષ્પીનું મૂળ કોઈપણ માસના શુક્લ પક્ષમાં જ્યારે ગુરુ પુષ્ય કે રવિ પુષ્ય નક્ષત્ર આવે ત્યારે છોડની અનુમતિ લઈ ઘરમાં લાવવું. ઘરમાં લાવી તેને ગંગાજળથી ધોઈ અને કેસરનું તિલક કરવું. ત્યારબાદ 'ઓમ શ્રીં' બીજ મંત્રની 11 માળાનો જાપ કરવો. જાપ કર્યા બાદ તેને ચાંદીની ડબીમાં ભરી અને તિજોરીમાં રાખી દેવું. આ પ્રયોગથી ગરીબી દૂર થાય છે. 

2. ઉપર દર્શાવ્યાનુસાર પૂજા કર્યા બાદ આ મૂળને તાવીજમાં ભરી અને ગળામાં અથવા તો ડાબા હાથ પર ધારણ કરી શકાય છે. આ મૂળ સાથે રાખી જે કામ કરશો તેમાં લાભ અને સફળતા પ્રાપ્ત થશે. આ તાવીજ પહેરનાર વ્યક્તિ સામે કોઈ જીતે શકે નહીં.

3. શંખપુષ્પીના મૂળને ઘસી અને તેનાથી તિલક કરવાથી વ્યક્તિત્વ આકર્ષક બને છે. 

4. શંખપુષ્પીના મૂળને ઘરના પૂજા સ્થાનમાં રાખી અને નિયમિત પૂજા કરવાથી ઘરમાં ધનની ખામી સર્જાશે નહીં. 

5. ગુરુવારના દિવસે આ મૂળના 108 ટુકડા કરી તેના પર હળદર લગાવી અને ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરતાં કરતાં તેને માતા પાર્વતીના ચરણોમાં ચઢાવવા. આ ઉપાયથી વિવાહમાં આવતી બાધા દૂર થાય છે. 

6. વિદ્યાર્થીઓએ સિદ્ધ કરેલું મૂળ સાથે રાખવું જોઈએ તેના અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. 

 from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

શંખપુષ્પીનું મૂળ દરિદ્રતા દૂર કરી ખોલશે સમૃદ્ધિના દ્વાર, અજમાવો આ ઉપાય એકવાર

Share Your Views In Comments Below