લોસ એંજલ્સ તા. 15 મે 2019 બુધવાર

અભિનેતા-નિર્દેશક મેલ ગિબ્સન અને અભિનેતા શિયા લા બિયૌૈફ બ્લેક કોમેડી ફિલ્મ રોથચાઇલ્ડમાં ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.

હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલ મુજબ ફિલ્ધ અને સ્ટાન એન્ડ ઓલી ફેમ ડાયરેક્ટર જોન એસ બૈર્ડ આ બ્લેક કોમેડીનું ડાયરેક્શન કરવાના છે. ફિલ્મની સ્ટોરી લાઇન એવી છે કે બેકેટ રોથચાઇલ્ડ (શિયા)ને એના કુટુંબીઓએ કાઢી મૂક્યો છે. શિયા એવી ચબરાકી ભરેલી યોજના ઘડે છે જેના દ્વારા એ પરિવારમાં પાછો ફરી શકે અને પોતાના હકો મેળવી શકે. એ માટે એણે પોતાના નવ સ્વજનોનો સામનો કરવાનો છે જે એને આ મિલકતમાં ભાગ પડાવતો અટકાવવા માગે છે. આ નવ જણમાં પરિવારના મોભી અને વિલન એવા વ્હાઇટ લૉ (મેલ ગિબન્સન)નો પણ સમાવેશ થાય છે.

આ બંને કલાકારોને સાઇન કરી લેવામાં આવ્યા હોવાનું આ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું.

from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

મેલ ગિબ્સન અને શિયા લા બિયૌફ રોથચાઇલ્ડમાં ચમકશે

Share Your Views In Comments Below