નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર

ગર્ભવસ્થાની શરૂઆતથી જ માતા પિતા અનેક તૈયારી કરે છે. તેમાંથી એક તૈયારી અને અગત્યનું કામ હોય છે બાળકનું નામ શું રાખવું તેના વિશે વિચારવું. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેના સંતાનનું નામ એકદમ અલગ, લેટેસ્ટ અને હટકે હોય. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ માતા પિતા નામની યાદી તૈયાર કરવા લાગે છે. તો આજે અહીં તમને એવી ટીપ્સ વિશે જાણકારી આપવામાં આવી છે જેને ફોલો કરી અને તમે પણ તમારા બાળકનું નામ સરળતાથી શોધી શકો છો.

અલગ નામ

બાળકનું નામ સૌથી અલગ હોય તેની સાથે એવું પણ હોવું જોઈએ જે બોલવામાં સરળ હોય અને અલગ લાગે. વધારે પડતા લેટેસ્ટ નામ રાખવાની ઘેલછામાં એવું નામ ન રાખી દેવું જોઈએ તેનો અર્થ પણ ન હોય અને બોલવામાં પણ મુશ્કેલ હોય. બાળકનું નામ વિચિત્ર હશે તો તે હાસ્યાસ્પદ બની જશે.

વિચાર કરો

એકવાર બાળકનું નામ રાખી દેવામાં આવે એટલે તે જીવનભર તેની સાથે રહે છે તેથી નામ રાખતા પહેલા સૌ વાર વિચારી લેવું જોઈએ. નામ રાખો ત્યારે બાળક નાનું હોય છે પરંતુ તે મોટું થાય પછી તેનું નામ તેની સાથે જ રહે છે. એટલે કોઈપણ નામ પસંદ કરો તો તેના વિશે બરાબર વિચાર કરી લેવો.

દીકરા, દીકરીના નામમાં અંતર

આજકાલ એવા નામ રાખવામાં આવે છે કે જેને સાંભળી વિચાર કરવો પડે કે તે દીકરાનું નામ છે કે દીકરીનું. દીકરા અને દીકરીના નામમાં કોઈ ખાસ ફરક રહ્યો નથી. આવા નામ રાખવાથી બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તેને સંકોચ અનુભવાય છે. એટલે એવા નામ રાખવા જે બાળકને શોભે.

ઘરનું નામ અને સાચું નામ

દરેક ઘરમાં બાળકને લાડકા નામથી જ બોલાવવામાં આવે છે. તેમનું સાચું નામ આ નામથી અલગ હોય છે. જ્યારે બાળક મોટું થાય છે તો આ લાકડું નામ તેના માટે સમસ્યા ન બની જાય તે ધ્યાન રાખવું. લાડકા નામથી લોકો બાળકની મસ્તી કરે તે વાજબી નથી. તેથી બાળકનું લાડકું નામ પણ સાચા નામ જેવું જ આપો.

સરળ નામ

નામ એવું રાખવું જે બોલવામાં સરળ હોય, કેટલાક બાળકોના નામ એવા હોય છે જે મોટી ઉંમરે તેમના માટે શરમજનક જણાય છે. વળી વડીલો સાથે તેના નામને જોડવાથી પણ તે વિચિત્ર લાગે છે. તેથી બાળકને સામાન્ય નામ આપવું જ યોગ્ય છે. 

સકારાત્મક અર્થ

ભારતમાં બાળકને એવું નામ આપવામાં આવે છે જેનો અર્થ હોય. આ અર્થ પણ સકારાત્મક હોય તે જરૂરી છે. બાળક પર તેના નામનો પણ પ્રભાવ હોય છે. તેના વ્યક્તિત્વ અને સ્વભાવ પર તેનું નામ અસર કરે છે. તેથી નામનો અર્થ ખાસ જાણવો.

આ ટીપ્સ ઉપરાંત એક ખાસ ટીપ્સ છે જે તમારા બાળકના નામની પસંદગી બરાબર છે કે નહીં તે જણાવી દેશે. તમે જ્યારે બાળકનું નામ પસંદ કરી લો ત્યારે તેને જોરથી બોલો, આ સમયે નામ જો સાંભળવામાં સારું લાગે તો તેને રાખો નહીં તો બીજું નામ શોધી લો. 
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

બાળકનું હટકે નામ રાખવું હોય તો ખાસ વાંચી લો આ ટીપ્સ

Share Your Views In Comments Below