મુંબઇ તા. 15 મે 2019 બુધવાર

ટચૂકડા પરદા (ટેલિવિઝન)ની સામ્રાજ્ઞાી હોવા ઉપરાંત ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પોતાનો સિક્કો જમાવનારી એકતા કપૂરે તાજેતરમાં પોતાની સફળતાનું રહસ્ય પ્રગટ કર્યું હતું.

રેઝર શાર્પ બિઝનેસ એક્યુમેન ધરાવતી એકતા વીતેલા દાયકાના સુપર સ્ટાર જમ્પીંગ જેક જિતેન્દ્ર અને શોભા કપૂરની પુત્રી છે. એણે કહ્યું કે મહત્ત્વાકાંક્ષી બની રહેવા કરતાં સતત વિકાસશીલ બનવામાં મજા છે. પ્રતિભાવાન લોકોને પારખીને તેમને વિવિધ કામની જવાબદારી સોંપી દો. ભૂલ થાય તો થવા દો પરંતુ કામ સતત થતું રહેવું જોઇએ. ભૂલને સુધારી લેવાશે. તમારો અહં વચ્ચે ન આવે એની તકેદારી રાખો. સારું કામ કરતાં હોય એમને બિરદાવતાં રહો અને એમને સ્વતંત્ર રીતે કામ કરવા દો. સફળતા તમારા કદમ ચૂમતી આવશે.

રસપ્રદ વાત એ છે કે એકતાએ કદી પોતાના સુપર સ્ટાર પિતાની મદદ લીધી નથી. એણે જાતે પોતાનો માર્ગ કંડાર્યો હતો અને કેડીમાંથી એને રાજમાર્ગ બનાવ્યો હતો. સતત કામ કામ ને કામ કરતાં રહીને એણે સફળતા હાંસલ કરી હતી. 

તાજેતરમાં એ વિશ્વના પાંચસો ટોચના સાહસિકો સાથે લીકેડ્લીન પર સહભાગી થઇ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

એકતા કપૂર જણાવે છે પોતાની અજોડ સફળતાનું રહસ્ય

Share Your Views In Comments Below