અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર

બદલતા વાતાવરણની અસરના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, ઈંફેકશન જેવી સમસ્યા વારંવાર થતી હોય છે. જો આ બીમારીઓથી બચવા માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી બીમારીઓથી બચવામાં લસણ અને મધ મદદ કરી શકે છે. આ બંને વસ્તુ દરેક ઘરના રસોડામાં મળી રહે છે. લસણ અને મધ બંનેમાં ઔષધિય ગુણ હોય છે. શરીરને ઊર્જાવાન અને યુવાન બનાવવાનું કામ પણ લસણ કરે છે. જો મધ અને લસણને મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ શરીરમાંથી જડમૂળમાંથી દૂર થઈ જાય છે. 

લસણ અને મધ એકસાથે ખાવાના લાભ

1. સાયનસની સમસ્યા જેને હોય તેણે લસણ અને મધને એકસાથે ખાવા જોઈએ. તેનાથી શરીરની અંદર ગરમી વધે છે અને રોગ નાબૂદ થાય છે.

2. ગળામાં ઈંફેકશન થવું સામાન્ય વાત છે પરંતુ આ ઈંફેકશનને દૂર કરવા માટે લસણ અને મધ સાથે ખાવા જોઈએ.

3. બાળકને ઝાડા થઈ જાય તો તેને થોડું લસણ અને મધ મિક્સ કરી ખવડાવવું. તેનાથી પેટની બીમારીઓ દૂર થાય છે. 

4. લસણ અને મધ એકસાથે ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ દૂર થાય છે. આ બંને વસ્તુ એકસાથે ખાવાથી રક્તસંચાર સુધરે છે. ધમનીઓમાં જો ચરબી જામી હોય તો તે પણ દૂર થાય છે.

5. શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે લસણ અને મધનું આ મિશ્રણ.

6. ફંગલ ઈંફેકશન હોય ત્યારે શરીર નબળું પડી જાય છે. તેવામાં લસણમાં મધ ઉમેરી ખાવાથી લાભ થાય છે. 

7. લસણ અને મધનું મિશ્રણ શરીરની અંદરની ગંદકી સાફ કરી શરીરને ડિટોક્સ કરે છે. 


 from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

લસણ અને મધ શરીરની અનેક બીમારીઓને ઝટપટ કરે છે દૂર, જાણી લો તમે પણ

ઘણાં રિસર્ચ એવું કહે છે કે જો વજન ઉતારવું હોયતો ડાયેટમાં વધુને વધુ પ્રોટીન લેવા જોઈએ. આવામાં પ્રશ્ન  એ થાય છે કે શું બ્રેકફાસ્ટમાં વધારે પ્રોટીન લેવાથી વજન ઘટશે? જવાબ છે હા, રિસર્ચ કહે છે કે ડાયેટમાં વધારે પ્રોટીન લેવાથી તમારું વજન ઘટે છે અને ભૂખ ઓછી લાગવાને લીધે ફેટ વધવાને બદલે મસલ્સ મજબુત થશે. પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી જલદી ભૂખ નથી લાગતી. પ્રોટીન તમને અંદરથી મજબુત બનાવીને તરોતાજા રાખે છે. વાત એમ છે કે પ્રોટીનવાળો ખોરાક ખાવાથી પેટની ચરબી ઘટવા લાગે છે. 


પ્રોટીનના બે પ્રકાર છે - મઠ્ઠા પ્રોટીન અને કેસીન પ્રોટીન. મઠ્ઠા પ્રોટીનમાં માંસપેશીઓના નિર્માણ માટે જરૂરી દરેક પ્રકારના એમીનો એસિડ હોય છે. બીજી તરફ કેસીન પ્રોટીનને પચાવવા માટે શરીરને વધારે વાર લાગે છે. પ્રોટીનના ઘણાં લાભ છે જેમકે માંસપેશીઓને તાકાત આપવી, હાડકાં મજબુત કરવા, ટીશ્યૂનું રિપેરિંગ, મેટાબોલિઝ્મમાં વધારો કરવો વગેરે. તેથી જ આપણાં ડાયેટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોવા જોઈએ. 

ગ્રીક દહી

સામાન્ય દહી કરતાં ગ્રીક દહી ઘટ્ટ હોય છે. તે સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર હોય છે. તમારે સાદા દહીને બદલે ડાયેટમાં ગ્રીક દહીનો સમાવેશ કરવો જોઈએ. ટેસ્ટમાટે તમે તેમાં મીઠું, અખરોટ કે મધ મિક્સ કરી શકો છો.

હાઈ પ્રોટીન ફૂડ છે દૂધ

માત્ર કેલ્શિયમ જ દૂધમાં ભરપૂર પ્રોટીન પણ હોય છે. દૂધ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનનું ઉત્કૃષ્ટ સ્ત્રોત હોય છે. સાથે જ દૂધ સાંજના નાસ્તા તરીકે બેસ્ટ ગણાય છે કારણ કે તેનાથી તમારું પેટ ભરાયેલું રહે છે. 


હાઈ પ્રોટીન ફૂડ છે નટ્સ અને કઠોળ

અખરોટ, બદામ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સને સાંજના નાસ્તામાં સ્થાન આપવું જોઈએ. જો તમારે વજન ઉતારવામાં મદદ કરતા ડ્રાયફ્રૂટ્સ હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે. જો કે તેમાં હાઈ કેલેરી હોવાથી તેનું પ્રમાણસર સેવન કરવું જરૂરી છે. from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

બ્રેકફાસ્ટમાં લો પ્રોટીન, ૧૫ દિવસમાં ઉતરશે વજન


અમદાવાદ, 22 મે 2019, બુધવાર

શરીરને ચુસ્ત અને ઠંડું રાખવા માટે નાળિયેર પાણી લાભકારી સાબિત થાય છે. ગરમીના દિવસોમાં નાળિયેર પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. નાળિયેર પાણી પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી. ઉનાળામાં જેમને બહાર ફરવાનું થતું હોય તેમણે નાળિયેર પાણી પીધા બાદ જ ઘરેથી નીકળવું જોઈએ. આમ કરવાથી લૂ લાગતી નથી. નાળિયેર પાણી પીવાથી શરીરનું ટેમ્પરેચર પણ ઠંડુ રહે છે. 

નાળિયેર પાણીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે શરીરને અંદરથી ઠંડક આપે છે. સાથે જ શરીરનું તાપમાન પણ એકસરખું જળવાઈ રહે છે. આ ઉપરાંત નાળિયેર પાણી એનર્જીનો સ્ત્રોત છે. જે લોકો નિયમિત વ્યાયામ કરતા હોય છે તેમણે નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં વ્યાયામ કર્યા બાદ નાળિયેર પાણી ખાસ પીવું તેનાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. 

નાળિયેર પાણીમાં કેલ્શિયમ, મૈગ્નેશીયમ અને પોટેશિયમનું પ્રમાણ સૌથી વધારે હોય છે. આ તત્વ શરીરમાં બ્લડ સર્કુલેશન વધારે છે. નાળિયેર પાણી ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંક છે જે શરીરને રિહાઈડ્રેટ કરે છે. જેમને ભોજન પચવામાં સમસ્યા થતી હોય તેમના માટે પણ નાળિયેર પાણી અતિ ગુણકારી છે. નાળિયેર પાણી પીવાથી પાચનક્રિયા બરાબર થાય છે. નાળિયેરમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટી હોય છે. 
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ઉનાળાનું અમૃત છે નાળિયેર પાણી, જાણો તેના ફાયદા વિશે


અમદાવાદ, 22 મે 2019, બુધવાર

પાદુકા એટલે કે લાકડાના ચપ્પલ, વૈદિક સમયથી પાદુકાને ધાર્મિક દ્રષ્ટિથી પૂજ્ય અને મહત્વની માનવામાં આવે છે. પરંતુ પાદુકા પહેરવાથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. પાદુકા સાથે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે. યજુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે પાદુકા પહેરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. એટલા માટે તો આપણા ઋષિ, મુનિ પાદુકા પહેરતા હતા. તો ચાલો આજે જાણો કે પાદુકા પહેરવાથી કેવા લાભ થાય છે. 

1. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કહે છે કે ઉપર હોય તે વસ્તુને જમીન પોતાની તરફ ખેંચે છે. આપણા શરીરની વાત કરીએ તો શરીરમાં જે વિદ્યુત તરંગ હોય છે તે જમીન તરફ ખેંચાતી હોય છે. પાદુકા પહેરવાથી શરીરની ઊર્જા શરીરમાં જ રહે છે. 

2. પાદુકા પહેરવાથી પગના તળીયાના સ્નાયૂઓ મજબૂત બને છે. 

3. પાદુકા પહેરવાથી શરીરનું સંતુલન બરાબર રહે છે અને જેના કારણે કરોડરજ્જુ પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે. 

4. પગમાં લાકડાની પાદુકા પહેરવાથી શરીરમાં રક્તસંચાર બરાબર રીતે થાય છે અને સકારાત્મક ઊર્જા વિકસિત થાય છે. 
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ધાર્મિક મહત્વ સિવાય પાદુકાથી થાય છે સ્વાસ્થ્યને પણ લાભ


દેહરાદૂન, 22 મે 2019, બુધવાર

કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે બદ્રીનાથ ધામ. ચારધામમાંથી એક એવું બદ્રીનાથ અહીં ઉગતા એક છોડ માટે વિશ્વપ્રસિદ્ધ થયું છે. આ છોડ વિશે સંશોધન કરી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. આ છોડ વિશે જાણવા વૈજ્ઞાનિકોએ રિસર્ચ પણ કરી છે જેમાં ચોંકાવનારા પરીણામ આવ્યા છે. આ છોડ છે તુલસીનો, વૈજ્ઞાનિકોએ રીસર્ચ કરી હતી કે ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તનના બદ્રીનાથના તુલસી પર શું અસર થાય છે. તેમાં વૈજ્ઞાનિકોને ચોંકાવનારા પરીણામ જોવા મળ્યા છે. 

આ રીસર્ચ બાદ જાણવા મળ્યું છે કે હજારો વર્ષો પહેલા હિમાલયના બરફથી આચ્છાદિત ઠંડા વાતાવરણમાં રહેતી તુલસી વધારે પ્રમાણમાં કાર્બન લેતી હતી અને તાપમાન વધવાથી તે બલવતી થઈ જતી હશે. ચારધામના દર્શન કરવા જતા ભક્તો અહીંથી પ્રસાદ તરીકે તુલસી લઈ જાય છે. અહીના લોકો તુલસીના છોડને નુકસાન પહોંચાડતા નથી. શ્રદ્ધાળુઓ પણ તેને પ્રસાદ તરીકે જ તોડે છે. આ તુલસીને બદરી તુલસી કહેવાય છે. આ ખાસ પ્રકારના તુલસી બદ્રીનાથ ધામમાં જ જોવા મળે છે. પુરાણોમાં તુલસીના ઔષધીય ગુણના પણ વખાણ કરવામાં આવ્યા છે. અહીં લોકો તુલસીની ચા પણ પીવે છે. પરંતુ જલવાયુ પરિવર્તનના કારણે અહીંની તુલસીમાં અન્ય ગુણ પણ ઉત્પન્ન થયા છે. 

વાતાવરણમાં થતા ફેરફારનો પ્રભાવ છોડ પર કેવો પડે છે તે જાણવા વૈજ્ઞાનિકોએ બદરી તુલસી પર ખાસ પરીક્ષણ કર્યુ હતું. આ પરીક્ષણમાં જાણવા મળ્યું કે આ તુલસીમાં જલવાયુ પરીવર્તનને સહન કરવાની અદ્ભૂત ક્ષમતા છે. આ પરીક્ષણ વન અનુસંધાન સંસ્થાનના ઈકોલોજી  વિભાગમાં થયું હતું. પરીક્ષણમાં જાણવા મળ્યું તે સામાન્ય તુલસી અને અન્ય છોડ કરતાં અહીંની તુલસીમાં કાર્બનને અવશોષિત કરવાની ક્ષમતા 12 ગણી વધારે છે. તાપમાન જ્યારે વધારે હોય છે ત્યારે આ પ્રમાણ 22 ટકાએ પહોંચી જાય છે અને તે છોડ 5થી 6 ફૂટ લાંબો થઈ જાય છે. આ છોડ છત્રી જેવો આકાર બનાવે છે જેથી તે વધારે કાર્બન ખેંચી શકે છે. 

ઉલ્લેખનીય છે કે આ તુલસી ચામડીના રોગ, ડાયાબિટીસ, ઘા, ખરતા વાળ, માથાનો દુખાવો, તાવ, કફ, ઉધરસ જેવી બીમારીઓમાં રાહત આપે છે. બદરી તુલસીમાં વાતાવરણમાં થતા પરીવર્તન સહન કરવાની અદ્ભુત ક્ષમતા છે અને રીસર્ચમાં સાબિત થયું છે કે તે વધારે કાર્બન ગ્રહણ કરી શકે છે અને તાપમાન વધે ત્યારે તેની ક્ષમતા પણ વધી જાય છે. 
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

બદ્રીનાથ ધામમાં થતો આ છોડ છે ચમત્કારી, વૈજ્ઞાનિકોએ પણ આશ્ચર્યમાં

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનં કહેવું છે કે શરીરમાં આયરનની કમી એ સૌથી મોટો ન્યુટ્રિશનલ ડિસઓર્ડર છે.


આયરનનું મહત્વ

આયરન અનેક પ્રકારના પ્રોટીન અને એન્જાઈમનો મહત્વનો ભાગ છે. તેથી જ તે શરીર માટે બહુ મહત્વના છે. 

લાભ

આયરનથી હીમોગ્લોબીન મૉલિક્યૂલ મળે છે. જે ફેફસામાંથી ઓક્સીજનને લઇને પેશીઓ સુધી અને પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઈડ લઇને ફેફસાસુધી પહોંચાડે છે. 

વધારે હોય તો થાય છે નુકસાન

જરૂરથી વધારે આયરન લેવાથી ઉલટી, લિવર કે કિડની ફેલ્યોર, આંતરડાને નુકસાન

જેવી તકલીફો થઈ શકે છે. 

ઓછું હોય તો શું થાય

આયનર કે લોહતત્વ ઓછા હોય તો શરીરમાં લોહી ઓછું થવા લાગે છે. તેમજ સરખી રીતે ઑક્સીજનનો સપ્લાય થઇ શકતો નથી. 


રોજે  કેટલો હોવો જોઈએ 

સ્ત્રીઓને ૩૦ મિગ્રા, પુરુષોને ૨૮ મિગ્રા જ્યારે સગર્ભા સ્ત્રીઓને ૩૮ મિગ્રાની જરૂર હોય છે.

શેમાંથી મળે 

બીન્સ, વિવિધ દાળ, મશરૂમ, પાલક અને લીલાં શાકભાજી

ઉણપના લક્ષણો

સતત થાક લાગવો, નબળાઈ, સુસ્તી, એકાગ્રતાનો અભાવ, રોગ પ્રતિકારક શક્તિ ઘટવી, વાળ ખરવા, ઉંઘ ના આવવી, નબળા નખ અને ડિપ્રેશન વગેરે આરનની કમીના લક્ષણ છેfrom Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ન્યૂટ્રિશનની ગંભીર સમસ્યા એટલે આયરનની કમી

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો વધારે થાય છે. જેના લીધે એમને અનેક તકલીફોનો સામનો પણ કરવો પડે છે. જો કે તેમને હોમિયોપેથી વધારે મદદરૂપ થઈ શકે છે. અહીં આવી જ કેટલીક દવાઓની વાત કરવામાં આવી છે. 


મેનોરેજિયા

ઇમ્યૂનિટી નબળી થવાથી જો કોઇ પ્રકારનો ચેપ લાગીને માસિકને અસર કરે તો સ્ત્રીઓને વધુ પડતો રક્તસ્ત્રાવ થવો સામાન્ય વાત છે. જેનું કારણ પેલ્વિક ઇન્ફ્લામેન્ટ્રી ડિસઓર્ડર ( પીઆઈડી) પણ થઇ શકે છે. ફેરીનોસા, બોરેક્સ, કૉલોફાઈલમ જેવી દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે.

સ્કેન્ટી મેન્સ્ટ્રુએશન 

ક્રોનિક બીમારીએ જેવી કે ટાઈફોઇડ, ટીબીને લીધે લોહીનું કમી થવાથી કેટલીક મહિલાઓને માસિક વખતે સામાન્ય કરતાં ઓછું કે વધારે માસિક આવે છે. જેના લીધે ભવિષ્યમાં વિવિધ બીમારીઓ થઇ શકે છે. આને સ્કેન્ટી મેન્સ્ટ્રુએશન સ્થિતિ કહેવાય છે. જેમાં ફેરમમૈટ, સીપિયા, નૈટ્રમ મ્યૂર જેવી દવાઓથી સારવાર થાય છે.

ડિસમેનોરિયા

કેટલીક સ્ત્રીઓને માસિક વખતે પેટના નીચેના ભાગમાં વધારે દુખાવો થાય છે. માનસિક તાણ લેવાથી, શારીરિક અને માનસિક નબળાઈ અને ખાણીપીણીમાં અસંતુલનને લીધે પણ આવું થઇ શકે છે. આવામાં એકોનાઇટ, બેલાડોના, અબ્રોમા, એપિસ. પલ્સેટિલ દવા આપવામાં આવે છે. 

અનિયમિતતા

જેમને માસિકમાં વધુ કે ઓછા અથવા તો અનિયમિત રક્તસ્ત્રાવની તકલીફ હોય તેમને કૈલ્કેરિયા, ફૉસ, કૈલ્કેરિયા કાર્બ, અલુમિના જેવી દવાઓ આપવામાં આવે છે. 

લ્યૂકેરિયા ઇન્ફેટાઈલ 

૬થી ૧૨ વર્ષની છોકરીઓમાં પેટમાં કીડા પડી જવાને લીધે સફેદ ડિસ્ચાર્જની તકલીફ જોવા મળે છે. જેના લીધે નબળાઈ પણ આવી જાય છે. આવામાં કૈલ્કેરિયા કાર્બ, આયોડમ, સિપિયાથી સારવાર થાય છે.

મેનોપોઝ

૪૦-૪૫ વર્ષ પછી મહિલાઓનું માસિક બંધ થવા લાગે છે, જેને મેનોપોઝ કહેવાય છે.. આવામાં તેમની માનસિક અને શારીરિક સ્થિતિમાં પણ ફેરફાર થાય છે. આ વખતે ગ્લોનાઈલ, કૈક્ટસ, સલ્ફર, નૈટ્રમ અને મ્યૂર વગેરે આપવામાં આવે છે. 

ખાસ સુચના- આ તમામ દવાઓ અકસીર છે પરંતુ ડૉક્ટરની સલાહ વિના તેનું સેવન ના કરવું કારણકે દર્દીની પ્રકૃતિ અને રોગના ચિહનોને આધારે કઇ દવા આપવી તે નક્કી કરવામાં આવે છે. 
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

સ્ત્રીઓની સારવાર માટે અકસીર છે આ દવાઓ


નવી દિલ્હી, 20 મે 2019, સોમવાર

માથાનો દુખાવો સામાન્ય સમસ્યા છે અને 80થી 90 ટકા લોકોને પોતાના જીવનમાં એકવાર તો માથાનો દુખાવો થયો જ હોય છે. આમાંથી મોટાભાગના લોકોને તો સામાન્ય માથાનો દુખાવો જ હોય છે જ્યારે કેટલાકને માથાનો દુખાવો માઈગ્રેનના કારણે થતો હોય છે. આ દુખાવાના લક્ષણ જાણી નિષ્ણાંત પાસે ચેકઅપ કરાવી લેવું જોઈએ. જેમને માઈગ્રેનનો દુખાવો હોય છે તેમણે માથાના દુખાવાની દવા ખાવી જ પડે છે. જો કે આ દવાઓ નિયમિત રીતે ખાવી પણ સ્વાસ્થ્ય માટે જોખમી  છે.  નિષ્ણાંતો અનુસાર માઈગ્રેનની સમસ્યાને જીવનશૈલી બદલીને સરળતાથી દૂર કરી શકાય છે. 

ન્યૂરોલોજિસ્ટ અનુસાર 100 દર્દીઓમાં લગભગ 80થી 85 દર્દી માઈગ્રેનથી પીડિત હોય છે. માઈગ્રેન એક પ્રકારનો વિકાર છે. આ દુખાવામાં માથાના એક ભાગમાં તીવ્ર દુખાવો થાય છે. સામાન્ય રીતે લોકો માથાના દુખાવાને ગેસ, એસિડિટી સાથે જોડે. કારણ કે વધારે પડતા કિસ્સામાં માઈગ્રેનના દર્દીને ઉલટી થવી, પેટ ભારે થવું જેવા લક્ષણો અનુભવાય છે. આ ઉપરાંત ક્યારેક દર્દીને ગેસ અને એસિડિટી થયાની ગેરસમજ પણ થાય છે. 

માઈગ્રેનના દર્દી નિષ્ણાંતની સલાહ વિના જ પેનકિલર લેતા હોય છે. આ દવાઓ નિયમિત લેવાથી કિડની અને હૃદય પર પ્રભાવ પડે છે. આ દવાઓ માત્ર માથાનો દુખાવો થોડા સમય માટે અટકાવે છે. માથામાં માઈગ્રેનનો દુખાવો છે, કોઈ ટ્યૂમરના કારણે કે અન્ય પ્રકારના સોજાના કારણે દુખાવો છે તે દવાઓ ખાવાથી ખ્યાલ પણ આવતો નથી. પેનકીલર તમારી તકલીફને દબાવે છે તેને દૂર કરતી નથી. જો તમે 2થી 3 વાર પેનકીલર લીધી હોય અને ત્યારબાદ બીમારી બરાબર થાય નહીં તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. લાંબા સમય સુધી દવાઓ લેવાથી શરીર પર ખરાબ પ્રભાવ પડે છે. 
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

માઈગ્રેન હોય તો નિયમિત દવા લેવાનું ટાળવું છે જરૂરી, જાણો શું છે કારણ

ઉનાળામાં આકરા તડકાને લીધે પરસેવો વધારે આવે છે. જેનાથી વયસ્કોના શરીરમાં પાણીની જરૂરીયાત આશરે ૫૦૦ મિલિલીટર જેટલી વધી જાય છે. સાથે જ આ સીઝનમાં શરીરની સાથે જ સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, થોડી લાપરવાહીથી તમે બીમાર થઇ શકો છો. આ સીઝનમાં લૂ લાગવી એક સામાન્ય બીમારી છે. એ જ રીતે થાક લાગવા અને હીટ સ્ટ્રોકના બનાવો પણ વધારે થાય છે.


વાત એમ છે કે ઉનાળામાં વધારે પરસેવો આવવાથી મૂત્ર અને લાળના રૂપમાં તરલ પદાર્થો તથા ઇલેક્ટ્રોલાઇટસને કુદરતી નુકસાન થાય છે. જેનાથી ડીહાઈડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટસનું તીવ્ર અસંતુલન થઇ શકે છે. 

ઉનાળામાં વધારે તડકામાં રહેવાથી, શારીરિક શ્રમ, ઉપવાસ, તીખો ખોરાક કે કેટલીક દવાઓને લીધે તેમજ કેટલાક ચેપને લીધે શરીરમાં નિર્જલીકરણ ગમે ત્યારે થવા લાગે છે. જેને સાદી ભાષામાં સોસ પડવો કહીએ છીએ. આમ થવાથી થાક લાગવો, ચક્કર આવવા, માથામાં દુખાવો, પીળા રંગનો પેશાબ થવો અને ચીડચીડીયાપણું થવા લાગે છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સીઝનમાં ટાઇફોઇડ, કમળો અને ઝાડા પણ થઇ શકે છે. જેનું મુખ્ય કારણ પૂરતા પ્રમાણમાં પાણી ના પીવું અને ખરાબ ભોજન, દૂષિત પાણી અને ચોખ્ખાઈ ના રાખવી વગેરે છે. from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ધોમધખતા તાપમાં લૂ થી બચવા કરો આ ઉપાય

મશરૂમ થોડા મોંઘા હોય છે પણ સ્વાસ્થ્ય માટે એટલા લાભદાયી પણ હોય છે. તેથી જ ઘણીવખત ડૉક્ટર્સ  પણ મશરૂમનું શાક ખાવાની સલાહ આપે છે. તેમાં લાઈસિન નામના એમિનો એસિડ વધારે હોય છે, જે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે.

 

ડાયાબિટીઝના દર્દીઓને મશરૂમથી ખાસ્સો લાભ થાય છે. તેમાં વિટામિન, મિનરલ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ ફેટ, કાર્બોહાઈડ્રેટ અને શુગરનું પ્રમાણ ના બરાબર હોય છે. તેથી જ ડાયાબિટીસવાળા લોકો મશરૂમ ખાય તો તેમને વધારે લાભ થાય છે. 

એ જ રીતે જેમનામાં હીમોગ્લોબિન બહુ ઓછુ હોય તેમને પણ મશરૂમથી લાભ થાય છે. તેમાં લોહ તત્વ એટલે કે આયરન હોય છે જે હીમોગ્લોબીનનું સ્તર સુધારે છે. બીપીની તકલીફ હોય તેવા લોકો મશરૂમનું સેવન કરીને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકે છે.  એટલું જ નહીં કબજિયાત અને એસિડિટી જેવી પેટની તકલીફોથી મુક્તિ મળે છે. વજન ઘટાડવા ઇચ્છતા લોકોને પણ મશરૂમથી ફાયદો થાય છે. 
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

મશરૂમ ખાઓ બીમારી ભગાવો, જાણો તેના ફાયદા