જ્યારે તમારા નામથી કોઇ લોટરી લાગી જાય ત્યારે તમારી ખુશીનું કોઇ ઠેકાણું રહેતું નથી. ઘણાં લોકો લોટરીથી કરોડપતિ બનવાના સપના જોવે છે, પરંતું દુબઈમાં ડ્રાઇવરનું કામ કરી રહ્યો એક ભારતીયનું આ સપનું સાચું થઇ ગયું છે. દુબઈમાં રહેનાર જોન વર્ગિસને લગભગ આ વાતનો અંદાજો પણ નહીં હોય કે તે રાતોરાત કરોડપતિ બની જશે.

જોન વર્ગિસની 12 મિલિયન દિરહમ (લગભગ 21 કરોડ રૂપિયા)ની લોટરી લાગી છે. જોન વર્ગિસ કેરળનો રહેનારો છે. વર્ષ 2016માં તે દુબઈ આવ્યો હતો. તે ત્યારથી જ અહીં એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઇવરનું કામ કરી રહ્યો છે. દુબઈ એયરપોર્ટ ઉપર મંગળવારે આ લોટરી નીકળી હતી.


લોટરી જીત્યા પછી જોનની ખુશીનું કોઇ ઠેકાણું રહ્યું નહીં. જોને કહ્યું કે જ્યારે તેને જાણવા મળ્યું ત્યારે તેને આ બાબતનો વિશ્વાસ થયો નહીં કે તે આટલાં બધા રૂપિયા જીતી ગયો છે. તેણે કહ્યું કે હાલમાં જ એપ્રિલ ફૂલ ગયું છે તો મિત્રો મળીને તેની ફિરકી લઇ રહ્યા છે. જોનની પાસે તેના સંબંધિત એક ફોન પણ આવ્યો હતો ત્યારે પણ તેને મજાક લાગ્યો. જોને જણાવ્યું કે અત્યારે તે એક સામાન્ય ફોન વાપરી રહ્યો છે સૌથી પહેલાં તે એક સ્માર્ટ ફોન લેશે. તે આ રૂપિયા પોતાના ચાર મિત્રોમાં વહેંચશે.

જોન આ રૂપિયાને પોતાના પરિવાર ઉપર ખર્ચ કરવા માંગે છે. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તે ઇચ્છે છે કે આ રૂપિયા તે પોતાના બાળકોના અભ્યાસમાં ખર્ચ કરે. જોનનું કહેવું છે કે તે આ રૂપિયાને પોતાના ખાસ મિત્રો અને જરૂરિયાતમંદ લોકોમાં પણ વહેંચશે. લોટરી સંબંધિત દરેક કાગળિયા તેને મળી ગયાં છે.

source: divyabhaskar.co.in

દુબઈમાં આ ભારતીયની રાતોરાત ચમકી કિસ્મત, 1 ઝાટકે બની ગયો કરોડપતિ


સામાન્ય રીતે જ્યારે આપણે ઝડપી ગતિથી દોડતી કારમાં બેઠાં હોઈએ છીએ ત્યારે આપણાં હૃદયના ધબકારા પણ વધી જતાં હોય છે. જેનો માત્ર આપણે અનુભવ જ કરી શકીએ છીએ. પરંતુ હવે એવી કાર ડિઝાઈન કરવામાં આવી છે જે હૃદયના ધબકારાંને કારમાં રહેલી સ્ક્રીન પર દર્શાવશે.

આ કારનું નામ લેક્સસ છે. લેક્સસ વિશ્વની પ્રથમ એવી કાર છે જે ડ્રાયવરના હૃદયના ધબકારા કારની બોડી પર દર્શાવશે. જેવી રીતે મ્યૂઝીક સિસ્ટમ શરૂ કરીએ ત્યારે સ્ક્રીન પર બીટ રેન્જ નજરે પડે તેવી જ રીતે આ કારમાં જોવા મળશે.

કાર કેવી રીતે હૃદયના ધબકારા માપશે

આરસીએફ કૂફ નામે ઓળખાનારી કારની બોડી પર ઈલેક્ટ્રો લ્યુમિનિસેન્ટ પેઈન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાર પર લગાવવામાં આવેલા વિશેષ પેઈન્ટને અમેરિકાના સ્પેશિયાલિસ્ટ લ્યુમિનરે બનાવ્યો છે. જે ડેટા મળતાં જ તેનું કામ શરૂ કરી દેશ અને કારની બોડી એક અલગ રીતે ચમકવા લાગશે. ધબકારાની ગતિના આધારે કારનો કલર વધ ઘટ થશે. જેના માટે ડ્રાઈવરે એક કાર ચલાવતી વખતે તેના શરીર પર એક સેન્સર ફરજિયાત લગાવવું પડશે. આ સેન્સર તેના હૃદયના ધબકારા માપીને બાયોમેટ્રિક ડેટા દ્વારા કારમાં લગાવવામાં આવેલા વિશેષ બોર્ડ પર દર્શાવશે.

કારનો કોન્સેપ્ટ કોણે ડેવલપ કર્યો

લેક્સસ ઓસ્ટ્રેલિયા અને ક્રિએટીવ એજન્સી એમ એન્ડ સી સાચી દ્વારા ડેવલપ કરવામાં આવેલા ઓ કોન્સેપ્ટમાં અનેક પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી ડ્રાઈવરના હૃદયના ધબકારાંની ગતિ માપી શકાશે.

કાર સંપૂર્ણ તૈયાર થતાં છ મહિના લાગશે

એક અહેવાલ મુજબ કારને સંપૂર્ણ રીતે તૈયાર થતાં હજુ પણ છ મહિના જેટલો સમય લાગશે. કંપનીએ કારનું આ વિશેષ ઉપકરણ કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવવા માટે ત્રણ પ્રોફેશનલ ડ્રાયવર રાખ્યા છે.

source: divyabhaskar.co.in

વિશ્વની સૌથી અનોખી કાર, જે હૃદયના ધબકારા દર્શાવે છે!


મહત્તમ રિટેલ કિંમત (એમઆરપી)થી વધારે પર સામાન વેચનારાઓ પર સરકાર વધુ સખત પગલા ભરવાની તૈયારીમા છે. વધતી ફરીયાદોને લઇ હાલમાં જ એક મિટિંગ યોજાઇ હતી. જેમા આવુ કરનારાઓ પર વધારે દંડ અને સજાનો સમય વધારવા પર વિચાર કરવામાં આવ્યો છે. જો ગ્રાહક મંત્રાલયે આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો તો એમઆરપીથી વધારે કિંમત પર સામાન વેચનાર પર પાંચ લાખ રૂપિયાનો દંડ અને તેમને બે વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે.

ખબરો અનુસાર, ગ્રાહક મંત્રાલય પાસેથી દરેક રાજ્યનાં દુકાનદારોની આવી ફરીયાદો આવતી રહે છે. એક અધિકારી અનુસાર, 1 જુલાઇ 2017 થી 22 માર્ચ 20187 સુધીમા 636થી વધારે ફરીયાદો મળી ચૂકી છે. આવામાં મંત્રાલય તરફથી વધારે સજા આપવા પર વિચાર કરવામાં આવ્યો છે. તૈયાર પ્રસ્તાવને પાસ કરાવવા માટે લીટલ મેટ્રોલોજી એક્ટની કલમ 36મા સંશોધન કરવું પડશે.

એમઆરપીથી વધારે પર સામાન વેચાણ કરનારાઓ પર હાલમાં વધુમા વધુ 1 લાખ રૂપિયાના દંડનું પ્રાવધાન છે. જોકે, પ્રથમ ભૂલ પર 25000 રૂપિયાનો દંડ છે, જેને વધારીને 1 લાખ રૂપિયા કરવાનો વિચાર છે. બીજી ભૂલ પર હાલમાં 50 હજાર લેવામાં આવે છે, જેને વધારીને 2.5 લાખ કરવાની વાત છે. ત્રીજી ભૂલ પર હાલમાં 1 લાખ રૂપિયાનો દંડ છે, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવાનો વિચાર છે.

આ સાથે જ સજાને પણ વધારવામા આવી શકે છે. હાલમાં 1 વર્ષની સજાનો નિયમ છે. પ્રસ્તાવમા તેને 1.5 વર્ષથી 2 વર્ષ કરવાની વાત કરવામાં આવી છે. મંત્રાલયને સૌથી વધુ ફરીયાદો મહારાષ્ટ્ર્ અને ઉત્તરપ્રદેશથી મળી છે.

કેવી રીતે કરશો ફરીયાદ
એમઆપીથી વધારે રૂપિયાની લેનારની ફરીયાદ 1800-11-4000 (ટોલ ફ્રી) પર નોંધાય છે. +918130009809 પર એસએમએસ કરીને પણ આવું કરી શકાય છે. મંત્રઆલયની વેબસાઇટ consumerhelpline.gov.inની મદદ પણ લઇ શકાય છે.

source: sandesh.com

ગ્રાહકો સાવધાન! MRP કરતા વધુ ભાવ વસૂલવામા આવે તો આ છે દંડની જોગવાઇ


જ્યાં 100-200 રૂપિયા માટે લોકો એકબીજાને નીચું બતાવવા અને માર મારતા કદાચ જ અચકાતા હોય ત્યાં 80 હજારની વાત હોય તો કોઈ શંકાની વાત નથી. પરંતુ મુંબઈના એક ઓટો ચાલકની ઈમાનદારી વખાણવા લાયક છે જેણે આ વાતને એકદમ ખોટી સાબિત કરી દીધી. તેમની રીક્ષામાં થોડા દિવસ પહેલા નોટોથી ભરેલી બેગ ભૂલીને પેસેન્જર ઉતરી ગયું પરંતુ રિક્ષા ચાલકે એ પૈસા પોતાના પાસે રાખવાના બદલે તેના માલિક સુધી પહોંચાડીને એ સાબિત કરી દીધું કે આ જમાનામાં પણ ક્યાંકને ક્યાંક સત્ય અને પ્રામાણિકતા યથાવત રહી છે.

મુંબઈમાં ઓટો ચલાવનાર અમિત ગુપ્તા ઈચ્છતા તો તેમને મળેલા 80 હજાર રૂપિયા પોતાની પાસે રાખીને દેવું ચૂકવી શકતા હતા, પરંતુ એવું કરવાના બદલે તેમણે નોટોની બેગ તેના માલિક સુધી પહોંચાડવાને પોતાની ફરજ માની. આ પર્સ ચેમ્બૂરમાં અરુણોદય ઈંગ્લિશ સ્કૂલ ચલાવનારી સરલા નંબૂદિરીનું હતું. તેમણે જણાવ્યું કે, બે મહિના પહેલા 21 ડિસેમ્બરના રોજ તેમણે રીક્ષા કરી હતી અને તેમાંથી ઉતરતી વખતે પોતાની બેગ રીક્ષામાં જ ભૂલી ગયા.

Image: Times Of India

રીક્ષામાંથી ઉતર્યા બાદ જ્યારે સરલાને બેગ યાદ આવી તો તે હેરાન પરેશાન થઈ ગઈ કારણ કે, બેગમાં 80 હજાર રૂપિયા સિવાય ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિગ લાયસન્સ, પાન કાર્ડ, ગાડીનાં ડોક્યુમેન્ટ્સ, બે મોબાઈલ ફોન સાથે ઘર અને લોકરની ચાવીઓ પણ હતી.

સરલાએ જણાવ્યું કે, મને ખબર નથી પડતી કે હું શું કરું? હું શાળાએ ગઈ અને પટ્ટાવાળાને કહ્યું કે, તે રીક્ષાવાળાને શોધે. એક પટ્ટાવાળીએ જાણ્યું કે, એ રીક્ષા ચાલકનું નામ અમિત ગુપ્તા છે. આ દરમિયાન ઓટો ચાલક અમિત ગુપ્તા જાતે જ બેગ પછી આપવા માટે સરલા પાસે સ્કૂલ આવ્યો.

ત્યારબાદ સરલા અમિતનો આભાર વ્યક્ત કરવા માંગતી હતી એટલા માટે અમિતના પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિને જોતા તેના બાળકોને ફ્રિમાં શિક્ષણ આપવાની જવાબદારી ઉઠાવી અને ઈનામ રૂપે 10 હજાર રૂપિયા અમિતને આપ્યા.

source: divyabhaskar.co.in

રીક્ષાચાલકે બાળકો માટે આજીવન FREEમાં ભણતરની કરી કમાણી, જાણો કેવી રીતે


ગર્ભવતી મહિલાઓની ગેરકાયદેસર સોનોગ્રાફી કરનારા ડોક્ટરો અને દલાલોના રેકેટનો પર્દાફાશ કરવા માટે મહિલાઓ આગળ આવી રહી છે. પીસીપીએનડીપીની કાર્યવાહીમાં ગર્ભવતી મહિલાઓ દલાલો અને ગેરકાયદેસર સોનોગ્રાફી કરનારા ડોક્ટરોનો સામનો કરી તેમને જેલ સુધી પહોંચાડી રહી છે. રાજસ્થાનમાં ગત વર્ષે સૌથી વધુ 42 એવાં ઓપરેશન કરાયાં. તેમાં ગર્ભવતી મહિલાઓ પીસીપીએનડીટીની ટીમના માધ્યમથી સોનોગ્રાફી સેન્ટર્સ પર ગર્ભના લિંગની તપાસ કરાવવા પહોંચી અને જાળ રચીને આવા રેકેટનો પર્દાફાશ કર્યો.

રાજ્યમાં પીસીપીએનડીટી સેલના વડા સિનિયર આઈએએસ નવીન જૈન કહે છે કે ડિકોય મહિલા વિના કાર્યવાહી શક્ય જ નથી. આ પ્રકારની કાર્યવાહીનું જ પરિણામ છે કે રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં સેક્સ રેશિયામાં અભૂતપૂર્વ સુધારો થયો છે. 2011માં અહીં 1000 છોકરાની તુલનાએ ફક્ત 837 છોકરીઓ હતી પરંતુ હવે પ્રતિ હજાર છોકરીઓની સંખ્યા વધીને 955 થઇ છે. એટલે મોદીએ રાજસ્થાનના ઝુંઝુનુથી 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનની શરૂઆત કરી છે. જાણીએ એવી મહિલાઓ વિશે જે પીસીપીએનડીટી સ્પેશિયલ ટીમ સાથે એવાં સ્થળોએ ગઈ જ્યાં જીવને જોખમ હતું પરંતુ તે ગભરાઈ નહીં અને કાર્યવાહી પૂરી થવા સુધી પીછેહઠ ના કરી.

સુનીતા રાઠોડ
દલાલ આગરા લઈ ગયો, સંતાઇને લોકેશન જણાવ્યું 
મળો બુંદીની સુનીતા રાઠોડ(28)ને. 2017માં તે બે અલગ અલગ કાર્યવાહીમાં પીસીપીએનડીટી સેલ સાથે નકલી ગ્રાહક બનીને ગઈ. એકવાર તો તેના જીવને જોખમ જોઈને ટીમ પણ ગભરાઈ ગઈ હતી. બુંદીના પીસીપીએનડીટી કોર્ડિનેટર રાજીવ લોચન જણાવે છે કે અમે દૌસા જિલ્લાના એક દલાલ મારફતે કાર્યવાહી કરવાના હતા. અમે સુનીતાને સાથે લઈ ગયા. દલાલ અમને લિંગ પરીક્ષણ માટે આગરા લઈ ગયો. ત્યાંથી લગભગ 100 કિમી દૂર ફિરોજાબાદ લઈ ગયો. શંકા થઈ તો દલાલે સુનીતાને એકલી જ સાથે લઈ લીધી અને અલગ અલગ ગાડીઓ બદલી ફરતો રહ્યો. લગભગ 3 કલાક સુધી તેને લોકેશન ના મળ્યું. આખી ટીમ ધ્રૂજી ગઈ, કેમ કે ડમી દર્દી મહિલાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા હોય છે. બાદમાં હેમખેમ સુનીતાએ તકનો લાભ લઈ લોકેશન જણાવ્યું અને અમે પહોંચી ગયા અને મામલો સુરક્ષિત રીતે સંભાળી લીધો ત્યારબાદ દલાલની ધરપકડ કરી.

સીમા રાઠોડ 
મુસાફરીમાં તબિયત લથડી, તેમ છતાં કહ્યું કાર્યવાહી કરીને પરત ફરીશ 
દેઈ ક્ષેત્રની સીમા રાઠોડ પણ એક કાર્યવાહીમાં ડમી દર્દી બની. કાર્યવાહી માટે સીમાને બુંદીથી ગુજરાત લઈને જવું પડ્યું. રસ્તામાં વોમિટિંગ શરૂ થઈ ગયું. અમને લાગ્યું કે હવે કાર્યવાહી નહીં થઈ શકે. અધિકારીઓએ કાર્યવાહી ડ્રોપ કરી મહિલાને પરત ઘરે પહોંચાડવાની વાત કહી પરંતુ સીમાએ પીછેહઠ ના કરી. ગુજરાતના મોડાસામાં તેની મદદથી એક રજિસ્ટર્ડ ડોક્ટરની ધરપકડ કરી. તેને પણ પહેલાથી જ દીકરી હતી અને લિંગ પરીક્ષણમાં પણ દીકરી જ બતાવી જેણે બાદમાં જન્મ આપ્યો.
આ હોંગકોંગનું મોન્ટેન મેન્શન' એપાર્ટમેન્ટ છે.

ડોલી કંવર 
2 કાર્યવાહીમાં 3 દલાલ, 2 ડોક્ટરોને પકડાવ્યા 
લાખેરીની વતની છે ડોલી કંવર. ફેબ્રુઆરી 2017માં બે કાર્યવાહીમાં જઇ ચૂકી છે. ડોલી ખુદ હાર્ટ પેશન્ટ છે અને ગર્ભવતી થયા બાદ અનેકવાર શ્વાસમાં તકલીફ થઇ છે. પરંતુ પીસીપીએનડીટી ટીમને જ્યારે તેમની જરૂર હતી તો તેમણે ક્યારેય ઈનકાર ના કર્યો. બાંસવાડા અને અલવરમાં તેમની મદદથી બે સફળ ઓપરેશન થયા જેમાં બે ડોક્ટર તથા ત્રણ દલાલની ધરપકડ કરાઈ.

source: divyabhaskar.com

ગર્ભપાત કૌભાંડ પકડાવવા માટે પોતાનો ગર્ભ ખતરામાં નાખ્યો


વીડિયોકોન ગ્રુપનાં ચેરમેન વેણુગોપાલ ધુતે પોતાની કંપનીઓ પર 20,000 કરોડ રૂપિયાના દેવાનાં કારણે બેન્કની તપાસમાં બચવા માટે દેશ છોડવાની ખબરને તેમણે પાયાવિહોણી ગણઆવી છે. આ ખબર પર વેણુગોપાલે કહ્યું,”હું ભારતમાં જ છું અને ભારત બહાર જવાનો મારો કોઇ ઇરાદો નથી. હું અહિંયા ખુબ જ ખુશ છું અને ગત પાંચ વર્ષોથી હું ભારત બહાર નથી ગયો.”

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ જાન્યુઆરીનાં પ્રથમ અઠવાડિયામાં વિડિયોકોન ઇન્ડસ્ટ્રીને બેન્કરપ્સી કોર્ટમાં મોકલવાની વાત કહી હતી. જેનું કારણ કંપનીના દેવાનો મામલો 31 ડસેમ્બર સુધીમાં યોગ્ય પગલા નહી લેવામાં બેન્કની નાકામી હતી.


ધુતે ઇડીને જણાવ્યું કે, તેઓ લેન્ડર્સની રકમની ચૂકવમી કરવા માટે યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું,”હું બેન્કોની બાકી રકમનો પ્રત્યેક રૂપિયો ચૂકવવાનો પ્રયત્ન કરીશ.”

ધૂતે બાકી રકમની ચૂકવણી માટે સારા અભિપ્રાયો માટે ફાઇનાન્શીઇલ એક્સપર્ટની ટીમ હાયર કરી છે. આ વિકલ્પોમાં કંપનીની સંપત્તિનું વેચાણ પણ ચાલુ છે. કંપનીની જાણકારી રાખનારાઓ એક્સિક્યૂટિવે જણાવ્યું કે, વીડિયોકોન ગ્રુપ પોતાના પોતાના ઓઇલ બિઝનેસને વેચીને દેવાની ભરપાઇ કરવાનો પ્રયત્ન કરી શકે છે. જો ઓઇલીની કિંમતમાં તેજી આવશે તો દેવું ભરપાઇ કરવામાં સરળતા રહેશે.

વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2015માં બ્રાઝીલમાં ઓઇલની સંપત્તિને મેનેજ કરવા માટે ભારત ઓસ્ટ્રોલિયા કોર્પ (BPCL)ની યૂનિટ સાથે IBV બ્રાઝીલ પેટ્રોલિઓ નામનો એક જોઇન્ટ વેંચર બનાવ્યો હતો. જેમા વીડિયોકોન અને BPCL ની યૂનિટની પ્રત્યેકની 20 ટકા અને બ્રાઝીલની પેટ્રોબાસની 60 ટકા ભાગીદારી છે.


વીડિયોકોન પર લેન્ડર્સની 20,000 કરોડ રૂપિયાની રકમનું દેવુ છે જેમા એસબીઆઇની બાકી રકમ 3,900 કરોડ રૂપિયા છે.

source: sandesh.com

વીડિયોકોનના ચેરમેને વિદેશ ભાગી જવા અંગે આપ્યો કંઇક આવો જવાબ


મધ્યપ્રદેશના છત્તીસગઢમાં આવેલા બેલાદુલા ગામના એક પરિવારે લગ્નની કંકોત્રીમાં એક એવી લાઇન છપાવી કે લગ્નની કંકોત્રી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ મામલો જાંજગીરનો છે જેમાં વરરાજાએ પોતે જ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા માટે લગ્નની કંકોત્રીનો સહારો લીધો.

બેલાદુલા ગામના રહેવાસી રામકુમાર મનહરે પોતાના લગ્નની કંકોત્રી પર કંઇક એવુ લખાવ્યું, જેના કારણે આ કંકોત્રી હાલ ચર્ચાનો વિષય છે. રાજકુમાર મનહરે કાર્ડ પર પોતાની અને પોતાની થનાર પત્નીની જન્મ તારીખ પણ કંકોત્રીમાં છપાવી છે જેના કારણે તે સ્પષ્ટ થઇ શકે કે બંને પખ્ત છે. પરંતુ આ કંકોત્રી ચર્ચામાં છે તે પાછળનું કારણ બીજુ છે. રાજકુમારો કંકોત્રી પર કમળના ફૂલનું ચિત્ર છપાવી તેના પર લખાવ્યું કે 'અમારી ભૂલ, કમળનું ફૂલ'


રાજકુમારે આ લાઇન છપાવવા બદલ દલીલ કરી કે 'તેઓ હાલ બેરોજગાર છે અને તેની પાછળનું કારણ સરાકરની નિતિ અને સિસ્ટમ છે. બે વર્ષ પહેલા તેઓ પંચાયતમાં ઑપરેટર હતા. સરકારે દસ હજાર લોકોની છટણી કરી તેમાં મારી પણ નોકરી ગઇ. વિરોધ કરવામાં આવતાં પંચાયત મંત્રીએ કહ્યું કે બીજી ભરતીઓમાં પ્રથમિકતા આપવામાં આવશે પરંતુ તે પણ ન બન્યું. તેથી હું કહીશ કે કમળનું ફૂલ પસંદ કરવું અમારી ભૂલ હતી.'

source: gstv.in

વરરાજાએ છપાવી એક એવી લાઈન કે દેશભરમાં વાયરલ થઈ ગઈ કંકોત્રી


ચા વેચવા વાળાને એક સામાન્ય માણસની નજરે જોવામાં આવે છે. તેની આવક પણ બે ટંકનું ભોજન રળવા પુરતી મર્યાદીત ગણાય છે. પરંતુ મહારાષ્ટ્રના પુનામાં એક ચા વાળાની આવક સાંભળી ભલભલા મોઢામાં આંગળા નાખી ગયાં છે.

આ ચા વાળો દર મહિને કોઈ મલ્ટિ નેશનલ કંપનીમાં સારા પદ પર નોંકરી કરતા કર્મચારી કરતા પણ વધારે આવક રળે છે.

નવનાથ યેવલે પુણેમાં ‘યેવલે ટી હાઉસ’ નામનો ચાનો સ્ટોલ ધરાવે છે. આ ટી સ્ટોલ લોકોનું પસંદગીનું સ્થળ બની ગયું છે. શહેરના જાણીતા સ્ટોલ્સમાં આ ટી સ્ટોલની ગણતરી થાય છે. યેવલે ટી હાઇસની મહિનાની કમાણી અધધધ 12 લાખ રૂપિયા છે. યેવલે ટી ગાઉસના કો-ફાઉંડર નવનાથ યેવલેનું કહેવું છે કે તે નજીકના ભવિષ્યમાં તેમના ટી સ્ટોલને આંતરરાષ્ટ્રિય બ્રાંડ બનાવશે.

નવનાથ કહે છે કે, પકોડા બિઝનસથી વિપરીત ચા વેચવાનો બિઝનેસ પણ ભારતીયોને રોજગાર પુરો પાડી રહ્યો છે. તે ખુબ જ ઝડપી વિકસી રહ્યો છે જેને લઈને હું ખુબ જ ખુશ છું. હાલ પુનામાં યેવલે ટી સ્ટોલના ત્રણ સેંટરો આવેલા છે. દરેક સેંટર પર લગભગ 12 લોકો કામ કરે છે.

source: sandesh.com

ચા વેચવા વાળાએ બનાવ્યો કમાણીનો રેકોર્ડ, જાણીને થઈ જશે આંખો પહોળી


ઉત્તરપ્રદેશના કન્નોજ જિલ્લામાં એક પિતાએ પોતાની પુત્રીના લગ્નના કંકોત્રીમાં કંઇક એવુ લખ્યું કે લોકો તેમની પ્રશંસા કરતા નથી થાકતા. શહેરમાં આ પિતાની ચર્ચા થઇ રહી છે અને તેમના પગલાની સરાહના કરવામાં આવી રહી છે.


આજે સૌ કોઇ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માંગતા હોય છે. સૌ કોઇ નવા નવા પ્રકારના કપડા પહેરતા હોય છે. યાદગાર બનાવવા માટે આકાશમાંથી ફુલો વરસાવવા, હેલિકોપ્ટરમાંથી દુલ્હાનું આગમન, વગેરે સામાન્ય બની ગયું છે.


તાલગ્રામના એક ખેડૂતે પોતાની પુત્રીના લગ્નની કંકોત્રીમાં લખાવ્યું કે દારૂ પીવાની કડક મનાઇ છે. તેમના આ પગલાની સૌ કોઇ પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેનાથી દારૂ પર અંકુશ લાગશે. અવધેશ આમ કરવાનું કારણ પણ બતાવ્યું છે.

અમોલરના અવધેશ ચંદ્રે પોતાની પુત્રીના લગ્નના કાર્ડમાં લખાવ્યું કે દારૂ પીવાની કડક મનાઇ છે. આ કાર્ડના માધ્યમથી સમાજમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી ખેડૂતે નશા મુક્તી માટે આ મહત્વપૂર્ણ પગલુ ઉઠાવ્યું છે.


અવધેશનું કહેવું છે કે નશામાં લોકો લગ્ન સમારોહમાં પોતાની મર્યાદા ભૂલી જાય છે. રંગમાં ભંગ નાંખે છે. નિમંત્રણની સાથે દારૂ ન પીવાની સલાહ આપી છે. જો આવુ અન્ય લોકો પણ કરે છે તો નશા પર અંકુશ લગાવી શકાય છે.

source: gstv.in

પિતાએ દીકરીની કંકોત્રીમાં લખાવ્યા એ ત્રણ શબ્દો, ચારે બાજુ થયા વખાણ


આજકાલ ભારતમાં એપ્પલના આઈફોનનો મોટો ક્રેઝ છે. એવામાં તમે એપ્પલ કંપનીનો લોગો તો જોયો જ હશે. જોકે શું તમે વિચાર્યું છે કે એપ્પલના લોગોમાં સફરજન થોડું કપાયેલું કેમ આવે છે. કેમ સંપૂર્ણ સફરજન ન રાખવામાં આવ્યું. તેનું કારણ શું છે, તે વાત તમારા મગજમાં મોટા ભાગે આવતી હશે, જોકે તમને અત્યાર સુધી તેનો જવાબ ન મળ્યો હોય તો આપણે અહીં જાણીએ...

સ્ટીવ જોબ્સે તેના બે સાથિઓની સાથે 1976માં એપ્પલ કંપનીની સ્થાપના કરી. જોકે કંપનીનો લોગો 1977માં રોબ જેનેફે તૈયાર કર્યો છે. આ લોગોને તૈયાર કરીને તેણે એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સને દેખાડયો. પ્રથમ નજરે જ જોબ્સને કાપેલા સફરજનનો આ લોગો પસંદ આવી ગયો હતો.

કયાંથી આવ્યો આઈડિયા
કાપેલા સફરજનના લોગો વિશે કહેવામાં આવે છે કે લોગો કોમ્પ્યુટર સાઈન્સના જનક માનવામાં આવનાર એલન ટરિંગની યાદમાં બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એલન ટરિંગનું મોત 1954માં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થઈ ગયું હતું અને તેમના શબની પાસે એક ચાખેલું સફરજન મળ્યું હતું, આમ એપ્પલના લોગોને તેનું રૂપ આપવામાં આવ્યું.

કેમ રાખ્યું કંપનીનું નામ એપ્પલ
2009માં જેનેફે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્ટીવ જોબ્સે પોતાની કંપનીનું નામ એપ્પલ એટલા માટે રાખ્યું હતું કારણ કે ઉતર કેલિફોર્નિયામાં તેમનો એપ્પલનો એક બાગ હતો અને ત્યાં તેમનો ઘણો સમય વીત્યો હતો. તેની સાથે જ સ્ટીવ સફરજનને એક મુકમ્મલ ફળ માનતા હતા. જયારે તે કંપની બનાવવા જઈ રહ્યાં હતા તો કંપનીએ નામ રાખવા માટે જે લિસ્ટ બનાવ્યું હતું તેમાં એપ્પલનું નામ સૌથી ઉપર હતું.

ન બદલી ઓળખ
જયારે જેનફે તે પણ બતાવ્યું કે સફરજન એ એક એવું ફળ છે જે કપાયા બાદ પણ તેની ઓળખ બદલાતી નથી. આ માટે એપ્પલ કંપની માટે આ પ્રકારનો લોગો તૈયાર કરવામાં આવ્યો.

source: divyabhaskar.co.in

Appleના લોગોમાં આ કારણથી છે કપાયેલું સફરજન, જાણો કેમ પસંદ કર્યું એપ્પલ નામ