અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર

મંગળવારનો દિવસ હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનો હોય છે. આ દિવસને મંગળદેવને પણ પ્રસન્ન કરવા માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેમને મંગળને પ્રસન્ન કરવાની વધારે જરૂર હોય છે. મંગળ દેવને પ્રસન્ન કરવા ખૂબ સરળ પણ છે. મંગળવારના દિવસે સૌથી પહેલા તો એવા કામ કરવાનું ટાળવું જે મંગળદેવને પસંદ ન હોય. આ કામ એવા છે જેને મંગળવારે કરવાથી વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો સૌથી પહેલા જાણી લો કે કયા એવા કામ છે જેને મંગળવારે કરવા જોઈએ નહીં. 

મંગળવારના દિવસે વાળ કપાવવા જોઈએ નહીં અને નખ પણ કાપવા નહીં. જો મંગળવારે આ કામ કરવામાં આવે તો મંગળ ગ્રહનો કોપ વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

મંગળવારે અડદની કાળી દાળ ખાવી કે ઘરમાં બનાવવી નહીં. શાસ્ત્રો અનુસાર આ દિવસે કાળ દાળ ખાવાથી વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

આ દિવસે કાળી વસ્તુ, શ્રૃંગારનો સામાન, લોઢાનો સામાન અને ધારદાર વસ્તુઓ ખરીદવી નહીં. જો મંગળવારે આ વસ્તુઓ ખરીદવામાં આવે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 

મંગળવારે પૈસાની લેતી દેતી કરવાનું પણ ટાળવું. આ દિવસે પૈસાની લેવડ દેવડ કરવાથી ધન હાનિ જ થાય છે. 

from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

મંગળવારે ભુલથી પણ ન કરવા આ કામ, નહીં તો સર્જાશે સમસ્યા


અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર

કેદારનાથ ધામ હિમાલયની વચ્ચે વસેલું છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક હોવાની સાથે કેદારનાથ ચાર ધામ અને પંચ કેદારમાંથી એક છે. અહીં પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. શિવ પુરાણ અનુસાર જે ભક્ત કેદારનાથ આવે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કારણ કે તે કેદારનાથના દર્શન કરી પાપથી મુક્ત થઈ જાય છે. 

કેદારનાથ મંદિર 3593 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આટલી ઊંચાઈ પર મંદિર નિર્માણ કેવી રીતે થયું હશે તે વાત આજે પણ ચમત્કાર સમાન છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના આદિગુરુ શંકરાટાર્યએ કરી હતી. કેદારનાથ મંદિરના પૂજારી મૈસૂરના જંગમ બ્રાહ્મણ હોય છે. આ જ્યોતિર્લિંગની સ્થાપના વિશે કહેવાય છે કે હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણએ તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ અને ભગવાન શિવ પ્રકટ થયા અને જ્યોતિર્લિંગના રૂપમાં અહીં વાસ કર્યો. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવ વિજયી થયા પરંતુ તેમના મનમાં ભ્રાતૃહત્યાનો સંતાપ હતો. આ સંતાપ દૂર કરવા માટે પાપ મુક્તિ માટે તેઓ શિવજીના આશીર્વાદ લેવા માંગતા હતા પરંતુ શિવજી તેમનાથી રુષ્ઠ હતા. 

ભગવાન શિવના દર્શન માટે પાંડવ કાશી ગયા પણ ત્યાં દર્શન ન થયા. ત્યારબાદ તેઓ હિમાલય ગય પરંતુ શિવજી પાંડવોને દર્શન આપવા ઈચ્છતા ન હતા તેથી તે અંતરધ્યાન થઈ ગયા અને કેદાર પહોંચી ગયા. પાંડવ પણ ભગવાન પાછળ કેદાર પહોંચ્યા. ભગવાન શિવએ બળદનું રુપ ધારણ કર્યું અને અન્ય પશુઓ વચ્ચે જતા રહ્યા. પાંડવોને સંદેહ થયા તો ભીમએ વિશાળ રૂપ ધારણ કરી અને બે પર્વત પર પગ મુક્યા. ભયના કારણે અન્ય પશુ તો ભાગવા લાગ્યા પરંતુ શિવજી ત્યાંથી જવા તૈયાર ન હતા. ત્યારે ભીમએ તેમની પીઠને પકડી લીધી. ભગવાન શિવએ પાંડવોની ભક્તિ જોઈ તેમને દર્શન આપ્યા અને તેમને પાપમુક્ત કર્યા. તે સમયથી જ કેદારનાથમાં શિવજી બળદની પીઠની આકૃતિમાં સ્થાપિત થયા અને કેદારનાથમાં તેમનું આ સ્વરૂપ પૂજાવા લાગ્યું. 

from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

અદ્ભુત છે આ ધામ, નંદીની પીઠની આકૃતિમાં બિરાજે છે ભોળાનાથ


અમદાવાદ, 22 મે 2019, બુધવાર

ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત એટલે નારદ મુનિ, તેઓ સદા નારાયણ નારાયણ કરતાં ત્રણેય લોકમાં ભ્રમણ કરતા રહે છે. નારદ મુનિના પિતા બ્રહ્માજી છે. નારદ મુનિ ભ્રમણ કરતાં કરતાં દેવતાઓ સુધી સુચનાઓનું આદન પ્રદાન કરે છે તેવી માન્યતા પણ છે. દર વર્ષે નારદ જયંતીની ઉજવણી પણ કરવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે નારદ મુનિ શા માટે એક સ્થાન પર રહી શકતા નથી અને એક સ્થાનથી બીજા સ્થાન સતત ભ્રમણ કરતાં રહે છે. 

નારદ મુનિની કથા

માન્યતાઓ અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્માજીના માનસ પુત્ર થવા માટે તેમણે પૂર્વ જન્મમાં કઠોર તપ કર્યું હતું. નારદ મુનિ તેમના પૂર્વ જન્મમાં ગંધર્વ કુળમાં જન્મ્યા હતા. તે જન્મમાં તેમને પોતાના રુપ પર અભિમાન હતું અને તેમનું નામ ઉપબર્હણ હતું. એકવાર કેટલીક અપ્સરાઓ અને ગંધર્વ ગીત અને નૃત્ય કરી ભગવાન બ્રહ્માની ઉપાસના કરતા હતા. ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓના શ્રૃંગાર સાથે ત્યાં પહોંચ્યા. આ જોઈ બ્રહ્માજી ક્રોધિત થયા અને તેમને શ્રાપ આપ્યો કે તે શૂદ્ર યોનિમાં જન્મ લેશે. 

બ્રહ્માજીના શ્રાપથી તેનો જન્મ શૂદ્ર દાસીના પુત્ર તરીકે થયો અને તેણે પોતાનું જીવન ઈશ્વર ભક્તિમાં પસાર કરવાનો સંકલ્પ લીધો. ઈશ્વરને જાણવા માટે અને તેના દર્શન કરવા માટે તેણે સતત તપ કર્યું ત્યારે આકાશવાણી થઈ કે આ જન્મમાં તેને ભગવાનના દર્શન થશે નહીં પરંતુ બીજા જન્મમાં તેમને પાર્ષદના રુપમાં તે પ્રાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર નારદજીને બ્રહ્માજીએ સૃષ્ટિના કામમાં ભાગીદાર થવા કહ્યું અને વિવાહ કરવા કહ્યું. પરંતુ નારદજીએ પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું નહીં. ત્યારે ક્રોધિત થઈ બ્રહ્માજીએ દેવર્ષિ નારજને આજીવન અવિવાહિત રહેવા અને ભ્રમણ કરતું રહેવાનો શ્રાપ આપ્યો. 

એક એવી માન્યતા પણ છે કે નારદજી પહેલા સંદેશ વાહક હતા જે એક લોકના સમાચાર બીજા લોક સુધી પહોંચાડતા. આ કારણે તેઓ ત્રણેય લોકોમાં ભ્રમણ કરતા રહે છે. તેમની આ આદત પાછળ એક કથા પણ જોડાયેલી છે. રાજા દક્ષની પત્ની આસક્તિને 10 હજાર પુત્રનો જન્મ થયો હતો પરંતુ નારદજીએ તેમને મોક્ષની શિક્ષા આપી રાજપાઠથી વંચિત કરી દીધા હતા. આ વાતથી નારાજ થઈ રાજા દક્ષએ નારદજીને શ્રાપ આપ્યો કે તે હંમેશા ભટકતા રહેશે અને એક સ્થાન પર વધારે સમય સુધી ટકી શકશે નહીં. 

from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

આ કારણે એક સ્થાન પર રહી શકતા નથી નારદ મુનિ, જાણો રોચક કથા

ભારત આસ્થાઓનો દેશ છે. અહીં દરેકને પોતાની આસ્થા માનવાનો અધિકાર છે. દરેક ધર્મના પોતાના ધાર્મિક સ્થાનો છે. આજે આપણે એક એવા મંદિરની વાત કરીશું જ્યાં માતાજીને મીઠાઈ કે નારિયેળને બદલે ચંપલ અને સેન્ડલ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે રાતે માતાજી આ ચઢાવાને ધારણ કરે છે.


કર્ણાટકના ગુલબરગામાં આવેલા લકમ્મા દેવી મંદિરમાં લક્ષ્મીદેવીની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં એક લીમડાનું ઝાડ છે. દર્શનાર્થીઓ આ ઝાડપર જ ચંપલ અને સેન્ડલ ચઢાવે છે. માન્યતા છે કે આમ કરનારની સમસ્યાઓ અને પીડા દૂર થાય છે. એક માન્યતા છે કે જેમને ઘુટણ અને પગમાં દુખાવો હોય તેવા લોકો આમ કરે તો એમની તકલીફ કાયમ માટે દૂર થાય છે. તેથી જ અહીં આવનારા લોકોમાં પગની તકલીફવાળા લોકોની સંખ્યા સૌથી વધારે હોય છે.

કહેવાય છે કે વર્ષો પહેલા અહીં બળદની બલી ચઢાવવામાં આવતી. જો કે હવે બલિ ચઢાવવા પર પાબંદી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારથી બલિ પર પાબંદી લગાવાઈ ત્યારથી જ લોકોએ ચંપલ ચઢાવવાની શરૂઆત કરી અને આ પરંપરા આજે પણ ચાલુ છે. નવાઈની વાત એ છે કે આ મંદિરના પૂજારી મુસ્લિમ જ હોય છે અને આમ થવાનું કોઈ ખાસ કારણ નથી. અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો આવે છે. દિવાળી પછીની પાંચમે અહીં મોટો મેળો લાગે છે. એ વખતે મોટી સંખ્યામાં લોકો આવીને ચંપલો ચઢાવે છે. તેને ફૂટવેર ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

આ મંદિરમાં થાય છે ફૂટવેર ફેસ્ટિવલ, જાણો કેમ?

મે મહિનાનું ત્રીજું અઠવાડિયું આ ચાર રાશિઓ માટે વિશેષ લાભ આપનારું છે. તેમના જીવનમાં ખુશીઓનો સંચાર થશે અને સુખ-શાંતિનો અનુભવ થશે. 


મિથુન રાશિ-


આ જાતકોને આ અઠવાડિયામાં ધનલાભ થઇ શકે છે. આ લોકો જે કામમાં હાથ નાંખશે એમને લાભ જ થશે. 

કન્યા રાશિ

જો કન્યા રાશિના જાતકો મે ના ત્રીજા અઠવાડિયે પોતાના બિઝનેસની શરૂઆત કરે તો એમને લાભ થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોને મે ના ત્રીજા અઠવાડિયામાં બિઝનેસમાં લાભ થશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહશે પરિણામે મન પ્રસન્ન થશે. 

કુંભ રાશિ 

મે નું ત્રીજુ અઠવાડિયુ ધન લાભની સાથે જ પ્રેમના મામલે પણ કુંભ રાશિના જાતકો માટે સારું રહેશે. આ લોકોને તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને એટલે જ તેમના બધા કામ ઝડપથી પૂરાં થશે.

( તમારી  કુંડળીના ગ્રહોના આધારે તમારું રાશિફળ અને તમારા જીવનમાં બનતી ઘટનાઓ અલગ હોઈ શકે છે. પૂર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષીનો સંપર્ક કરો. આ માહિતી માત્ર લોકરૂચીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.)from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

મે નું ત્રીજું અઠવાડિયું આ રાશિઓ માટે હશે સરસ

શાસ્ત્રોમાં કહેવાયું છે કે વ્યક્તિએ કદી કેટલાક ખાસ લોકોનો મુકાબલો ના કરવો જોઈએ. જો માણસ એમનો સામનો કરે તો એણે હારનો સામનો કરવો પડે છે. ાથે જ સામનો કરનાર માણસ પાપનો ભાગીદાર બની જાય છે. આખરે કોણ છે એ લોકો જેમનો સામનો ના કરવો જોઈએ....


શાસ્ત્ર કહે છે કે વયસ્કનો સામનો ના કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ તેમની બરાબરી કરવાનો પ્રયત્ન કરે તો એની હાર જ થાય છે. કારણ કે જે માણસ વડીલોનું સમ્માન નથી કરતો તેને કોઈ કામમાં સફળતા નથી મળતી. શાસ્ત્ર કહે છે કે જે માણસે વજન ઉપાડ્યું હોય તેનો સામનો ના કરવો જોઈએ. જે માણસ પહેલાથી બોઝ હેઠળ દબાયેલો હોય તેને જો કોઈ હેરાન કરે તો કરનારને તકલીફોનો સામનો કરવો પડે છે.  આ ઉપરાંત શાસ્ત્ર કહે છે કે દર્દી સાથે કોઈપણ બાબતે મુકાબલો ના કરવો જોઈએ. આનાથી દર્દીને તકલીફ થાય છે અને તકલીફ આપનાર કષ્ટનો ભાગીદાર બને છે. ખરેખર તો બીમારી માણસની મદદ કરવી જોઈએ. 

( આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે. જેને માત્ર લોકોના રસને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

આમનો સામનો કરનારની હંમેશા થાય છે હાર


ઓરીસ્સા, 20 મે 2019, સોમવાર

ભારતમાં કદાચ જ કોઈ એવું મંદિર હશે જ્યાં ભગવાનની પૂજા કરવામાં ન આવતી હોય. પરંતુ આજે તમારી આ માન્યતા દૂર થઈ જશે. આજે તમને એવા મંદિર વિશે જાણવા મળશે જ્યાં ભગવાનના માત્ર દર્શન કરવામાં આવે છે અને પૂજા કરવામાં આવતી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓરીસ્સાના ભગવાન જગન્નાથના મંદિરમાં તેમની પૂજા કરવામાં આવતી નથી. અહીં ભક્તો માત્ર દર્શન કરવા આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે ચાર ધામની યાત્રા પર ગયા હતા ત્યારે તેમણે હિમાલયની ચોટી પર બનેલા બદ્રીનાથ ધામમાં સ્નાન કર્યુ હતું. 

ત્યારબાદ ભગવાન દ્વારકા ગયા અને તેમણે ત્યાં વસ્ત્ર ધારણ કર્યા. કહેવાય છે કે પુરીમાં તેઓ નિવાસ કરવા લાગ્યા અને તે અહીંના નાથ બની ગયા. આ જ કારણે તેઓ જગન્નાથ કહેવાયા. જગન્નાથ ધામ પણ ચારધામમાંથી એક છે. અહીં ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્ર પણ બિરાજે છે. પુરીમાં જગન્નાથ સાથે બિરાજતી ત્રણેય મૂર્તિ કાષ્ઠની છે. લોકોના જણાવ્યાનુસાર દર 12 વર્ષે નવું કલેવર આપવામાં આવે છે અને મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે. પરંતુ મૂર્તિઓનો આકાર અને રુપ એવું જ રહે છે. આ મૂર્તિઓની પૂજા કરવામાં આવતી નથી તેમને મંદિરમાં દર્શન કરવા માટે રાખવામાં આવી છે. 
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ભારતના આ પ્રખ્યાત મંદિરમાં નથી થતી ભગવાનની પૂજા


દરભંગા, 20 મે 2019, સોમવાર

ભારત એવો દેશ છે જ્યાં હજારો મંદિર આવેલા છે. આ દરેક મંદિરની અલગ અલગ ખાસિયતો છે જેના કારણે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે જે ખાસ મંદિર વિશે તમને જાણવા મળશે તે ચિતા પર બનેલું છે. આ મંદિરને શ્યામા માઈના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર બિહારના દરભંગા જિલ્લામાં આવેલું છે. કહેવાય છે કે માતા કાળીનું આ મંદિર જ્યાં બનેલું છે ત્યાં ચિતા હતી. આ મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. આ મંદિરમાં તમામ પ્રકારના માંગલિક કાર્યો પણ થાય છે. કહેવાય છે કે શ્યામા માઈનું આ મંદિર શમશાન ઘાટમાં મહારાજા રામેશ્વર સિંહની ચિતા ઉપર બનાવામાં આવેલું છે. 

મહારાજા રામેશ્વર સિંહ દરભંગાના રાજ પરિવારના સાધક રાજાઓમાંથી એક હતા. સ્થાનીકોના જણાવ્યાનુસાર રાજાના નામના કારણે આ મંદિરનું નામ પણ રામેશ્વરી શ્યામા માઈ પડ્યું છે. દરભંગાના રાજા કામેશ્વર સિંહએ 1933માં આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરના ગર્ભ ગૃહમાં વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમાની જમણી તરફ મહાકાલ, ડાબી તરફ ગણેશજી અને બટુક દેવની પ્રતિમા છે. અહીં માતા કાળીની પૂજા વૈદિક અને તાંત્રિક બંને વિધિથી થાય છે. મંદિરમાં થતી આરતીનું અહિં વિશેષ મહત્વ છે. 

હિંદૂ ધર્મ ગ્રંથો અનુસાર માનવામાં આવે છે કે લગ્નના એક વર્ષ સુધી નવવિવાહિત જોડીઓએ શમશાનમાં જવું જોઈએ નહીં. પરંતુ શમશાન ભૂમિમાં બનેલા આ મંદિરમાં નવવિવાહિત જોડી શ્યામા માઈથી આશીર્વાદ લઈ શકે છે. ખાસ વાત એ છે કે અહીં મંદિર પરિસરમાં લગ્ન પણ કરાવવામાં આવે છે. 

from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ચિતા ઉપર બનેલું આ મંદિર છે ખાસ, જાણો શું છે વિશેષતાઅમદાવાદ, 20 મે 2019, સોમવાર

દીકરીના લગ્ન સમયસર અને યોગ્ય કુટુંબના દીકરા સાથે થાય તેવી અપેક્ષા માતાપિતા રાખતા હોય છે. પરંતુ કેટલાક ઘરમાં દીકરીના લગ્નમાં બાધા આવતી હોય છે. વાત નક્કી થતા થતા અટકી જાય છે અને ક્યારેય સગાઈ બાદ પણ સંબંધ તુટી જતા હોય છે. તો આજે તમને જણાવીએ કે દીકરીના લગ્નમાં વિલંબ શા કારણે થાય છે અને આ બાધાને દૂર કયા ઉપાયોથી કરી શકાય છે. 

શાસ્ત્રો અનુસાર દીકરીની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેના લગ્નમાં વિલંબ થાય છે. આ  ઉપરાંત લગ્નમાં અનેક રૂકાવટો પણ આવે છે અને વારંવાર સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સમસ્યાને દૂર કરવાના શાસ્ત્રોક્ત ઉપાય પણ છે જેને કરવાથી દરેક બાધા દૂર થાય છે અને દીકરી સુખરૂપ સાસરે જાય છે. 

1. ગુરુવારે ગાયને લીલું ઘાસ ખવડાવો, લગ્નયોગ સર્જાશે.
2. જેના લગ્નમાં બાધા આવતી હોય તેણે પીળા વસ્ત્ર વધારે પહેરવા જોઈએ.
3. ગુરુવારનું વ્રત કરો અને દર ગુરુવારે બૃહસ્પતિની પૂજા કરો.
4. દીકરીના હાથે કેળાના બે ઝાડ વાવો અને તેને રોજ પાણી પીવડાવવું. દર ગુરુવારે તેની પૂજા કરવી.
5. સોમવારે ચણાની દાણ અને સવા લીટર કાચું દૂધ દાનમાં આપો.
6. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા એકસાથે કરો.
7. બુધવાર અથવા ચોથની તિથિ પર શ્રીગણેશને માલપુવાનો ભોગ ધરાવો. 

from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

દીકરીના લગ્નમાં નડતી બાધાને દૂર કરવા કરો આ શાસ્ત્રોક્ત ઉપાય, ઝડપથી થશે લગ્ન


અમદાવાદ, 20 મે 2019, સોમવાર

તમે ઘરમાં સકારાત્મક ઊર્જા વધારી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા ઈચ્છતા હોય તો તમે એકવાર આ ફેંગશૂઈ ટીપ્સ અજમાવી જુઓ. ઘરમાં યોગ્ય દિશા અને જગ્યા પર ફેંગશૂઈ ટીપ્સ અનુસાર નાના મોટા ફેરફાર કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે. સકારાત્મક ઊર્જાનું સૌથી મોટુ વાહક છે અરીસો. તેથી ઘરમાં આ ઊર્જાને વધારવા માટે અરીસાનો ઉપયોગ કરવો જોઈએ. 

સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા અથવા તો બેઠક રૂમ તરફના દરવાજાથી તમારા કેરિયર ઝોન તરફ જુઓ. આ સ્થાન પર કંઈજ રાખવું જોઈએ નહીં. આ સ્થાનને ફેંગશૂઈમાં બાગુઆ સ્થાન કહે છે અને ત્યાં વસ્તુઓ રાખવાને બદલે, રંગ, ટેક્સચર અને શેપ્સ પર ધ્યાન આપવું. 

વિંડ ચાઈમને ઘરના પ્રવેશ દ્વાર પર લગાવવું જોઈએ. જો અહીં જગ્યા નાની હોય તો વધારે પડતો સામાન ગોઠવવો નહીં. ઘર જેટલું સાફ અને સ્વચ્છ હશે તેટલી વધારે સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશશે.

from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ઘરમાં આ રીતે લગાવો અરીસા, ઘર છલકાશે સુખ, સમૃદ્ધિથી