આમ તો દુનિયામાં એક એકથી ચઢીયાતા આઈલેન્ડ છે, જેની મુલાકાતે દેશ-દુનિયાના હજારો લોકો આવતા હોય છે. પરંતુ કેટલીક જગ્યાઓ શરૂઆતથી જ અભિશાપિત હોય છે. આવું જ એક આઈલેન્ડ છે જેને લોકો રહસ્યમય કહે છે.

વિલામાં રહેનારનું થાય છે મોત

ઈટલીના નેપલ્સમાં આવેલો આ ગિઓલા આઇલેન્ડ વિશે તો એકદમ ડરામણી માન્યતા છે. માનવામાં આવે છે કે આ આઈલેન્ડ પર બનેલા એક વિલામાં જે કોઈ રહેવા જાય એ ક્યારેય પાછુ નથી આવ્યું. પહાડના બે ટુકડા જેવા દેખાતા આ આઈલેન્ડના એક ભાગમાં વિલા બનેલો છે અને બીજો ભાગ એકદમ ખાલી છે. નેપલ્સમાં રહેતા લોકો આની કર્સ્ડ (ભેદી) આઈલેન્ડ પણ કહે છે. એમનું કહેવું છે એ આ વિલામાં રહેનારનું મોત થઈ જાય છે. આના પહેલા માલિકે આત્મહત્યા કરી હતી તો બીજાનું મોત હાર્ટએટેકથી થયુ હતું. એ પછી તો આ વિલા ખાલી જ છે.

5 મિનિટમાં તરીને જઈ શકાય છે

ભેદી હોવાછતાં આ વિલાને જોવા માટે ઘણાં લોકો આઈલેન્ડ પર જાય છે. જો કે આ વિલામાં રોકાવાની હિમ્મત કોઈ નથી કરતું. આ આઈલેન્ડ નેપલના દરિયા કિનારાથી એકદમ નજીક છે. સ્વિમિંગ આવડતું હોય એવા લોકો તો માત્ર પાંચ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે. માનવામાં આવે છે કે 19માં સદી પછી આ વિલા બનાવાયો છે, એ પહેલાં અહીં એક ફેક્ટરી હતી, મેન લેન્ડ સાથે તેને જોડવા માટે 1920માં આઈલેન્ડ પર કેબલ કારની સુવિધા ઊભી કરવામાં આવી હતી પણ એને તરત જ બંધ કરી દેવામાં આવી હતી.

source: divyabhaskar.co.in

આ સુંદર આઈલેન્ડ છે મોતનો સૌદાગર, ટૂરિસ્ટ કદી રાત નથી રોકાતા!


તરતા ના આવડતું હોય અને તમે ઉંડા પાણીમાં પડો તો શું થાય? સ્પષ્ટ જવાબ છે કે માણસ ડૂબી જાય. પણ જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક સરોવર એવું છે કે તેના ઉંડા પાણીમાં માણસ ધારે તો પણ ડૂબી શકતો નથી. તમે પાણીની સપાટી પર સૂતા-સૂતા ન્યુઝપેપર વાંચી શકો કે બ્રેકફાસ્ટ લઈ શકો છો. આશ્ચર્ય થાય છે ને? પણ આ હકીકત છે. આ આર્ટિકલ વાંચી તમે પણ વિશ્વાસ કરશો કે વાત સાચી છે...

શું છે ડેડ સી?
જોર્ડન-ઈઝરાયલ-પેલેસ્ટાઈન એમ ત્રણ દેશોની વચ્ચે આવેલા આ સરોવર કે તળાવને 'ડેડ સી'ના નામથી ઓળખવામાં આવે છે. 50 કિલોમિટર લાંબા અને 15 કિલોમિટર પહોળા વિસ્તારમાં ફેલાયેલું આ 'ડેડ સી' સરોવર સમુદ્રની સપાટીથી 1412 ફૂટ નીચે છે. 997 ફૂટ ઊંડા આ સરોવરમાં થોડું પાણી જોર્ડન રીવરમાંથી આવે છે. બાકી અહીંથી થતાં 50 મિલિમિટર વરસાદથી ભરાય છે.

શું છે 'ડેડ સી'ની ખાસિયત?
ડેડ સીની રચના એવી છે કે પાણીનો નિકાલ થતો નથી અને ગરમ હવામાં પાણીનું બાષ્પીભવન પુષ્કળ પ્રમાણમાં થાય છે. એટલા માટે ક્ષારનું પ્રમાણ સમુદ્રના પાણી કરતાં 9.6 ગણું વધારે છે. એક લિટર પાણીમાં અંદાજે 342 ગ્રામ જેટલી ખારાશ હોય છે. આ જ યુનિક વિશેષતાના કારણે પાણીમાં મેંગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આટલા ખારા પાણીના કારણે તેમાં માછલી જેવા દરિયા જીવો અને વનસ્પતિ જીવી શકતા નથી. એટલે જ તેને 'ડેડ સી'ના નામથી ઓળખવામાં આવે છે.

કેમ તરે છે માણસ?
'ડેડ સી'માં સામાન્ય પાણીની સરખામણીએ ઘનતા ખૂબ ઉંચી છે. એનાથી ઓછી ઘનતાવાળી વસ્તુ કે પદાર્થ એની સપાટી પર રહે છે, ડૂબતા નથી. માનવ શરીરમાં 70 ટકા જેટલું સામાન્ય પાણી હોય છે. જેના કારણે માણસ 'ડેડ સી'માં ડૂબતો નથી.

બ્યુટી ટ્રીટમેન્ટ માટે 'ડેડ સી'નું આકર્ષણ
પાણીમાં વિશિષ્ટ પોષકતત્વોને કારણે 'ડેડ સી'માં થેરાપીનું વર્લ્ડ ટુરિસ્ટમાં ખાસ આકર્ષણ છે. જોર્ડન અને ઈઝરાયલમાં 'ડેડ સી'ની પાસે આ માટે ઘણી હોટેલ અને રિસોર્ટ પણ ખૂલ્યા છે. અહીં ખાસ માટીના સ્પા અને બ્યુટી ટ્રીટમેન્ટ માટે પણ લોકો આવે છે. વધુ ખારાશના કારણે સળંગ લાંબા સમય સુધી સ્નાન લેવું હિતકારક ન હોવાનું સ્થાનિક ડોક્ટર્સ જણાવે છે.

source: divyabhaskar.co.in

ત્રણ દેશોની વચ્ચે આવેલું છે ડૂબી ન શકાય એવું 'ડેડ સી' સરોવર


દુનિયાની કોઈ પણ નાની કે મોટી હોટેલના બેડ પર પાથરેલી બેડશીટ મોટાભાગે સફેદ રંગની જ જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કરવા પાછળનું કારણ શું છે? આ અહેવાલ સાથે અમે તમને જણાવીશું આની પાછળના કારણો....

સૌથી મોટું અને ખાસ કારણ:
1990ના દાયકા પહેલાં હોટેલમાં રંગબેરંગી બેડ શીટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની જાળવણી રાખવી સરળ હતી કારણ કે તેમાં ડાઘને છુપાવી શકાય છે. તે પછી, હોટેલ ઇન્ડસ્ટ્રીના ડિઝાઇનર્સે એક સંશોધન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે મહેમાન માટે ખરેખર વૈભવી બેડનો અર્થ શું છે. ત્યાર બાદ મહેમાનની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સફેદ પથારીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો, જે આજ સુધી ચાલતો આવ્યો છે.

આરામ - એવું માનવામાં આવે છે કે સફેદ રંગ આંખોને આરામ આપે છે. સફેદ રંગને જોઈને તમને જેટલી શાંતિ લાગશે તેટલી અન્ય કોઈ રંગને જોઈને લાગશે નહીં.

સ્ટ્રેસને રાખે છે દૂર - ઘણીવાર લોકો રજાઓના તણાવને દૂર કરવા માટે મુસાફરી કરવા નીકળે છે. આ રીતે, હોટલના રૂમની સફેદ પથારીઓ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માનવામાં આવે છે કે હોટલમાં મહેમાન માટે રૂમ જેટલો સ્વચ્છ હશે તેટલું વ્યક્તિને ગમશે.

ગંદકી ઝડપથી પકડવા - પથારીનો રંગ સફેદ હોવાને કારણે, હોટેલ કર્મચારીની આંખોમાં ઝડપથી ગંદકી જોવા મળી જાય છે. તેથી તેને બદલવું સરળ બની જાય છે.

બ્લીચ કરવું સરળ - જો સફેદ પથારી પર ડાઘ હોય તો તેને બ્લીચ કરવું સહેલું છે. બ્લીચનો ઉપયોગ સામાન્ય રીતે હોટલમાં સફેદ બેડશેટ્સ સાફ કરવા માટે થાય છે અને તેના લીધે કાપડના તમામ જંતુઓ નાશ પણ પામે છે.

source: divyabhaskar.co.in

મોટાભાગની હોટેલના બેડ પર શા માટે સફેદ રંગની જ ચાદર પાથરવામાં આવે છે?


અમેરિકાના કેલિફોર્નિયામાં હૉલિવૂડ ખાતેના ‘મ્યુઝિયમ ઑફ ઇલ્યૂઝન્સ’માં મુકાયેલાં 3D પેઇન્ટિંગ્સ મુલાકાતીઓને ખૂબ પસંદ પડી રહ્યાં છે. મુલાકાતીઓ આ પેઇન્ટિંગ્સ સાથે મસ્તી કરવાનું અને ફોટોગ્રાફ્સ લેવાનું ચૂકતા નથી. તેમાંના એક પેઇન્ટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોક્સિંગ કરતા દર્શાવાયા છે. ખાસ કરીને બાળકો આ પેઇન્ટિંગ્સનો ભરપૂર આનંદ લઇ રહ્યા છે.


source: divyabhaskar.co.in

મ્યુઝિયમ ઑફ ઇલ્યૂઝન્સ - 3D પેઇન્ટિંગ્સ બન્યાં મસ્તી અને ફોટોગ્રાફીનું સ્થળ


ઈંગ્લેન્ડના ડાર્ટમૂરમાં એક જગ્યા ચર્ચાનો વિષય બની છે. લગભગ 50 વર્ષથી લોકો આ સુરંગને સમજવાની ભૂલ કરતા રહ્યા હતા, પરંતુ તાજેતરમાં જ આ જગ્યાને ખરીદનાર નીલ વરેલ નામના શખ્સે તેની નીચે રહેલી વાસ્તવિકતાને સામે લાવી છે. શું છે જમીનની નીચે...

2014માં આ જમીને ખરીદનાર નીલ વરેલે જણાવ્યું કે, તેમણે પણ શરૂઆતમાં આ જગ્યાને સુરંગ જ સમજી હતી પરંતુ જ્યારે તે પહેલી વખત તેની અંદર ગયા તો ચોંકી ગયા. જમીનની નીચે 100 ફૂટથી વધારે જગ્યામાં ભારે ભરખમ મશીનો લાગેલા હતા. તેમણે જણાવ્યું કે, આ જમીનની નીચે લાગેલા વોટર ફિલ્ટર્સ હતા જેનાથી આખા વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવતું હતું. ચોંકાવનારી વાત એ છે કે, કોઈને પણ આ અંગે જાણકારી નહોતી.

પહાડો પરથી આવતું હતું પાણી

આ પ્લાન્ટને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો હતો કે, અહીંયા આસપાસના પહાડો પરથી પાણી જમીનની નીચે રહેલી 2 ભીમકાય ટેન્કોમાં જમા થતું હતું. ત્યારબાદ ફિલ્ટર્સની મદદથી તેને પીવાલાયક બનાવીને આસપાસના વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતું હતું. પરંતુ 1960માં તેને કોઈ જગ્યાએથી બંધ કરી દેવામાં આવ્યું અને ત્યારથી આ ઉજ્જડ પડેલું હતું.

હવે માત્ર 25 લાખમાં વેચાઈ રહી છે જમીન
આ ખરીદનાર શખ્સ નીલે જણાવ્યું કે, તેમણે આ જમીન અને અંડર ગ્રાઉન્ડ પ્લાન્ડને એટલા માટે ખરીદ્યો હતો કારણ કે, તેઓ અહીંયા એક અંડરગ્રાઉન્ડ હોટલ બનાવવા માંગતા હતા, પરંતુ ગત વર્ષે તેમની પત્નીનું અચાનક મોત થયા બાદ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. હવે નીલ તેને 28 હજાર પાઉન્ડ(અંદાજે 25 લાખ રૂપિયા)ની સામાન્ય કિંમતે વેચી રહ્યા છે.
source: divyabhaskar.co.in

જંગલમાં ટનલ સમજીને ભૂલ કરી રહ્યા'તા લોકો, નીચે છુપાયેલું હતું આ સત્ય


ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી હોવાથી ઘણાં દેશો પર જોખમ છે. જો કે આ બધામાં સૌથી વધારે જોખમ છે દુનિયાના ચોથા સૌથી નાના દેશ પર. પેસિફિક મહાસાગરમાં આવેલા દ્વિપોનો સમૂહથી બનેલો ટુવાલુ નામનો આ દેશ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે.

ગ્લોબલ વાર્મિંગને લીધે ડુબી રહ્યો છે દેશ
આ દેશ સમુદ્રની સપાટીથી માત્ર 4 મીટરની ઉંચાઈએ આવેલો છે. સમસ્યા એ છે કે દરિયાના પાણીમાં ઉત્તરોત્તર થઈ રહેલા વધારાના કારણે તેનો ઘણો વિસ્તાર ડુબવાની અણીએ છે. જો કે આ સમસ્યાના સમાધાન માટે ટુવાલુના પ્રધાનમંત્રી ઇનેલે સ્પોઆગા યૂરોપિયન યૂનિયનના નેતાઓ સાથે મળીને દેશને બચાવી લેવાની અપીલ પણ કરી છે. તેમણે આ સમસ્યાના સમાધાન માટે યૂરોપિય દેશોને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પર અંકુશ રાખવાનું કહ્યું છે. આ ઉપરાંત તેમણે તાપમાનમાં પણ 1.5 ડીગ્રી સુધી ઘટાડવાની અપિલ પણ કરી છે. કારણકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો તાપમાનમાં 2 ડીગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો કરવામાં આવે તો ગ્લોબલ વાર્મિંગની અસરને ઘટાડવામાં થોડી મદદ મળશે. અહીની જનસંખ્યા ફક્ત 10 હજાર છે. ઇનેલેનું કહેવું છે કે જો આ દેશ ડૂબ્યો તો એ આપત્તિનો અંત નહીં દુનિયામાં સંકટની શરૂઆત હશે.

દરિયાના પાણીમાં ઉત્તરોત્તર થઈ રહેલા વધારાના કારણે તેનો ઘણો વિસ્તાર ડુબવાની અણીએ છે

આ દેશ સમુદ્રની સપાટીથી માત્ર 4 મીટરની ઉંચાઈએ આવેલો છે

ટુવાલુની સરકારી ઓફિસ

ઉત્સવ મનાવતા ટુવાલુના લોકો

source: divyabhaskar.co.in

પૃથ્વી પરથી અદૃશ્ય થવાની તૈયારીમાં છે, વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ


આ ફોટોમાં એક ખતરનાક ચિત્તો છૂપાઇને બેઠો છે જે આંખના પલકારામાં જ હરણ પર હુમલો કરી શકે તેમ છે. આ ફોટોમાં ચિત્તાને શોધવાનું કામ મુશ્કેલ છે. શું તમે તેને શોધી શકો છો? અહીં આપને જણાવી દઇએ કે આ ફોટો ભારતના લદ્દાખનો ભાગ છે જેને ક્લિક કર્યો છે ફોટોગ્રાફર Inger Vandykeએ. આ વાઇલ્ડ ફોટોગ્રાફરે શિકાર માટે પહાડની નીચે છૂપાયેલા આ ચિત્તા અને તેના શિકારની ખોટી કોશિશને ક્લિક કરી છે.

આ ફોટોમાં ચિત્તાને શોધવો મુશ્કેલ છે. શું તમે તેને શોધી શકશો?source: divyabhaskar.co.in

હરણનો શિકાર કરવા બેઠો છે ચિત્તો, ફોટોમાં શોધી શકશો તમે?


દુનિયામાં ઘણાં આર્કિયોલોજિસ્ટ્સને ખોદકામ દરમિયાન નવી વસ્તુઓ મળતી આવી છે. આ વસ્તુઓ વર્ષો પહેલાં કોઇના કોઇ કારણે જમીન નીચે છુપાવવામાં આવી હોઇ શકે અથવા દબાઇ ગઇ હોઇ શકે.

USના વિસ્કોન્સિનમાં આર્કિયોલોજિસ્ટને ખોદકામ દરમિયાન મળેલાં એક ઘડામાંથી કંઇક એવું મળ્યું, જે માત્ર કિંમત નહીં પરંતુ અમૂલ્ય હતું. 2008માં વિસ્કોન્સિનમાં આર્કિયોલોજિસ્ટ્સને ખોદકામ દરમિયાન એક માટીનો ઘડો મળ્યો હતો.

શું છે આ 8000 વર્ષ જૂના ઘડાની અંદર

દરેક લોકો તે ઘડાને જોઇને આશ્ચર્યમાં પડી ગયા. માટીથી બનેલો આ ઘડો 8000 વર્ષ જૂનો હતો. જ્યારે તેમણે ઘડાને ખોલીને જોયો, તો ઘડાની અંદર થોડાં બીજ રાખેલાં હતાં.


જ્યારે આર્કિયોલોજિસ્ટ્સે તે બીજને વાવ્યાં, તો હાલમાં જ તેમાંથી જે છોડ ઉગ્યા, તે વિલુપ્ત થઇ ચૂકેલાં સ્ક્વાશની પ્રજાતિ હતાં. આર્કિયોલોજિસ્ટ્સની સાથે વૈજ્ઞાનિકો પણ હેરાન છે કે એ ઘડાની અંદર 8000 વર્ષોથી બંધ રહેલાં બીજને ગાયબ થયેલાં ફળને ફરી જીવિત કરી દીધા.

ત્યાં જ ભારતીય ભૂવૈજ્ઞાનિકો દ્વારા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે આ ઘડો રામાયણ કાળનો છે. તેમનું તર્ક હતું કે વનવાસ દરમિયાન રામ અને સીતા આવા જ ઘડામાં પોતાના ખાદ્ય પદાર્થો રાખતાં હતાં.

વૈજ્ઞાનિકોએ આગળ જણાવ્યું કે જ્યારે માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું ત્યારે તેમની રસોઈમાં એક આવા જ ઘડામાં વસ્તુઓ રાખવામાં આવી હતી. ભારતીય વૈજ્ઞાનિકોએ અમેરિકાના સાઇટિસ્ટ્સ સામે પોતાનું આ તર્ક રાખ્યું.


અનેક દલીલો પછી જ્યારે અમેરિકી વૈજ્ઞાનિકો કોઇ પરિણામે પહોંચ્યા નહીં ત્યારે તેમની પાસે ભારતીય વૈજ્ઞાનિકોની દલીલો માનવા સિવાય કોઇ અન્ય રસ્તો હતો જ નહીં.

source: divyabhaskar.co.in

ખોદકામમાં મળ્યો 8000 વર્ષ જૂનો ઘડો, અંદર જે હતું તેની કિંમત છે અમૂલ્ય


આપણે દરરોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું આપણે ક્યારેય એવું જાણવાનો પ્રયત્ન કર્યો કે એની પર બનેલી અલગ અલગ ધારીઓનો અર્થ શું હોય છે? એનું ટૂથપેસ્ટ સાથે શું કનેક્શન હોય છે. આજે અમે તમને જણાવીશું કે આ પટ્ટીઓ ટૂથપેસ્ટની ખૂબીઓ અને ખામીઓ માટે શું જણાવે છે.

ટૂથપેસ્ટ જેટલી આપણા દાંતને સાફ કરવાનું કામ કરે છે, એનાથી વધારે નુકસાન પણ પહોંચાડે છે. નિયમો પ્રમાણે દરેક કંપનીઓએ પોતાની ટૂથપેસ્ટમાં ઉપયોગ કરવામાં આવતાં પદાર્થો માટે જણાવવું જરૂરી છે. પરંતુ કંપનીઓ ગ્રાહકોને મૂર્ખ બનાવવા માટે એમાં પદાર્થો ઉપરાંત કોડનો ઉપયોગ કરે છે. એના માટે અલગ અલગ રંગોની પટ્ટીઓ ટૂથપેસ્ટ ટ્યૂબ પર લગાવવામાં આવે છે.

પટ્ટીઓ પાછળ છુપાયેલા છે રહસ્યો
જ્યારે તમે ટૂથપેસ્ટ ખરીદો છો તો પેકના નીચેના ભાગ પર તમને અલગ અલગ રંગની પટ્ટીઓ જોવા મળે છે. માર્કેટમાં તમને લાલ, કાળા, લીલા અને વાદળી રંગની પટ્ટીઓ વાળી ટૂથપેસ્ટ મળી જશે. પરંતુ તમને એ વાતની જાણ હોતી નથી કે આ અલગ અલગ રંગોની પટ્ટીઓનો શું અર્થ હોય છે?

કાળા રંગની પટ્ટીનો આ અર્થ
જ્યારે તમે ટૂથપેસ્ટ કરીદો છો તો પેકના નીચેના ભાગ પર ઘણી વખત કાળા રંગની પટ્ટી તમેન જોવા મળશે. આ કાળા રંગ પાછળ ટૂથપેસ્ટના ઘણા રહસ્ય છુપાયેલા હોય છે. જે ટૂથપેસ્ટ કંપની પેસ્ટમાં સૌથી વધારે કેમિકલનો ઉપયોગ કરે છે. એ કંપની પોતાના પેકના નીચેના ભાગમાં કાળા રંગની પટ્ટીનો ઉપયોગ કરે છે.

લાલ રંગની પટ્ટીનો અર્થ
તમે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો, એના નીચેના ભાગમાં જો લાલ રંગની પટ્ટી બનેલી છે તો એનો અર્થ એમાં પણ કેમિકલ છે. પરંતુ એ કાળા રંગના પેસ્ટથી થોડી સારી છે. કારણ કે કેમિકલ સાથે જ એમાં પ્રાકૃતિક ચીજોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

વાદળી રંગની ટૂથપેસ્ટ છે વધારે સુરક્ષિત 
જે ટૂથપેસ્ટ પર વાદળી રંગનો માર્ક બનેલો હોય છે એ ટૂથપેસ્ટ તમારા માટે ઘણી સુરક્ષિત હોય છે. આ પેસ્ટમાં પ્રાકૃતિક ચીજોની સાથે સાથે મેડિકેશન વાળા તત્વો પણ હોય છે. આ પેસ્ટ તમારા દાંતને ચોખ્ખા અને ચમકદાર રાખવા સાથે મોઢાની અલગ અલગ બિમારીઓમાં પણ ખૂબ જ કારગર હોય છે.

લીલા રંગની પટ્ટી છે તો હર્બલ છે ટૂથપેસ્ટ
જે ટૂથપેસ્ટ પર લીલા રંગની પટ્ટી બનેલી હોય છે, એ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારી માનવામાં આવે છે. લીલા રંગની પટ્ટીનો અર્થ તમારી પેસ્ટમાં માત્ર પ્રાકૃતિક અથવા હર્બલ તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સ્વાસ્થ્ય માટે પૂરી રીતે સુરક્ષિત છે.

ટૂથપેસ્ટમાં ઘણા પ્રકારના કેમિકલ્સ મળી આવે છે. ફ્લોરાઇડ, ડિટરજેન્ટ, સોર્બિટોલ, બેકિંગ સોડા, પોટેશિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ, ડાઇ કેલ્શિયમ ફાસ્ટેટ ઉપરાંત પણ ઘણા કેમિકલ હોય છે.

source: vtvgujarati.com

Toothpaste પર હોય છે અલગ-અલગ રંગની પટ્ટીઓ, તેમાં છુપાયેલું છે આ રહસ્ય


સ્ટોરીનું હેડિંગ વાંચીને એવું જરાય ન સમજતા કે અમે તમને બુદ્ધિમાન નહીં કહેવાનું સાહસ કર્યું છે, પણ અમે તો સંપૂર્ણ રીતે તાર્કિક વાત કહી રહ્યા છીએ.

ભલભલાની થઈ ગઈ પરીક્ષા

તમને જે તસવીર દેખાઈ રહી છે તે પહેલી નજરમાં ભલે એક સમાન્ય પેઈન્ટિંગ કે તસવીર લાગે પણ ઊંડાણ પૂર્વક તેને સમજવાની કોશિશ કરશો તો કંઈક સમજાશે. જો આ તસવીર સિમ્પલ હોત તો તેના પર લેખ લખવાનો કોઈ ફાયદો નહોતો.

તમે પોતાને વિશ્લેષક માનો છો?
કેટલાક લોકો પોતાને સારા વિશ્લેષણ માને છે, તેમને લાગતું હોય છે કે તેમની નજરમાંથી કશું બચી શકતું નથી. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમની અંદર એવી ક્ષમતા હોય છે છતાં તેઓ આ તસવીરને સમજી શકતા નથી.

નક્કી કરો તમારી કેટેગરી
હવે તમારી ગણતરી કઈ કેટેગરીમાં થાય છે તેનું પ્રમાણે અમે નહીં પણ તસવીર આપી શકે છે. આ તસવીરમાં કેટલાક પ્રાણીઓ છુપાયેલા છે, જો તમને તે તમામ પ્રાણીઓ મળી જાય તો સમજી શકાય કે તમે ખરેખર ઊંડી બુદ્ધિ શક્તિ ધરાવનારા વ્યક્તિ છો.

મળી કે નહીં સફળતા?

આવું એટલા માટે કારણ કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે લોકો જુદી-જુદી પ્રકારની પેટર્ન, ડિઝાઈન સમજી લે છે તેઓ ખરેખર માનસિક રીતે ઘણાં મજબૂત હોય છે, તેમનામાં વિશ્લેષણ ક્ષમતા અને વસ્તુઓને જજ કરવીની અદ્ભૂત ક્ષમતા હોય છે. તો જો તમે તમામ પ્રાણીઓને ઓળખી લો તો તેનો અર્થ એ થાય છે કે તમારી ક્ષમતા ઘણી ઊંચી છે.

source: iamgujarat.com

બુદ્ધિશાળીઓ જ કહી શકશે આ તસવીરમાં શું છુપાયેલું છે