બીજાને સલાહ આપવાનું કહેવામાં આવે તો આપણે તરત આગળ હોઈએ છીએ. જ્યારે સ્વયંને સમય-સમય પર કહેવામાં આવતી વાતો કાયમ ભૂલી જઈએ છીએ. આપણને જ્યારે પણ એકાંત મળે છે ત્યારે અમુક સાચી વાતો પર વિચાર કરવો જોઈએ. આ વાતોનું જાણ થવા પર દિમાગ હકારાત્મક દિશામાં વધવા લાગશે, તમે શાંત રહેશો અને સારા પરિણામ મળશે. જાણો આ વાતોના વિશે જે આપણે એકાંતમાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ.

 1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.
 2.  જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને સ્વીકારું છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળું છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.
 3.  જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.
 4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.
 5. જેટલા જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ એટલા જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.
 6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ સંતાયેલા હોય છે.
 7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.
 8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલા માટે છે કે મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.
 9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.
 10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.
 11. જેવું આજ છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.
 12. ખુશીઓ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. ખુશીઓ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.
 13. હું પોતાની છબિ અથવા લિગેસી એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.
 14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલા મોટા જ હોય. નાના પગલા ભરવાથી પણ સફળતા મળે છે.
 15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.

source: divyabhaskar.co.in

આ 15 વાતો એકાંતમાં વિચારશો તો જ સફળતાના શિખરે પહોંચી શકાશે


એક શાહેરમાં એક માછલી વેચનારો રહેતો હતો. પહેલાં તે રોડના કિનારે બેસીને માછલીઓ વેચતો હતો. ધીરે-ધીરે તેની ઘરાકી વધતાં તેણે વિચાર્યું કે, આસપાસ કોઇ સારી દુકાન ભાડે લઈને તેમાં જ માછલીઓ વેચું. તેનાથી ઘરાકી પણ વધશે.

ત્યારબાદ તેણે દુકાન ખોલી અને બોર્ડ માર્યું, અહીં તાજી માછલી મળે છે. બોર્ડ જોઇને દિવસે-દિવસે તેની ઘરાકી વધવા લાગી. એક દિવસ તેનો એક મિત્ર તેની દુકાને આવ્યો. બોર્ડ જોઇને તેણે કહ્યું, તું તો તાજી જ માછલી વેચે છે, તો પછી આ બોર્ડ મારવાની શું જરૂર છે? મિત્રની સલાહ માનીને એ વ્યક્તિએ બોર્ડમાંથી 'તાજી' શબ્દ કાઢી નાખ્યો.

હવે બોર્ડ પર માત્ર એટલું જ લખ્યું હતું, અહીં માછલી મળે છે. થોડા દિવસો બાદ તેનો બીજો એક મિત્ર આવ્યો. તેણે દુકાનનું બોર્ડ જોયું અને પૂછ્યું, તું માત્ર અહીં જ માછલી વેચે છે કે બીજે ક્યાંય પણ વેચે છે? જેના જવાબમાં એ માણસે કહ્યું, હું માત્ર અહીં જ માછલી વેચું છું. તો મિત્રએ કહ્યું, જો માત્ર અહીં જ માછલી વેચે છે તો આ બોર્ડ પર 'અહીં' કેમ લખ્યું છે?

મિત્રના કહેવાથી દુકાનદારે બોર્ડમાંથી 'અહીં' શબ્દ કાઢી નાખ્યો. હવે બોર્ડ પર માત્ર આટલું જ લખેલું હતું, 'માછલી મળે છે.' થોડા દિવસ બાદ એક ત્રીજો મિત્ર આવ્યો અને બોર્ડ જોઇ કહ્યું- માછલીની વાસથી દૂર-દૂરથી જ ખબર પડી જાય છે કે અહીં માછલી મળે છે, તો બોર્ડ પર લખવાની શું જરૂર છે?

મિત્રની સલાહથી દુકાનદારે બોર્ડમાંથી 'માછલી' શબ્દ કાઢી નાખ્યો. હવે બોર્ડમાં માત્ર 'મળે છે' એટલું જ લખેલું હતું. ધીરે-ધીરે દુકાનની ઘરાકી ઘટવા લાગી, કારણકે લોકોને ખબર જ નહોંતી પડતી કે આ દુકાન શાની છે. થોડા જ દિવસોમાં ધંધો બંધ થઈ ગયો અને વ્યક્તિ પાછો રસ્તા પર આવી ગયો.

બોધ પાઠ:
ઘણીવાર કેટલાક લોકો વણમાંગી સલાહ આપતા હોય છે, ત્યારે આપણે વિચારવું જોઇએ કે, આ સલાહ આપણા માટે કેટલી ઉપયોગી રહેશે. કોઇના કહેવા માત્રથી કોઇ કામ ન કરવું જોઇએ. તેનાથી આપણું નુકસાન પણ થઈ શકે છે. માટે સમજ્યા-વિચાર્યા વગર કોઇની પણ સલાહ ન માનવી જોઇએ.

સમજ્યા-વિચાર્યા વગર ન માની લેવી કોઇની સલાહ, તેનાથી થઈ શકે છે તમારું નુકસાન


જૂના જમાનામાં એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. રાજા ખૂબ જ ખુશ થયો, તેને સંતને કહ્યું કે હું તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું, તમે કહો કે હું તમારાં માટે શું કરી શકું?

સંતે કહ્યું કે મહારાજ તમે પોતે જ પોતાની ઈચ્છા પ્રમાણે મને દાન આપી શકો છો. તમે જે દાન આપશો, તે હું સ્વીકારી લઈશ.

રાજાએ કહ્યું કે ગુરુજી હું તમને આખું રાજ્ય તમને સમર્પિત કરું છું.

સંતે જવાબ આપ્યો કે રાજા આ રાજ્ય તમારું નથી તમારી પ્રજાનું છે. તેને તમે દાનમાં ન આપી શકો.

રાજાએ કહ્યું કે આ મહેલ લઈ લો. સંતે જવાબ આપ્યો કે રાજા આ મહેલ રાજ્યનું કામકાજ ચલાવવા માટે છે. આ મહેલ પર પણ પ્રજાનો જ હક છે.

ત્યારબાદ રાજાએ ઘણું વિચાર્યું અને કહ્યું કે ગુરુદેવ હું આ શરીર તમને સમર્પિત કરું છું. હું આજીવન તમારી સેવા કરીશ.

સંતે કહ્યું કે હે રાજા, આ શરીર પર પણ તમારો હક નથી. આ શરીર તમારી પત્ની અને તમારાં બાળકોનું છે. તમે તેને દાનમાં ન આપી શકો.

હવે રાજા પરેશાન થઈ ગયો કે સંતને દાનમાં શું આપું? રાજાએ સંતને પૂછ્યું કે ગુરુદેવ તમે જ કહો કે હું તમને શું આપું?

સંત બોલ્યા કે રાજા તમે મને તમારાં અહંકારનું દાન કરો. રાજા માટે અહંકાર એક દોષ છે. તેનો ત્યાગ કરો.

કથાની શીખ:
અહંકાર એક એવો દોષ છે, જેના લીધે વ્યક્તિને ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન નથી મળી શકતું. એટલા માટે અહંકારથી બચવું જોઈએ.

અહંકારને લીધે વ્યક્તિ માન-સન્માન મેળવી નથી શકતો, આ દોષથી બચવું જોઈએ


એક જાણીતી કથા પ્રમાણે એક મહિલા ઘરમાં ખાવાનું બનાવી રહી હતી. ત્યારે બહારથી તેના પુત્રની ચીસ સંભળાઈ. તે બહાર દોડી આવી. તેને જોયું કે તેનો પુત્ર છત પરથી પડી ગયો છે અને લોહી વહી રહ્યું છે. મહિલા ખૂબ જ ઘબરાઈ ગઈ. તે સમયે તે ઘરમાં એકલી જ હતી. તેને હિમ્મત એકઠી કરી અને પુત્રને ઊઠાવીને હોસ્પિટલ તરફ દોડ લગાવી. રસ્તામાં તે ભગવાનને ટોકવા લાગી કે તેને તેના દીકરા સાથે આટલું ખરાબ કેમ કર્યું?

મહિલા થોડીવારમાં હોસ્પિટલ પહોંચી ગઈ અને એક ડોક્ટર પણ મળી ગયો. ડોક્ટરે તેના પુત્રનો ઈલાજ કર્યો. થોડાં જ દિવસોમાં તેનો પુત્ર સારો થઈ ગયો. મહિલાનો ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો તેનું મન બેચેન હતું. પછી તેને એક દિવસ ધ્યાન આવ્યું કે જ્યારે તેનો પુત્ર ઘાયલ થયો હતો, ત્યારે તે બીમાર હતી.

બીમારીની સ્થિતિમાં જ તે પોતાના 24-25 કિલોના પુત્રને ઊઠાવી દોડીને હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ દોડતી વખતે તેના પુત્રનો ભાર તેને ન્હોતો લાગ્યો. તેને આશ્ચર્ય થયું કે બીમારીમાં તે એક ડોલ પાણી પણ ઉપાડી શકતી ન હતી, તેમ છતાં તે પોતાના પુત્રને ઉપાડીને ડોક્ટર પાસે પહોંચી ગઈ.

મહિલાને ધ્યાન આવ્યું કે હોસ્પિટલમાં ડોક્ટર તો 2 વાગ્યા સુધી જ હોય છે, તે દિવસે ચાર વાગી રહ્યાં હતાં. જ્યારે તે પોતાના પુત્રને લઈને ત્યાં પહોંચી હતી. ત્યારે ડોક્ટર મળી ગયો, જાણે કોઈએ તેને રોકી રાખ્યો હોય. યોગ્ય સમયે ડોક્ટર મળી ગયો, એટલા માટે તેનો પુત્ર ઝડપથી સારો થઈ ગયો. હવે તેને સમજાયું કે આ બધું ભગવાનની કૃપાથી જ શક્ય બન્યું હતું. તે કારણ વગર ભગવાનને ટોકી રહી હતી, જ્યારે ભગવાન ડગલેને પગલે તેનો સાથ આપી રહ્યો હતો.

બોધ પાઠ:
આ કથાની શીખ છે કે જે લોકો સારા કામ કરે છે, ભગવાન તેમની ઉપર કૃપા રાખે છે. ભગવાન પોતાના ભક્તોને પરેશાનીઓ સહન કરવાની અને તેને દૂર કરવાની શક્તિ આપે છે. રસ્તો સરળ બનાવે છે.

સારું કામ કરનાર લોકોને ભગવાન સંકટ દૂર કરવાની શક્તિ આપે છે અને રસ્તો આસાન બનાવે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મ ગણાતો હોવા છતા એ ફક્ત હિંદુ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે. ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ. ત્યારે આવો જાણીએ કે સુખી જીવન જીવવા માટે ગીતાના કયા સંદેશને આપણે અનુસરવો જોઈએ…


સુખી જીવનની ચાવી છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ સુવાક્યો, દૂર કરશે નિરાશા


એક વખત એક માણસના ખીસ્સામાં 1000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.

નોટે પુછ્યુ, "આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?"

સિક્કાએ કહ્યુ, "આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઈ નથી એટલે આપને જોવ છું. આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો! આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો?"

નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઈ, તું વિચારે છે એવું કંઇ નથી. હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી. એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી. મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ. પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.

કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંક લોકરમાંથી બહાર નીકળવાની તક મળી. જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી. મારો તો શ્વાસ પણ રુંધાતો હતો. હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું. ભાઈ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે."

નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, "દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો? કોને કોને મળ્યો?"

સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, "અરે દોસ્ત, શું વાત કરુ? હું તો ખૂબ ફર્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો. ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી. પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો. ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો. મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઈ.

તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.

મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહીં બહુ મોટા છે.

ખરેખર સમજવા જેવી વાત છે. વાંચો આખી સ્ટોરી ફક્ત 2 જ મિનીટ લાગશે


19 વર્ષ પહેલા જ્યારે હિમાચલનાં કાંગડા જિલ્લાનાં નેહરાં પુખરથી છોટૂ શર્મા ચંદીગઢ આવ્યા હતાં, ત્યારે તેની પાસે એટલા પૈસા પણ નહતા કે તે કોમ્પ્યૂટરની શિક્ષા મેળવી શકે. છોટૂએ ખુબ સંઘર્ષ કર્યો, ભૂખ્યો પણ રહ્યો પરંતુ તે હિમ્મત હાર્યો નહી. આજે તે કોમ્પ્યૂટર કોચિંગ ઇન્સિટ્યૂટ સાથે એક સોફ્ટવેર કંપનીનો માલિક છે. જેનું ટર્નઓવર લગભગ 10 કરોડ રૂપિયા છે.

હવે છોટૂ ખુબ મોટો બિઝનેસમેન બની ગયો છે, પરંતુ તે પોતાની ગરીબીનાં દિવસોને ભૂલ્યો નથી. તેનું કહેવું છે કે, બીજાનું દુખ તે વ્યક્તિ સારી રીતે સમજી શકે છે, જેણે પોતે મુશ્કેલીઓનો સામનો કર્યો હોય. તે હાલમાં આર્થિક રીતે નબળા બાળકોને મફતમાં સેવા આપે છે. બદલામાં છોટૂ શર્મા વિદ્યાર્થીઓ પાસેથી વાયદો માંગે છે કે, નોકરી મળ્યા પછી પૈસા ચૂકવી દેશે. જોકે તેમણે પછીથી પણ આવા બાળકો પાસેથી ક્યારેય રૂપિયા નથી લીધા.

ઓફિસ બોય બનીને લીધુ કોમ્પ્યૂટરનું શિક્ષણ

છોટૂ વર્ષ 1998માં સ્નાતકની ડીગ્રી લીધા બાદ કોમ્પ્યૂટર કોર્ષ કરવા માટે ચંદીગઢ આવી ગયા અને ઘણા કોમ્પ્યૂટર સેન્ટરોનાં ચક્કર લગાવ્યા હતાં, પરંતુ દરેક સ્થાને ફીસ ન ભરી શક્વાનાં કારણે તેમને પરત ફરવું પડ્યુ હતું. એક દિવસ રાત્રે પિતા હેમરાજ શર્મા તેમને સેક્ટર-17 લઇ ગયા, જ્યાં તેને એપટેક ઇંસ્ટિટ્યૂટ નજર આવ્યુ. આ ઇંસ્ટિટ્યૂટમાં કોર્સની ફી 1350 રૂપિયા હતી અને તેમના આર્મીથી રિટાયર પિતાની કુલ પેંશન 1800 રૂપિયા હતી. દરમિયાન છોટૂ શર્માએ અલગ રસ્તો શોદ્યો અને ઇંસ્ટિટ્યૂટમાં કામ કરવા અને બદલામાં કોમ્પ્યૂટર શીખવાનું કહ્યું.

છોટૂને ઓફિસ બોયનું કામ મળી ગયું અને તે ઇંસ્ટિટ્યૂટમાં નાના-મોટા કામ કરવા લાગ્યો. જ્યાં એક વર્ષ તેણે નોટરીની સાથે કોમ્પ્યૂટરનું શિક્ષણ મેળવ્યુ. જેના પછી ઇંસ્ટિટ્યૂટે તેમને કોમ્પ્યૂટર શિખવવા માટે લોકોનાં ઘરે મોકલવાનું શરૂ કર્યુ. તે લોકોનાં ઘરે પહોંચીને કોમ્પ્યૂટર શીખવવા લાગ્યા. લગભગ બે વર્ષમાં તેના ઘણા ક્લાઇંટ બની ગયા, જેમાં બેંકનું એક કાર્યકર દંપતિ પણ હતું. આ દંપતિની સલાહ પર છોટૂએ લોન લઇને બાઇક ખરીદી અને કોમ્પ્યૂટરનું શિક્ષણ આપવાનો દોર આગળ વધ્યો.

source: sandesh

એક સમયે હતો પ્યૂન, હવે છે 10 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક • ભૂતકાળને ભૂલી જાવ જેથી એ વર્તમાન જીવનને અસ્તવ્યસ્ત કરી ના નાખે.
 • બીજા લોકો તમારા વિષે શું વિચારે છે. તેની સાથે કોઈ મતલબ ન રાખો. તમારું મન કહે તે કરો.
 • સમય બધા દુ:ખો ની દવા છે. તેથી દુ:ખમાં દુ:ખી ન થાઓ. તમારો સારો સમય આવે તેની રાહ જુઓ.
 • અન્યના જીવન સાથે કે કોઈ વ્યક્તિ સાથે તમારી સરખામણી ન કરો.એ યોગ્ય નથી, કારણ કે તમે એ વ્યક્તિ વિષે બધું જાણતા નથી.
 • વધુ પડતું વિચારવાનું બંધ કરો. ધણી વખત એવું થાય કે મુશ્કેલીમાંથી બહાર નિકળવાનો રસ્તો તમને ન દેખાય, પણ સમય આવતા તમને બધી ખબર પડી જાય.
 • મે સમુદ્ર પાસે થી શીખ્યું છે જીવન જીવતા, ચુપચાપ વહેવું અને પોતાની મોજમાં રહેવું.
 • પ્રેમ જોઈએ તો સમર્પણ ખર્ચ કરવું પડે, કોઈનો સાથ જોઈએ તો તેણે સમય આપવો પડે, કોણે કીધું સબંધો મફત માં બને છે, મફતમાં તો હવા પણ નથી મળતી, એક શ્વાસ પણ ત્યારે જ આવે છે જયારે બીજો શ્વાસ છોડવો પડે છે.
 • નવો રસ્તો બનાવવો મુશ્કેલ છે પણ તે રસ્તા પર ચાલવું સરળ છે.
 • તમારી ખુશી ને તમારી સિવાય કોઈ બદલી શકતું નથી.
 • હંમેશ હસતા રહો.

શીખવા લાયક અમુક પ્રેરણાદાયી વાતો, જે બદલી શકે છે તમારી જીંદગી!


આજ બિઝનેસ વર્લ્ડમાં સફળતાનો પર્યાય એટલે મુકેશ અંબાણી છે. અંબાણીએ પોતાની આવડત અને દૂરંદેશીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક એવા મુકામે પ્રસ્થાપિત કરી છે કે તે પોતાનામાં જ એક ઉદાહરણ છે. તો પછી આવો, ખુદ મુકેશ અંબાણીના આપેલ આ દસ કીમિયાઓ પર નજર કરીએ.
 1. પૈસા હોવા જ બધું હોવા છતાં તે એક જ મહત્વનું નથી. મુકેશના પિતા, સુપ્રસિદ્ધ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી હંમેશા કહેતા કે, "જીવનમાં પૈસો જ બધું છે આમ છતાં તે એક જ વસ્તુ અગત્યની નથી." મુકેશ અંબાણીએ પોતાના પિતાના આ સિદ્ધાંતને પૂર્ણપણે અપનાવ્યો છે. તેમનું કહેવું છે કે ધનને ગંભીરતાથી લેવું જરૂરી છે પણ હંમેશા તેની પાછળ ભાગતાં રહેવું.
 2. સપનાં જુઓ અને તેને સાકાર કરવા માટેની મજબૂત યોજના બનાવો. મુકેશ અંબાણીનું માનવું છે કે, પૈસા પાછળ ભાગવું એક ખોટી આદત છે, પણ કૈક સારું કરવા માટે સપનાં જોવા એ બિલકુલ ખોટું નથી. અને સપનાં પૂરાં કરવા માટે યોગ્ય યોજના હોવી પણ જરૂરી છે.
 3. બસ પોતાના કામ ઉપર ધ્યાન આપો, હીરો બનવાની કોશિશ કદી ન કરો. મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા વ્યાપારી કરતા-હર્તા છે. પણ ભાગ્યે જ તેઓ મીડિયામાં દેખાય છે. તેમનું માનવું છે કે પોતાના ધ્યેયને પામવા હંમેશા ઈચ્છા પ્રબળ રાખો અને તેને જ મહત્વ આપો. તમારું કામ તમને જાતે જ એક દિવસ હીરો બનાવશે.
 4. હંમેશા પોતાના મનની વાત સાંભળો. અંબાણી પોતાના નવા ઘરને લઈને તેમજ આઈ.પી.એલ ટીમને ખરીદવા માટે વિવાદોમાં ઘેરાયેલા રહ્યા. જો કે તેમનું માનવું છે કે જીવનમાં દિલની વાત સાંભળીને જ કોઈ નિર્ણય પર આવવું જોઈએ, પછી ભલેને એમ કરવાથી વિવાદ સર્જાય. દરેક જણે પોતાના મનમાં આવેલ વિચાર પર દ્રઢપણે અમલ કરવો જોઈએ.
 5. પોતાની આસપાસ રહેલા બધાં લોકો પર વિશ્વાસ કરો પણ તેમના પર અવલંબિત ન રહો. અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કર્યો. તેમનું માનવું છે કે માણસે અગત્યની પરિસ્થિતિને પહોંચી વળવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. પોતાની આસપાસના લોકો પર જરૂરથી ભરોસો મૂકવો જોઈએ પણ તેમના પર જ નિર્ભર રહેવાથી જીવનમાં વિપરીત પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
 6. જીવનમાં જોખમ ખેડવું એ જ સૌથી સારી રીત છે. તેમનું માનવું છે કે જીવનમાં લીધેલા દરેક નિર્ણય હંમેશા સાચા નથી નીવડતા, પરંતુ જે લોકો એક સારા અને મક્કમ ઈરાદાથી કામ કરે છે, તેમને હંમેશા કશુંક નવું શીખવા મળે છે. સફળતા હાંસિલ કરવા માટે જીવનમાં જોખમ તો ઉઠાવવું જ પડે છે.
 7. થાક્યા વગર પૂરી શક્તિ કામે લગાડવી જોઈએ. અંબાણીનું માનો તો દરેક વ્યક્તિએ પોતાના કામને દિલથી, પૂરી નિષ્ઠાથી અને શક્તિથી, મક્કમ રીતે કરવું જરૂરી છે. કામ કરતા રહેવાનું વલણ હંમેશા જીવંત રાખવું જોઈએ.
 8. પોતાની આસપાસના લોકોને પ્રોત્સાહિત કરો. પોતાની આસપાસના લોકોને પ્રોત્સાહિત કરવાથી એક સકારાત્મક વાતાવરણ ઉભું થાય છે. દરેક વ્યક્તિએ હંમેશા પોતાની આજુબાજુ રહેલા માણસોની ભલાઈ માટે તત્પર રહેવું જોઈએ.
 9. પોતાની આસપાસ ચાલી રહેલી ઘટનાઓથી સજાગ રહો.
 10. ભવિષ્ય માટે હંમેશા કશુંક નવું વિચારો.
અને છેલ્લે, તેમનું માનવું છે કે સફળતા એક સ્થાયી વસ્તુ નથી. જીવનમાં હંમેશા સફળ રહેવા માટે વર્તમાનની સાથોસાથ ભવિષ્યની પણ ચિંતા રાખવી જોઈએ, તો જ સફળતા કાયમી ધોરણે સાથે રહી શકશે.

source: gujjurocks.in

કામિયાબી પામવા માટે મુકેશ અંબાણી ની 10 ટીપ્સ! તમે પણ જાણો!


આજે અમે તમને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સના કેટલાક ખાસ વિચારો જણાવીશું.

1. કોઈ તક ફરી નથી મળતી પરંતુ નવી તકો જરૂરથી મળે છે.

2. વિશ્વને તમારા કામથી મતલબ છે, વિચારોથી નહીં.

3. તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજિત કરીને કામે લાગી જાઓ.


4. તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાને બદલે તેના કારણો શોધો.

5. જીવનમાં તકલીફોથી ટેવાઈ જાઓ તો સૌથી વધુ સફળ થશો.

6. જીવનમાં કોઈ ધોરણો પ્રમાણે તમને પાસ કરીને આગળ લઈ જતું નથી, અહીં વેકેશન પણ હોતા નથી.

7. ટીવી, ફિલ્મો અને નવલકથાઓમાં દેખાડાતા માનવીઓમાંથી કોઈ જ પ્રેરણા ન લેશો.

8. સફળતા માટે ધ્યેય નક્કી કરીને સતત કામ કરતા રહો.

9. તમને ન ગમતા માનવી સાથે પણ સૌંજન્યથી વર્તો, શી ખબર તેની સાથે જ કરવાના દિવસો આવી જાય.

10. તમારા મા-બાપ તમારા ખર્ચા ઊઠાવીને થાકી ગયાં છે, તે હકીકત બને તેટલું વહેલાં સમજી લો.

Image Source: Google

સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સની સફળતાના ૧૦ નિયમો, તમે પણ જાણો...