મુંબઇ તા. 15 મે 2019 બુધવાર

સાઉથના મેગાસ્ટાર રજનીકાંત હાલ મુંબઇમાં પોતાની આગામી ફિલ્મ દરબારના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનો રોલ કરશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી.

આ ફિલ્મની તમિળ આવૃત્તિનું શૂટિંગ હાલ મુંબઇમાં ચાલી રહ્યું છે. સાઉથની મોખરાની અભિનેત્રી નયનતારા સાથે રજનીકાંતનો આ બીજો પ્રોજેક્ટ છે. આ ફિલ્મ ત્રણ ચાર ભાષામાં બનાવવાની ફિલ્મ સર્જકોની યોજના છે એવું પણ જાણવા મળ્યું હતું. 

જાણકાર સૂત્રોએ કહ્યું કે આ ફિલ્મમાં એક્શન, સંવેદન અને નાટકીયતા એમ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઇના વિવિધ લોકેશનો પર શૂટિંગ કરવામાં આવ્યું હતું જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ (બોરીબંદર), ગોરેગાંવ પૂર્વમાં આવેલી ફિલ્મ સિટિ, રૉયલ પામ્સ અને અન્ય વિસ્તારોનો સમાવેશ થયો હતો. ધોબીતળાવ પર આવેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં મુખ્ય ઝીરો રુમ (ઇન્વેસ્ટિગેશન રૃમ )બનાવવામાં આવ્યો હતો.ઔએ આર મુરુગાદોશ નિર્દેશિત આ ફિલ્મને હિન્દીમાં પણ રજૂ કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે. રજનીકાંતની છેલ્લી ફિલ્મ ૨.૦ સુપરહિટ નીવડી હતી અને બોક્સ ઑફિસ પર પણ આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. 

આ ફિલ્મ દરબારને ૨૦૨૦ના જાન્યુઆરીની ૯મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. 
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

લો, હવે રજનીકાંત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બનશે

મુંબઇ તા. 15 મે 2019 બુધવાર

મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ હવે આમિર ખાનની સુપરહિટ નીવડેલી ફિલ્મ સરફરોશની સિક્વલમાં નહીં ચમકે એવી માહિતી મળી હતી.

લગભગ નવેક મહિના પહેલાં ખુદ જ્હૉને મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમે સરફરોશની સિક્વલની સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એકવાર સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ જાય એટલે અમે આ ફિલ્મની બાબતમાં આગળ વધીશું. મારે ઓરિજિનલ ફિલ્મના ડાયરેક્ટર જ્હૉન મેથ્યુ મથ્થન સાથે વાતચીત થઇ ચૂકી છે.

પરંતુ લેટેસ્ટ માહિતી એવી છે કે જ્હૉન આ સિક્વલ સાથે સંકળાયેલો નથી. જ્હૉન આમિર ખાનનો ચાહક હોવા ઉપરાંત આમિર ખાનની આ હિટ ફિલ્મની સિક્વલ કરવા ઉત્સુક હતો. જ્હૉન અબ્રાહમ અને જ્હૉન મેથ્યુ મથ્થન સતત એકમેકના સંપર્કમાં હતા અને સ્ક્રીપ્ટ લેખન પર નજર રાખી રહ્યા હતા. પરંતુ ફિલ્મના બજેટ અંગે વાત જામી નહીં અને જ્હૉનને આ પ્રોજેક્ટમાંથી રસ ઊડી ગયો.   

હાલ જ્હૉન અનિસ બઝ્મીની પાગલપંતી કરી રહ્યો છે. જુલાઇથી એ રેન્સિલ ડિસોઝાની બાઇક રેસિંગને લગતી કથા ધરાવતી હાલ અનટાઇટલ્ડ ફિલ્મ શરૃ કરશે. 

આ અંગે મથ્થનને પૂછતાં એમણે કહ્યંુ કે મેં કદી જાહેરમાં એવું કહ્યું નહોતું કે સરફરોશની સિક્વલમાં હું જ્હૉન અબ્રાહમને લેવાનો છું. અમારી વચ્ચે વાટાઘાટો થઇ હતી એ વાત સાચી. પરંતુ એ મારી ફિલ્મનો હીરો હોવાનું મેં કદી કહ્યું નહોતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

જ્હૉન અબ્રાહમ સરફરોશની સિક્વલ નહીં કરે

જમૈકા તા. 15 મે 2019 બુધવાર

 જગવિખ્યાત બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડની પચીસમી ફિલ્મના અત્રે ચાલી રહેલા શૂટિંગમાં હીરો ડેનિયલ ક્રેગને એક સ્ટંટ કરવા જતાં થયેલી ઇજાના પગલે શૂટિંગ મોકૂફ રહ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

બ્રિટિશ ટેબ્લોઇડ ધ સનના એક અહેવાલ મુજબ ડેનિયલ ક્રેગ પોતાના સ્ટંટ પોતે જાતે કરવાનો સદા આગ્રહ રાખે છે અને સ્ટંટ કરે છે. ગયા સપ્તાહે એવો એક સ્ટંટ કરવા જતાં આંખના પલકારા જેટલી સરતચૂક થતાં ડેનિયલ સેટ પર પછડાયો હતો અને એને તરત સારવાર માટે અમેરિકા જતી ફ્લાટમાં રવાના કરાયો હતો જેથી સમયસર સારવાર મેળવી શકે. 

પોતાની ઓળખ છૂપાવનારા સૂત્રને ટાંકીને ધ સને વધુમાં જણાવ્યું હતું કે જમૈકામાં ફિલ્મના પરાકાષ્ઠાનાં દ્રશ્યો લેવાઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. વધુ વિગતો આપવાની આ સૂત્રે ના પાડી હતી. જો કે ઇજા ગંભીર હોઇ શકે છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

અત્રે એ યાદ રહે કે બોન્ડની છેલ્લી ચાર-પાંચ ફિલ્મોમાં ચમક્યા પછી ડેનિયલ ક્રેગે આ રોલ કરવાની અનિચ્છા વ્યક્ત કરી હતી અને હોલિવૂડના અન્ય કલાકારોનાં નામ વારાફરતી ફરતાં થયાં હતાં જેમાં ઇદ્રિસ એલ્બા જેવા બિનગોરા કલાકારના નામનો સમાવેશ થયો હતો  .

જો કે ફિલ્મ સર્જકોએ ડેનિયલ ક્રેગને મેાં માગી ફી આપીને પણ મનાવી લીધો હતો અને પચીસમી ફિલ્મમાં પણ ડેનિયલ ક્રેગને જેમ્સ બોન્ડના રોલ માટે રાજી કરી લીધો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

જેમ્સ બોન્ડનું શૂટિંગ મોકૂફ રહ્યું


નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર

ભારત દેશમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ ભાજપ છવાઈ ગયું છે. ટ્વિટર પર બીજેપીનો દબદબો જોવા મળી રહ્યો છે કારણ કે દુનિયાના દરેક રાજકીય પક્ષને પછાડી અને બીજેપી નંબર 1 બની ચુકી છે. બીજેપીના ટ્વિટર પર 11 મિલિયન ફોલોઅર છે. જેના કારણે ભારતની જ નહીં પરંતુ બીજેપી દુનિયાની નંબર વન પાર્ટી બની ગઈ છે. 

મહત્વપૂર્ણ છે કે દુનિયાની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના પણ 5.14 મિલિયન ફોલોવર્સ છે. જ્યારે અમેરિકાની રિપબ્લિકન પાર્ટી પાસે કુલ 16,327 ફોલોવર અને ડેમોક્રેટિક પાર્ટી પાસે 1,588,662 ફોલોવર્સ છે. બીજેપી સાથે વડાપ્રધાન મોદી પણ દુનિયાભરમાં સૌથી વધારે પસંદ થયેલા નેતા બન્યા છે. તેમના ટ્વિટર અને ફેસબુક અકાઉન્ટમાં સૌથી વધારે ફોલોવર્સ છે. પીએમ મોદીના ફેસબુક, ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર કુલ ફોલોવર્સ 11.09 કરોડ છે. 

પહેલા નંબર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ છે. ઓબામાના કુલ ફોલોવર્સ 18.27 કરોડ છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના દુનિયાભરમાં 9.6 કરોડ ફોલોવર્સ છે. જો કે ટ્વિટર પર ફોલો થતા નેતાઓમાં ટ્રંપ બીજા ક્રમે આવે છે. 
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ટ્વિટર પર દુનિયાની નંબર 1 પાર્ટી બની BJP, જાણો કેટલા છે ફોલોવર્સ


નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર

ઈસરોએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેઓ રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝવેશન સેટેલાઈટ આરઆઈએસઈટી 2બીને 22 મેના રોજ લોન્ચ કરશે. આ લોન્ચિંગ માટે પીએલએલબી સીએનો ઉપયોગ કરવામાં આવશે. ઈસરો અનુસાર સવારે 5.27 મિનિટએ આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. જો કે તે સમયે વાતાવરણ કેવું છે તેના પર આ સેટેલાઈટને લોન્ચ કરવામાં આવશે. 

આ વખતે ઈસરોએ ખાસ વ્યવસ્થા એ પણ કરી છે કે જેના કારણે લોકો આ લોન્ચને જોઈ શકશે. લોકોને જાણ કરવામાં આવી છે કે જેમણે આ સેટેલાઈટ લોન્ચને જોવું હોય તેમણે સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરીકોટા, આંધ્ર પ્રદેશની વ્યૂવર્સ ગેલેરીમાં જવાનું રહેશે. 

ગેલેરીમાંથી લાઈવ સેટેલાઈટ લોન્ચ જોવા માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવશે. આ નોંધણી લોન્ચના 5 દિવસ પહેલાથી શરૂ કરવામાં આવશે. આ સેટેલાઈટ અંતરિક્ષમાં ભારતની આંખની જેમ કામ કરશે. તેની મદદથી ભારતીય સુરક્ષા દળને સરહદ પર નજર રાખવામાં મદદ મળશે. આ સેટેલાઈટથી પીઓકેમાં આતંકી છાવણીઓમાં થતી ગતિવિધિઓ વિશે પણ જાણી શકાશે. 
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ઈસરોનું રડાર ઈમેજિંગ સેટેલાઈટ 22 મેએ થશે લોન્ચ, 24 કલાક જમીન અને સમુદ્ર પર રહેશે બાજ નજર


અમદાવાદ, 15 મે 2019, બુધવાર

તમે સાંભળ્યું તો હશે જ કે તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી અનેક લાભ થાય છે. તાંબાનું પાણી પીવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. તાંબામાં બેક્ટેરિયાનો નાશ કરતાં ગુણ છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે તાંબામાં રાખેલું પાણી પીવાથી યાદશક્તિ તેજ થાય છે. તો ચાલો આજે વિગતવાર તમને જણાવીએ કે તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી કયા કયા રોગ દૂર થાય છે. 

1. તાંબાના પાત્રમાં રાખેલા પાણીમાંથી બેક્ટેરીયા દૂર થઈ ગયા હોય છે તેને પીવાથી કમળો, ઝાડા જેવી બીમારી થતી નથી.

2. તાંબાના પાત્રમાં માત્ર 4 કલાક પાણી રાખી તેનો ઉપયોગ કરવાથી પણ તાંબાના ગુણ તેમાં આવી જાય છે.

3. તાંબામાં રાખેલું પાણી પીવાથી શરીરમાં કોપરનું પ્રમાણ જળવાઈ રહે છે. 

4. તાંબામાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરનો દુખાવો, સોજો દૂર કરે છે અને ફરી તેને થતાં પણ અટકાવે છે. 

5. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સરથી લડવામાં મદદ કરે છે. તાંબામાં કેન્સર વિરોધી તત્વ હોય છે.

6. પેટની કોઈપણ સમસ્યામાં આ પાણી ઉપયોગી છે. રોજ તેને પીવાથી ગેસ, પેટના દુખાવા, કબજિયાત દૂર થાય છે.

7. શરીરને અંદરથી સાફ કરવા માટે તાંબાનું પાણી બેસ્ટ છે. તાંબાનું પાણી કિડની અને લિવરને પણ સ્વસ્થ રાખે છે.

8. તાંબાના ગુણના કારણે તે શરીરના અંદરના અને બહારના ઘા રુઝાવામાં મદદ કરે છે.

9. તાંબામાં ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે જે થાયકોઈડની સમસ્યા દૂર કરે છે. 

10. તાંબાનું પાણી પીવાથી વધતી ઉંમરની અસર ઘટે છે. તેમાં જે ફ્રી રેડિકલ્સ હોય છે તે શરીર અને ત્વચાને યુવાન બનાવે છે. 
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

તાંબાના પાત્રનું પાણી પીવાથી આ 10 બીમારીઓ થાય છે દૂર


અમદાવાદ, 15  મે 2019, બુધવાર

કાકડી ફાઈબર્સ અને પાણી પુરું પાડે છે. કાકડીમાં આયોડીન પણ પૂરતા પ્રમાણમાં હોય છે જેનાથી અનેક રોગ સામે રક્ષણ થાય છે. કાકડી સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે રોગનાશક પણ છે. આયુર્વેદ અનુસાર ગરમીના દિવસોમાં કાકડી ત્વચાને સુંદર બનાવવા ઉપરાંત શરીરમાંથી પિત્તને દૂર કરે છે. કાકડીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ તેમજ મેગ્નેનિશયમ હોય છે. તેનું સેવન નિયમિત કરવાથી ડિહાઈડ્રેશન થતું નથી. 

ઉનાળામાં કાકડીને સલાડ તરીકે અથવા તો રાયતું બનાવી તેનું સેવન કરવું જોઈએ. રોજ કાકડી ખાવાથી ઉનાળામાં ગરમી લાગતી નથી. આ ઉપરાંત કાકડી ખાવાથી પાણીની તરસ પણ છીપાય છે. કાકડીનો જ્યૂસ બનાવી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. 

કાકડીમાં પોટેશિયમ હોય છે જે હાઈ બીપીના રોગી માટે ફાયદાકારક હોય છે. કાકડીનું સેવન કરવાથી શુગરનું સ્તર કંટ્રોલમાં રહે છે. 

કાકડીનો રસ કાઢી તેને ચહેરા, હાથ, ગરદન પર લગાવવાથી ત્વચા સુંદર અને બેદાગ બને છે. કાકડીનો માસ્ક નિયમિત લગાવવાથી ચહેરા પરની ટેનિંગ દૂર થાય છે. 

જેને વારંવાર ભુખ લાગતી હોય તેમણે ઉનાળામાં કાકડી ખાવી જોઈએ. કાકડીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે તેથી તેને વારંવાર ખાવાથી પણ વજન વધશે નહીં.

કાકડીના રસમાં સાકર ઉમેરી પીવાથી મૂત્રમાર્ગની સમસ્યાઓ દૂર થાય છે. જેમને પથરી હોય અને વારંવાર દુખાવો થતો હોય તેમણે આ જ્યૂસ ખાસ પીવો.

કાકડીનું સેવન વાળને પણ લાભ કરે છે. તેમાં સિલિકોન અને સલ્ફર હોય છે જે વાળની લંબાઈ વધારે છે. કાકડી સાથે તમે ગાજર અને પાલકનો પણ ઉપયોગ કરી શકો છે. 

ગરમીમાં પાચનક્રિયા બરાબર થતી ન હોય તો કાકડી બેસ્ટ ઈલાજ છે. કાકડી પેટના પિત્ત સહિતની તમામ સમસ્યા દૂર કરે છે. પેટની કબજિયાત, એસીડિટી, ગેસ, છાતીમાં બળતરા જેવી તકલીફો કાકડીનું સેવન કરવાથી દૂર થાય છે. 
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

ઉનાળામાં કાકડી ખાવાથી ચહેરાની ત્વચા થશે બેદાગ, જાણો અન્ય લાભ વિશે


નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર

ભારતીય પરીવારોમાં બાળકો વયસ્ક ન થાય ત્યાં સુધી તેના માતા પિતા સાથે જ સુવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત બાળકો માટે સારી છે કે નહીં ? જો તમે પણ બાળકને સાથે સુવડાવવાથી થતા નુકસાનથી અજાણ હોય તો આજે જાણો અને પોતાની આદત બદલી દો. 

માતા પિતા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરતા હોય છે. તેથી જ તેઓ બાળકને પોતાની નજીક રાખવાનો પ્રયત્ન કરે છે. બાળક 10,12 વર્ષનું થાય ત્યાં સુધી તો તે માતા પિતા સાથે એક જ પલંગમાં સુવે છે. પરંતુ આ આદતથી ઊંઘમાં ખલેલથી માંડી અનેક સમસ્યા સર્જાય છે જેના પર માતાપિતા ધ્યાન આપતા નથી. રાત્રે બાળક જાગી જાય, રડે જેવી ક્રિયાથી માતાપિતા બંનેને સમસ્યા થાય છે. 

એક સર્વે અનુસાર બાળકને પોતાની સાથે સુવડાવતી મહિલાઓ બાળકની ઊંઘને લઈને ચિંતા કરે છે. જેના કારણે તેઓ ડિપ્રેશન પણ અનુભવે છે. એટલું જ નહીં બાળકોને સાથે સુવડાવવું અમેરિકામાં નવજાત બાળકોના આકસ્મિક મૃત્યુનું પ્રમુખ કારણ છે. પશ્ચિમી દેશોનું વાતાવરણ ઠંડું હોય છે. તેવાં લોકો ગરમ વસ્ત્રો અને રજાઈમાં બાળકોને સાથે રાખે છે જેના કારણે બાળકનો શ્વાસ રુંધાય છે. બાળકો ઊંઘમાં હોય છે અને તે બોલી શકતા નથી જેના કારણે તેમનો શ્વાસ બંધ પણ થઈ જાય છે. 

જો કે ભારતની વાત કરીએ તો બાળકને સુવડાવવા માટે એટલા કપડાનો ઉપયોગ કરવામાં આવે છે કે નવજાત બાળકને શ્વાસ લેવામાં અને હલનચલન કરવામાં પણ તકલીફ પડે. નિષ્ણાંતો અનુસાર ચાર માસથી ઓછી ઉંમરના નવજાતને માતાપિતાની વચ્ચે સુવડાવવું સૌથી વધારે જોખમી છે. આ ચાર માસ દરમિયાન તેની ગરદનનો વિકાસ થાય છે. જ્યારે બાળક પોતાની જાત પડખું ફરવા લાગે કે ઉઠી શકે ત્યારે આ સ્થિતીમાં સુવડાવવું જોઈએ. 
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

એલર્ટ: બાળકને પોતાની નજીક સુવડાવાથી તેને થાય છે નુકસાન


નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર

15 મેને દર વર્ષે આંતરરાષ્ટ્રીય પરીવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વભરના દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક માણસના જીવનમાં પરીવારનું ખાસ મહત્વ હોય છે. પરંતુ આધુનિક જીવનશૈલીના કારણે લોકોના જીવનમાં પરીવારની ભૂમિકા બદલી ગઈ છે. મોટાભાગના લોકોના જીવનમાં નકારાત્મક અસરોના કારણે પરીવાર સાથેના સંબંધોમાં ખટાશ પ્રવર્તે છે. માણસના સારા તેમજ ખરાબ બંને પ્રકારના સંબંધોની અસર વ્યક્તિની માનસિકતા પર પણ થાય છે. આજે ઈંટરનેશનલ ફેમિલી ડે નિમિત્તે જાણીએ કે જીવનમાં પરીવારનું મહત્વ શું હોય છે અને તેનાથી કયા લાભ થાય છે. 

પરીવારનું મહત્વ

પરીવારના બે પ્રકાર હોય છે, એક સંયુક્ત અને બીજું વિભક્ત. સંયુક્ત કુટુંબમાં માતા પિતા, દાદા દાદી સહીતના લોકો એક સાથે રહેતા હોય છે જ્યારે બીજા પ્રકારના પરીવારમાં માતા પિતા અને તેના સંતાનો જ સાથે રહેતા હોય છે. આપણા દેશમાં પહેલાના સમયમાં સંયુક્ત કુંટુંબ વધારે જોવા મળતા પરંતુ અભ્યાસ, નોકરી તેમજ અન્ય કારણોના કારણે લોકો વિભક્ત કુટુંબમાં રહેવા લાગ્યા. મોટાભાગના લોકો હવે એકલા રહેવા લાગ્યા છે જેના કારણે સંયુક્ત કુંટુંબ ઘટવા લાગ્યા છે. પરંતુ આજે આપણે જાણીએ કે સંયુક્ત કુટુંબ હોવાના ફાયદા કેટલા છે. 

પરીવાર સાથે હોવાના લાભ

1. પરીવારના સભ્યોના સાથે હોવાથી વ્યક્તિત્વ વિકાસ ઝડપથી થાય છે.

2. સંયુક્ત કુંટુંબમાં મુશ્કેલ કામ પણ પરીવારના સહયોગથી સરળતાથી થાય છે.

3. પરીવારના સભ્યોનો સહકાર હોવાથી દિવસ ખુશીથી પસાર થાય છે.

4. એકલતા, માનસિક તાણ જેવી સમસ્યા સંયુક્ત કુટુંબમાં થતી નથી.

5. મોટી ભુલનું સમાધાન પણ પરીવારના સભ્યોના સાથથી નીકળે છે.

6. બીમારી, આર્થિક સમસ્યામાં પરીવારનો સાથ મળે છે. 
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

15 મે એટલે આંતરરાષ્ટ્રીય પરીવાર દિવસ, જાણો સંયુક્ત કુટુંબના મહત્વ વિશે


નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર

એડવાન્સ અને સેટેસ્ટ ટેકનોલોજીની કીમત વધારે હોય તે સ્વાભાવિક છે. પરંતુ તાજેતરમાં એપલના 18 વર્ષ જૂના પ્રોડક્ટની કીમત લાખો રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2001માં સ્ટીવ જોબ્સએ એક આઈપોડ લોન્ચ કર્યો હતો. જેમાં 1000 ગીતનું કલેકશન હતું. આ એમપી3 પ્લેયરની હવે લાખોમાં બોલી બોલાઈ રહી છે.  તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આઈપોડને 14 લાખ સુધીની કીમતમાં ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. 

આ આઈપોડ માટે ઈબે સાઈટ પર ઓનલાઈન સેલિંગ માટે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેની કીમત 19 હજાર ડોલર એટલે કે 14 લાખ જેટલી રાખવામાં આવી છે. જ્યારે આ આઈપોડ લોન્ચ થયું ત્યારે તેની કીમત 399 ડોલર એટલે કે 28000 રૂપિયા હતી. સ્ટીવ જોબ્સએ તેને લોન્ચ કરતી વખતે કહ્યું હતું કે હવે 1000 ગીત લોકોના ખીસ્સામાં હશે. આ આઈપોડમાં 5જીબી ઈંટર્નલ મેમરી, 2 ઈંચ એલઈડી સ્ક્રીન હતી. તેની બેટરી એકવાર ફુલ કરી લેવાથી તે 10 કલાક સુધી ચાલે છે. આ આઈપોડ સ્લીમ પણ છે જેથી તેને સાથે રાખવું સરળ છે. 
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

આ iPodને લાખો રૂપિયા આપી ખરીદવા માંગે છે લોકો, જાણો શું છે ખાસ